Home Tech/Gadgets Whatsapp Incognito Chat Meta Ai Private Feature Gujarati

WhatsApp પર હવે કોઈ નહીં વાંચી શકે તમારી સિક્રેટ ચેટ! : Meta લાવ્યું નવું ધાંસુ ફીચર

WhatsApp Incognito Chat
Published by: Viral Patel
Last Updated: May 14, 2026, 03:06 PM IST

WhatsAppનું Incognito Chat: દુનિયાભરમાં AI ચેટબોટ્સનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે, પરંતુ સાથે જ લોકોની સૌથી મોટી ચિંતા છે, પ્રાઈવસી... હવે WhatsApp અને Meta એ આ જ સમસ્યાનો ઉકેલ લાવવા માટે “Incognito Chat” નામનું નવું ફીચર રજૂ કર્યું છે. આ ફીચર દ્વારા યુઝર્સ Meta AI સાથે એવી ખાનગી વાતચીત કરી શકશે જેને Meta પોતે પણ વાંચી શકશે નહીં.

તાજેતરમાં Meta એ જાહેરાત કરી છે કે WhatsApp અને Meta AI એપમાં “Incognito Chat” ફીચર લોન્ચ કરવામાં આવશે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ ફીચર “Private Processing” ટેક્નોલોજી પર આધારિત છે, જે ચેટને સંપૂર્ણપણે સુરક્ષિત અને તાત્કાલિક બનાવે છે. હાલના સમયમાં લોકો AI પાસે માત્ર સામાન્ય સવાલો જ નથી પૂછતા, પરંતુ હેલ્થ, ફાઇનાન્સ, રિલેશનશિપ, કામકાજ અને વ્યક્તિગત જીવન સંબંધિત સંવેદનશીલ માહિતી પણ શેર કરે છે. આવી સ્થિતિમાં ડેટા સંગ્રહ અને મોનિટરિંગ અંગેની ચિંતાઓ સતત વધી રહી હતી. Meta હવે આ નવા ફીચર દ્વારા વિશ્વાસ વધારવાનો પ્રયાસ કરી રહી છે.

Redmi Turbo 5 માં મળશે બે દિવસ સુધી ચાલતી મોટી બેટરી : માત્ર બેટરી નહીં, આ 5 કારણો ફોનને બનાવે છે ખાસ!

શું છે Incognito Chat?

Incognito Chat એ Meta AI માટેનો એક પ્રાઈવેટ મોડ છે. જ્યારે યુઝર આ મોડમાં AI સાથે વાતચીત શરૂ કરશે ત્યારે તે ચેટ સામાન્ય ચેટ હિસ્ટરીમાં સેવ નહીં થાય. કંપનીનું કહેવું છે કે આ વાતચીત end-to-end સુરક્ષિત વાતાવરણમાં પ્રોસેસ થશે અને Meta સહિત કોઈપણ તેને વાંચી શકશે નહીં. આ ફીચર બ્રાઉઝરના Incognito Mode જેવી કલ્પના પર કામ કરે છે, પરંતુ Metaનો દાવો છે કે તેનું સિસ્ટમ અન્ય AI પ્લેટફોર્મ કરતાં વધુ પ્રાઈવેટ છે. કારણ કે કેટલાક AI પ્લેટફોર્મ “ટેમ્પરરી ચેટ” આપે છે, છતાં તેઓ થોડા સમય સુધી ડેટા સ્ટોર રાખે છે. Meta કહે છે કે તેના Incognito Chatમાં ચેટ ડિફોલ્ટ રીતે ગાયબ થઈ જશે.

કેવી રીતે કામ કરશે નવું ફીચર?

