Home Gujarat Where Did The Rain Go What Is The Rain Forecast For Gujarat In The Coming Days

ક્યાં ગયો વરસાદ? : શું છે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની આગાહી?

ક્યાં ગયો વરસાદ?
Published by: OBS Bureau
Last Updated: Aug 06, 2025, 03:30 AM IST

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસું થોથું થઈ ગયું છે, જોકે આગામી દિવસોમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ, આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ અનુસાર, આજે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ થવાની શક્યતા છે. ખાસ કરીને:

  • સૌરાષ્ટ્ર-કચ્છ: જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, મોરબી, પોરબંદર, દ્વારકા સહિતના વિસ્તારો

  • ઉત્તર ગુજરાત: પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી વગેરે

  • દક્ષિણ ગુજરાત: સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી

  • મધ્ય ગુજરાત: વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે:

  • 6થી 12 ઓગસ્ટ: રાજયમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડશે.

  • 13-14 ઓગસ્ટ: MJO ફેઝ 2માં પ્રવેશશે, જેના કારણે ચોમાસું વધુ સક્રિય થશે.

  • 17 ઓગસ્ટ પછી: બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ વિકસે તેવી સંભાવના છે.

  • 19 થી 22 ઓગસ્ટ: રાજ્યના અનેક ભાગોમાં ભારે થી અતિભારે વરસાદ શક્ય છે.

  • 20 ઓગસ્ટ પછી: મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી પરિસ્થિતિ બની શકે છે, કેટલાક વિસ્તારોમાં નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

દક્ષિણ ગુજરાત (સુરત, નવસારી, વલસાડ), દક્ષિણ સૌરાષ્ટ્ર, વડોદરા, ભરૂચ, સાપુતારા, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 20 ઓગસ્ટથી ઓગસ્ટના અંત સુધીમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના છે.

ખેડૂતો માટે ખાસ સૂચના

અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે ચોમાસું ફરી સક્રિય થવાને કારણે ખેડૂતોએ ચિંતાની જરૂર નથી. ખેતી માટે અનુકૂળ વાતાવરણ બનવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now