Home Automobile Looking For The Best 125cc Scooter To Go To Office Or College Know About Five Such Scooters

ઓફિસ કે કોલેજ જવા માટે બેસ્ટ 125cc નું સ્કૂટર શોધી રહ્યા છો? : આ 5 સ્કૂટરમાં મળશે સ્ટાઇલિશ લુક અને સ્માર્ટ ફીચર્સ!

ઓફિસ કે કોલેજ જવા માટે બેસ્ટ 125cc નું સ્કૂટર શોધી રહ્યા છો?
Published by: OBS Bureau
Last Updated: Mar 17, 2026, 10:10 AM IST

125cc Scooter : આજના સમયમાં ટુ-વ્હીલર માર્કેટમાં 125cc સ્કૂટરની માંગ ઝડપથી વધી રહી છે. ખાસ કરીને ઓફિસ જતાં પ્રોફેશનલ્સ અને કોલેજ સ્ટુડન્ટ્સ માટે આ સ્કૂટર્સ એક શાનદાર ઓપ્શન છે. કારણ કે આ સ્કૂટર્સમાં કમ્ફર્ટ, માઇલેજ, બજેટ-ફ્રેંડલી અને શાનદાર ફીચર્સ પણ મળે છે. શું તમે પણ રોજિંદા અપ-ડાઉન માટે નવું સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ₹80,000 ની આસપાસની કિંમતમાં ઘણા સારા સ્કૂટરના ઓપ્શન ઉપલબ્ધ છે. જાણો એવા 5 સ્કૂટર વિશેની માહિતી.

Suzuki Access 125 : ભરોસો અને પરફોર્મન્સ

સુઝુકી એક્સેસ 125 ભારતીય બજારમાં એક અત્યંત લોકપ્રિય અને વિશ્વસનીય નામ છે. તેના નવા મોડલમાં કંપનીએ ડિજિટલ મીટર અને સ્માર્ટફોન કનેક્ટિવિટી કેવા મોડર્ન ફીચર્સ આપ્યા છે. આ સ્કૂટર તેની સ્મૂધ રાઈડ અને લો-મેન્ટેનન્સ માટે જાણીતું છે, સાથે જ બજેટ-ફ્રેંડલી છે.સુઝુકી એક્સેસની એક્સ-શોરૂમ કિંમત ₹80,038 છે.

TVS Jupiter 125 : ફેમિલી માટે પરફેક્ટ ચોઇસ

TVS Jupiter 125 ને ખાસ કરીને ભારતીય પરિવારોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આ સ્કૂટરની સૌથી મોટી ખાસિયત તેની વિશાળ સ્ટોરેજ ક્ષમતા (અન્ડર-સીટ સ્ટોરેજ) છે. આ ઉપરાંત, તેમાં સ્માર્ટ કનેક્ટેડ ડિસ્પ્લે પણ મળે છે જે રાઈડિંગ દરમિયાન મહત્વની માહિતી પૂરી પાડે છે. ભારતીય બજારમાં ₹78,400 ની એક્સ-શોરૂમ કિંમતે TVS Jupiter 125 ઉપલબ્ધ છે.

Honda Activa 125 : લોકપ્રિય અને સ્માર્ટ

હોન્ડા એક્ટિવા દાયકાઓથી ભારતીયોની પહેલી પસંદ રહ્યું છે. એક્ટિવા 125 માં હવે ડિજિટલ ડેશબોર્ડ અને એડવાન્સ સ્માર્ટ ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે, જે તમારી સવારીને વધુ સરળ અને સ્માર્ટ બનાવે છે. લોંગ-ટર્મ ડ્યુરેબિલિટી માટે આ સ્કૂટર બેસ્ટ માનવામાં આવે છે. Honda Activa 125 ની એક્સશોરૂમ કિંમત ₹92,325 માં ઉપલબ્ધ છે.

Yamaha Fascino 125 : સ્ટાઇલ અને લાઈટવેઈટ ડિઝાઇન

જો તમને સ્ટાઇલિશ અને હલકું સ્કૂટર ગમે છે, તો Yamaha Fascino 125 તમારા માટે બેસ્ટ છે. તેની ડિઝાઇન ખૂબ જ આકર્ષક છે અને તે શહેરી ટ્રાફિકમાં હેન્ડલ કરવામાં ખૂબ સરળ છે. આમાં પણ સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથેનું ડિજિટલ કન્સોલ જોવા મળે છે. Yamaha Fascino 125 ની એક્સશોરૂમ કિંમત ₹76,000 છે.

TVS Ntorq 125 : પરફોર્મન્સ અને હાઇ-ટેક ફીચર્સનું કોમ્બિનેશન

TVS Ntorq 125 એવા લોકો માટે છે, જેમને પાવરફુલ પરફોર્મન્સ અને હાઇ-ટેક ફીચર્સ ગમે છે. તેમાં નેવિગેશન આસિસ્ટન્સ, સ્માર્ટફોન પેરિંગ અને રાઈડ ડેટા એનાલિટિક્સ જેવા પ્રીમિયમ ફીચર્સ મળે છે, જે યુવા જનરેશનને ખૂબ જ આકર્ષે છે. આ સ્કૂટરની એક્સશોરૂમ કિંમત ₹90,550 છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now