Home Business What Will Be In The New Income Tax Bill

આવકવેરાના આવશે નવા નિયમો! : શું હશે નવા ઈનકમ ટેક્સ બિલમાં?

આવકવેરાના આવશે નવા નિયમો!
Published by: OBS Bureau
Last Updated: Feb 08, 2025, 03:59 PM IST

સોમવારે સંસદમાં નવુ્ં ઈનકમ ટેક્સ બિલ રજૂ થાય તેવી સંભાવના છે. આ બિલને આ સત્રનું સૌથી મહત્વનું બિલ માનવામાં આવી રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન આ બિલ લાવવાની જાહેરાત કરી હતી. જે બાદ સૌ કોઈ આ બિલમાં શું હશે તેનો ક્યાસ લગાવી રહ્યા છે. અહેવાલો તો એવા પણ છે કે, જો તમામ પાસા સવળા પડ્યા તો પહેલી એપ્રિલથી નવી ઈનકમ ટેક્સ સિસ્ટમ લાગૂ થઈ શકે છે. આ બિલમાં ઈનકમ ટેક્સના વર્ષો જૂના કાયદામાં ફેરફારો કરવાની અને ટેક્સ સિસ્ટમના સરળીકરણની જોગવાઈ છે.

યૂઝરે ફ્રેન્ડલી બનાવવા પર ભાર
આ નવા બિલમાં કરવેરાની સિસ્ટમને યૂઝર ફ્રેન્ડલી બનાવવા પર ભાર મુકવામાં આવી શકે છે. નવો કાયદો ઓછા શબ્દોમાં અને સરળ ભાષામાં લખવામાં આવશે જેથી સામાન્ય લોકો તેને સમજી શકે. વર્તમાન કાયદો 6 લાખ શબ્દોમાં લખાયેલો છે, જે અડધો કરવામાં આવશે. એનો અર્થ એ કે ઓછી જટિલતા, ઓછી મૂંઝવણ. આ સાથે આ બિલમાં ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે બસ તેને સરળ કરવામાં આવશે.

પ્રક્રિયા ડિજિટલ કરવા પર ભાર
કર ભરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલાઇઝ્ડ કરવામાં આવશે. આનાથી કાગળનું કામ ઘટશે અને લોકો સરળતાથી તેમના કરવેરા ફાઇલ કરી શકશે.સરકારનું ધ્યાન ટેક્સ મુકદ્દમા ઘટાડવા પર રહેશે. ઘણા ગુનાઓ માટે સજામાં ઘટાડો કરવાની જોગવાઈ પણ હોઈ શકે છે.સરકાર કરવેરા નિયમોને વધુ સ્પષ્ટ અને પારદર્શક બનાવશે જેથી કોઈ સમસ્યા ન રહે. આનાથી કરદાતાઓને ઓછી મુશ્કેલી પડશે અને કર બચાવવા માટે ખોટી પદ્ધતિઓ અપનાવવાની જરૂર રહેશે નહીં.

આ સાથે એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે, સરકાર નવું ટેક્સ યર લાગૂ કરી શકે છે એટલે કે , અસેસમેન્ય યર અને ફાઈનાન્સિયલ યરને મર્જ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. ટેક્સ ફાઈલિંગના નિયમોને વધુ સરળ બનાવવામાં આવી રહ્યા છે.જો આ બિલ પસાર થઈ જશે તો ભારતમાં કર ચૂકવવાનું અને સમજવાનું પહેલા કરતાં વધુ સરળ અને સ્પષ્ટ બનશે. હવે જોવાનું એ રહે છે કે ક્યારે આ બિલ પાસ થાય છે અને ક્યારે તેને લાગૂ કરવામાં આવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now