ડેટા સેવિંગ સેટિંગ્સ: ૧.૫GB ડેટા હવે આખો દિવસ ચાલશે, ફોનમાં કરો આ ૩ નાના ફેરફાર
આજના સમયમાં સ્માર્ટફોનનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જેને કારણે ૧.૫GB કે ૨GB ડેટા ક્યારે પૂરો થઈ જાય છે તેની ખબર પણ પડતી નથી. ઘણા યુઝર્સે દિવસ પૂરો થાય તે પહેલા જ વધારાનું ડેટા પેક રિચાર્જ કરાવવું પડે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા ફોનની કેટલીક સેટિંગ્સમાં ફેરફાર કરીને તમે આ ડેટાનો આખો દિવસ આનંદ માણી શકો છો?
૧. યોગ્ય નેટવર્ક મોડ પસંદ કરો (5G vs 4G)
જો તમે 5G સ્માર્ટફોન વાપરો છો, તો યાદ રાખો કે 4G કરતા 5G નેટવર્ક ઘણો વધારે ડેટા વાપરે છે. જો તમને હાઈ-સ્પીડની જરૂર ન હોય, તો ફોનની સેટિંગ્સમાં જઈને 'Mobile Network' માં 4G મોડ પસંદ કરો. જો 5G વાપરવું જરૂરી હોય, તો સેટિંગ્સમાં ‘Use Less Data’ નો વિકલ્પ ઓન રાખો.
૨. ડેટા સેવર મોડ (Data Saver Mode) ચાલુ કરો
ઇન્ટરનેટનો બચાવ કરવાની આ સૌથી અસરકારક રીત છે. ફોનના સેટિંગ્સમાં જઈને 'Data Saver' સર્ચ કરો અને તેને ચાલુ કરી દો. આ મોડ ઓન કરવાથી બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્સ તમારો ડેટા બિનજરૂરી રીતે વાપરી શકશે નહીં, જેનાથી ડેટાની મોટી બચત થશે.
૩. બેકગ્રાઉન્ડ ડેટા લિમિટ સેટ કરો
ઘણી એપ્સ તમે વાપરતા ન હોવા છતાં પણ બેકગ્રાઉન્ડમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરીને અપડેટ થતી રહે છે. ફોનની સેટિંગ્સમાં ‘Apps’ વિભાગમાં જઈને દરેક એપ માટે ‘Background Data Usage’ બંધ કરી શકાય છે. આનાથી માત્ર એ જ એપ ડેટા વાપરશે જેને તમે તે સમયે ખોલી હશે.





