Hero Xtreme 125R or TVS Raider : ભારતમાં અત્યારે 125cc બાઇક સેગમેન્ટમાં ભારે તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને યુવા જનરેશન અને ઓફિસ જતાં લોકો હવે સ્ટાઇલિશ અને વધુ માઇલેજ આપતી બાઇક્સ પસંદ કરી રહ્યા છે. આ રેસમાં TVS Raider અને Hero Xtreme 125R બંને એકબીજાને જબરદસ્ત કોમ્પિટિશન આપી રહી છે. લુકમાં બંને સ્પોર્ટી છે, પણ તમારા માટે કઈ બાઇક બેસ્ટ સાબિત થશે? જાણો બંને બાઇક વિશેની સંપૂર્ણ માહિતી.
કિંમત અને એન્જિન પાવર
જો બજેટની વાત કરીએ તો TVS Raider થોડી સસ્તી છે, જેની એક્સ-શોરૂમ કિંમત લગભગ 84,387 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે Hero Xtreme 125R માટે તમારે 90,800 રૂપિયા જેટલો ખર્ચ કરવો પડશે. બંનેમાં 125cc નું એન્જિન છે, પણ રાઇડરનું એન્જિન ઘણું સ્મૂધ અનુભવાય છે, જ્યારે Xtreme 125R થોડી વધુ પાવરફુલ અને સ્પોર્ટી ફીલ આપે છે.
સ્પીડ અને માઇલેજ
પરફોર્મન્સના મામલે Hero Xtreme 125R યુવાનોને વધુ આકર્ષી શકે છે, કારણ કે, તે માત્ર 6 સેકન્ડમાં 60 કિમીની સ્પીડ પકડી લે છે. માઇલેજની વાત કરીએ તો, Xtreme 125R માં લગભગ 66 કિમી/લીટરની એવરેજ મળે છે. બીજી તરફ, TVS Raider પરિસ્થિતિ મુજબ 56 થી 70 કિમી/લીટરની વચ્ચે માઇલેજ આપે છે, જે તેને લોંગ રાઈડ માટે સારી બનાવે છે.
Also Read This: ઓફિસ કે કોલેજ જવા માટે બેસ્ટ 125cc નું સ્કૂટર શોધી રહ્યા છો?
સ્માર્ટ ફીચર્સ અને ટેકનોલોજી
ટેકનોલોજીના મામલે TVS Raider ખરેખર આગળ છે. તેમાં તમને રાઈડ મોડ્સ, બ્લૂટૂથ કનેક્ટિવિટી, નેવિગેશન અને આધુનિક TFT ડિસ્પ્લે જેવા હાઈ-ટેક ફીચર્સ મળે છે. વળી, તેની સીટ નીચે આપેલી સ્ટોરેજ સુવિધા તેને રોજિંદા વપરાશ માટે વધુ પરફેક્ટ છે. Hero Xtreme 125R માં પણ ડિજિટલ ડિસ્પ્લે અને કનેક્ટિવિટી મળે છે, પણ તે ટેકનોલોજી કરતાં પાવર પર વધુ ફોકસ કરે છે.
સેફ્ટી અને બ્રેકિંગ સિસ્ટમ
સેફ્ટીના મામલે Hero Xtreme 125R મેદાન મારી જાય છે. આ બાઇકમાં ડ્યુઅલ-ચેનલ ABS (Anti-lock Braking System) આપવામાં આવ્યું છે, જે અચાનક બ્રેક મારતી વખતે બાઇકને સ્લીપ થવાથી બચાવે છે. TVS Raider માં સિંગલ-ચેનલ ABS અને સિંક્રોનાઇઝ્ડ બ્રેકિંગ મળે છે. વજનમાં રાઇડર હલકી હોવાથી શહેરમાં ચલાવવી સરળ છે, જ્યારે એક્સ્ટ્રીમ થોડી ભારે હોવાથી હાઈવે પર સારી પકડ જાળવી રાખે છે.
કઈ બાઇક ખરીદવી જોઈએ?
જો તમને લેટેસ્ટ ટેકનોલોજી, વધુ ફીચર્સ અને ઓછું બજેટ જોઈતું હોય તો TVS Raider શ્રેષ્ઠ છે. પરંતુ જો તમે સેફ્ટી (ABS), સ્પોર્ટી લુક અને ફાસ્ટ એક્સિલરેશનના શોખીન હોવ તો Hero Xtreme 125R તમારા માટે પરફેક્ટ ચોઈસ બની શકે છે.




