Meta અનુસાર જ્યારે યુઝર Meta AI સાથે Incognito Chat શરૂ કરશે ત્યારે ચેટ હિસ્ટરી સેવ નહીં થાય, મેસેજ આપમેળે ડિલીટ થશે, સેશન પૂર્ણ થયા પછી AI કોન્ટેક્સ્ટ ભૂલી જશે, Meta અથવા અન્ય કોઈને ચેટ ઍક્સેસ નહીં મળે, સુરક્ષિત ક્લાઉડ એન્વાયર્નમેન્ટમાં પ્રોસેસિંગ થશે. આ સમગ્ર સિસ્ટમ Trusted Execution Environments (TEE) જેવી સુરક્ષા ટેક્નોલોજી પર આધારિત હોવાનું કહેવાય છે. Metaના WhatsApp હેડ Will Cathcartએ જણાવ્યું કે લોકો હવે AIને જીવનના મહત્વના સવાલો પૂછે છે અને દરેક વાતચીત કંપનીઓ સાથે શેર કરવી જરૂરી લાગતી નથી.

WhatsApp માં શરૂ થયો ‘સિક્રેટ AI મોડ’ : જાણો શું બદલાશે તમારા માટે

હાલમાં શું મર્યાદાઓ રહેશે?

હાલ માટે આ ફીચર માત્ર ટેક્સ્ટ આધારિત રહેશે. એટલે કે યુઝર્સ ફોટો અપલોડ કરી શકશે નહીં અને AI ઇમેજ જનરેશન જેવી સુવિધાઓ ઉપલબ્ધ નહીં હોય. કંપનીનું કહેવું છે કે શરૂઆતમાં સુરક્ષા અને પ્રાઈવસી પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત Meta એ કેટલીક “Safety Guardrails” પણ ઉમેરેલી છે, જેથી AI ખતરનાક અથવા ગેરકાયદેસર પ્રશ્નોના જવાબ ન આપે.

“Side Chat” નામનું વધુ એક ફીચર પણ આવશે

Incognito Chat સાથે Meta એ “Side Chat” ફીચરની પણ જાહેરાત કરી છે. આ ફીચર દ્વારા યુઝર કોઈ ચાલી રહેલી WhatsApp ચેટ દરમિયાન ખાનગી રીતે Meta AI પાસે મદદ મેળવી શકશે. ઉદાહરણ તરીકે, જો કોઈ ગ્રુપમાં ફિલ્મ, રેસ્ટોરન્ટ અથવા પ્રવાસ અંગે ચર્ચા ચાલી રહી હોય તો યુઝર અલગથી Meta AI પાસે માહિતી માંગીને સલાહ મેળવી શકશે, પરંતુ મુખ્ય ચેટમાં તેનો પ્રભાવ નહીં પડે. Metaનું કહેવું છે કે Side Chat પણ Private Processing ટેક્નોલોજીથી સુરક્ષિત રહેશે.

10x ઓપ્ટિકલ ઝૂમ સાથે Oppo Find X9 Ultra માર્કેટમાં મચાવશે ધૂમ : ગેમિંગથી લઈને 8K વીડિયો સુધી બધું જ સ્મૂથ!

અન્ય AI પ્લેટફોર્મથી કેવી રીતે અલગ?

હાલમાં OpenAI નું ChatGPT, Google નું Gemini અને Anthropic નું Claude પણ ટેમ્પરરી અથવા Incognito પ્રકારની ચેટ સુવિધા આપે છે. પરંતુ અનેક રિપોર્ટ મુજબ આ સેવાઓ કેટલાક સમય માટે ડેટા સ્ટોર રાખે છે. Meta હવે પોતાને “સંપૂર્ણ પ્રાઈવેટ AI ચેટ” ઓફર કરનાર કંપની તરીકે રજૂ કરી રહી છે. કંપનીનો દાવો છે કે અહીં “No Logs” મોડેલ હશે એટલે સર્વર પર પણ કન્વર્સેશનનો રેકોર્ડ નહીં રહે.

યુઝર્સને ક્યારે મળશે ફીચર?

કંપનીએ જણાવ્યું છે કે Incognito Chat આગામી થોડા મહિનાઓમાં ધીમે ધીમે WhatsApp અને Meta AI એપમાં રોલઆઉટ થશે. શરૂઆતમાં તમામ દેશોમાં એકસાથે ઉપલબ્ધ નહીં બને.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now