Home Automobile Which Car Is Cheaper Between Tata Punch Cng And Hyundai Exter Cng

Tata Punch CNG અને Hyundai Exter CNG માંથી કઈ કાર સસ્તી? : જાણો બંને કારની ડિઝાઇન, એન્જિન અને ફીચર્સની માહિતી

Tata Punch CNG અને Hyundai Exter CNG માંથી કઈ કાર સસ્તી?
Published by: OBS Bureau
Last Updated: Dec 20, 2025, 09:46 AM IST

ભારતીય બજારમાં માઇક્રો SUV નો ક્રેઝ સતત વધી રહ્યો છે, અને લોકો હવે CNG કાર માટે પણ ઉત્સાહિત છે. ₹10 લાખથી ઓછા બજેટવાળા માટે Hyundai Exter CNG અને Tata Punch CNG બે ઓપ્શન હોય છે. જાણો બંને SUV ની કિંમત, ફીચર્સ, માઇલેજ અને પર્ફોર્મન્સની માહિતી.

કઈ SUV ખરીદવી વધુ સારી છે?

Hyundai Exter CNG અનેક ટ્રીમમાં આવે છે અને CNG વેરિયન્ટની કિંમત ₹6.86 લાખથી શરૂ થાય છે, અને CNG ના ટોપ વેરિઅન્ટ માટે કિંમત ₹8.76 લાખ સુધી જાય છે. Tata Punch CNG ના બેઝ મોડલની કિંમત ₹6.67 લાખથી શરૂ થાય છે, અને CNG ના ટોપ વેરિઅન્ટ માટે કિંમત ₹9.30 લાખ સુધીની છે. બંને કારની કિંમતમાં ઘણો મોટો તફાવત નથી.

કારની ડિઝાઇન કેવી છે?

એક્સટિરિયરમાં બંને વાહનોમાં હેલોજન હેડલાઇટ છે, પરંતુ હ્યુન્ડાઇ એક્સટર LED ટેલ લેમ્પ્સ સાથે વધુ મોર્ડન લુક આપે છે. ઇન્ટિરિયરમાં બંને SUV ફેબ્રિક સીટ, ફ્રન્ટ પાવર વિન્ડોઝ અને એડજસ્ટેબલ હેડરેસ્ટ ઓફર કરે છે. જોકે, એક્સટરની ડ્રાઇવર સીટની હાઇટ એડજસ્ટેબલ તેને થોડી વધુ એડવાન્સ બનાવે છે. Punch CNG ના 90-ડિગ્રી ઓપનિંગ ડોર અને ટિલ્ટ સ્ટીયરિંગ તેને રોજિંદા ડ્રાઇવિંગ માટે વધુ સારી બનાવે છે.

સેફટી

Hyundai Exter CNG નો સૌથી મોટો ફાયદો એ છે કે, તે 6 એરબેગ્સ સાથે આવે છે, જે તેને એક મજબૂત સેફટી ઓપ્શન બનાવે છે. Tata Punch હાલમાં 2 એરબેગ્સ ઓફર કરે છે. જોકે, Punch માં ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC) સાથે આવે છે, જે Exter ઓફર કરતું નથી. અન્ય સેફટી ફીચર્સમાં ABS+EBD અને પાછળના પાર્કિંગ સેન્સર, સમાન છે.

એન્જિન અને પર્ફોર્મન્સ

Hyundai Exter CNG 4-સિલિન્ડર એન્જિન દ્વારા સંચાલિત છે, જ્યારે Punch CNG 3-સિલિન્ડર એન્જિન દ્વારા સંચાલિત છે. આમ છતાં, Punch પાવરમાં આગળ છે, જે Exter ના 68bhp અને 95.2nm તુલનામાં 72.4bhp અને 103nm ટોર્ક ઉત્પન્ન કરે છે. પર્ફોર્મન્સની દ્રષ્ટિએ, Punch CNG વધુ પાવરફૂલ લાગે છે.

કઈ કાર વધુ આર્થિક છે?

હ્યુન્ડાઇ એક્સટર સીએનજી 27.1 કિમી/કિલોગ્રામની માઇલેજ આપે છે, જ્યારે ટાટા પંચ સીએનજી 26.99 કિમી/કિલોગ્રામ આપે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now