Home Sports What Is The Reason Behind Mary Kom Marriage Breaking Up Is She Really Separating From Her Husband After 20 Years

મેરી કોમના લગ્ન તૂટવા પાછળ શું છે કારણ? : શું ખરેખર 20 વર્ષ પછી પતિથી થઈ રહી છે અલગ?

મેરી કોમના લગ્ન તૂટવા પાછળ શું છે કારણ?
Published by: OBS Bureau
Last Updated: Apr 09, 2025, 02:20 PM IST

Mary Kom And Karung Onkholer Divorce Rumors: બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ 2014માં ફિલ્મ 'મેરી કોમ' કરી હતી. આ ફિલ્મમાં બોક્સિંગ ક્વીન અને તેના પતિ કરુંગ ઓનલરની લવ સ્ટોરી દર્શાવવામાં આવી હતી. હવે મેરી કોમના અંગત જીવનને લઈને એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર એવી ચર્ચા છે કે તે પોતાના પતિ કરુંગ ઓનલરને છૂટાછેડા આપી શકે છે. અહેવાલ મુજબ બંને છેલ્લા કેટલાક સમયથી એકબીજાથી અલગ રહે છે. આ સમાચારે ચાહકોને ચોંકાવી દીધા છે. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ઓનલર 2022 માં મણિપુર વિધાનસભાની ચૂંટણી હારી ગયા, ત્યારબાદ મેરી કોમ અને તેની વચ્ચેના સંબંધોમાં કથિત તિરાડ પડવા લાગી.

લગ્ન તૂટવાનું શું છે કારણ?
રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે મેરી કોમના જીવનમાં કોઈ બીજું આવ્યું છે. તે ક્રિકેટર હિતેશ ચૌધરીને ડેટ કરી રહી છે. આ અહેવાલોમાં કેટલું સત્ય છે? તેની પુષ્ટિ અમે કરી રહ્યા નથી. દરમિયાન, મેરી કોમ અને કરુંગ ઓનલેરે હજી સુધી છૂટાછેડાના સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. હાલમાં પતિ કરુંગ ઓન્લરથી અલગ થયા પછી મેરી કોમ પોતાના બાળકો સાથે ફરીદાબાદના ઘરમાં રહે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now