રાજકોટમાં એક વર્ષ પહેલા TRP ગેમ ઝોનમાં ભયંકર આગ લાગી હતી. આ આગમાં 27 લોકોના મોત થયા હતા. આ ઘટનાને એક વર્ષ પર્ણ થતા રાજકોટ શહેર કોંગ્રેસ દ્રારા વિરોધ અને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સ કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ દ્રારા યોજવામાં આવી હતી. જેમાં તેમણે TRP કાંડમાં મૃતક પરિવારોને પૂરતું વળતર મળ્યું નથી તેવા વિવિધ મુદ્દા ઉઠાવ્યા હતા.
કોંગ્રેસ પક્ષ કાનૂની અને રાજકીય લડાઈ લડવા સજ્જ
પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા કહ્યું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ જણાવ્યું હતું કે TRP ગેમ ઝોનમાં મૃતક પરિવારને પૂરતું વળતર ચૂકવવામાં સરકાર અસફળ રહી છે. હરણીકાંડમાં મૃતકોને પરિવારોને 31 લાખ અને મોરબી કાંડમાં મૃતક પરિવારોને 21 લાખ કોંગ્રેસના આંદોલન પછી સરકાર ઉપર દબાણ આવતા ચૂકવવાની ફરજ પડી છે. ટીઆરપી ગેમ ઝોન મુદ્દે સરકારે મગનું નામ મરી નથી પાડી રહી. ટીઆરપી ગેમ ઝોનના મૃતક પરિવાર સાથેની લડાઈમાં અમે સહભાગી છીએ પરિવારો બહાર આવતા ડરી રહ્યા છે. આ મુદ્દાને લઈ રાજકોટ કોંગ્રેસ સંવેદનારથ, પત્રિકા જનજાગૃતિ અભિયાન અને લડાઈ કોંગ્રેસ પક્ષ કરી રહી છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવામાં આવશે. રાહુલ ગાંધીએ વીડિયો કોનફન્સ કરી મૃતકોના પરિવારોને સાંત્વના આપી અને સંસદમાં મુદ્દો જ્યારે ઉઠાવવામાં આવ્યો ત્યાર પછી આ સંવેદનશીલ અને મૃદુ બનેલી સરકાર એક્શનમાં આવી હતી.
ભાજપ પર આક્ષેપ કરતા લાલજીભાઈ દેસાઈએ કહ્યું જરાતમાં લોકતંત્ર ને બદલે ગુંડા અને દંડાનું રાજ ચાલી રહ્યું છે. જનતાને દબાવવા માંગે છે. રાજ્યમાં હજારો કરોડના ભ્રષ્ટાચાર મંત્રીના પુત્રો દ્વારા થઈ રહ્યા છે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે ગાંધી છાપ વગર ક્યાંય કામ થતા નથી ગુજરાતમાં આજે અમલદાર રાજ ચાલે છે આ સરદાર અને ગાંધીનું ગુજરાતને બદલે ગુંડા અને મવાલીઓનું ગુજરાત બની ગયું છે.
ચૂંટણી પહેલા પોલીસ એક્શન મોડમાં: DGP ડૉ. કે.એલ.એન. રાવની ઉચ્ચ સ્તરીય બેઠક, અસામાજિક તત્વો સામે 'પાસા' લગાવવા આદેશ






