Opt Vikalp in IRCTC: IRCTC એપ દ્વારા ટિકિટ બુક કરવાની પદ્ધતિ ટ્રેનમાં મુસાફરી કરતા મોટાભાગના લોકોને ખબર હશે. ઘણી વખત આ એપ્લિકેશનથી સીધી કન્ફર્મ ટિકિટ મેળવવી શક્ય નથી. તેના માટે તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી, બસ આ એપમાં જ ‘Opt Vikalp’ પસંદ કરો. 7 ટ્રેનોના વિકલ્પો હશે. જેમાંથી તમે ઓછામાં ઓછી એક ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મેળવી શકો છો. જાણો Opt Vikalp કેવી રીતે કામ કરે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય?
IRCTC એપમાં કયા છે ‘વિકલ્પો’ ?
ભારતીય રેલ્વેની આઈઆરસીટીસી એપમાં ટ્રેનની ટિકિટ બુક કરવા, ફૂડ ઓર્ડર કરવા અને ટ્રેઈન ટ્રેકિંગ ઉપરાંત અન્ય ઘણી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. ફોનમાં આ એપ ડાઉનલોડ કર્યા બાદ સ્ટેપ બાય સ્ટેપ ટિકિટ બુક થાય છે. પરંતુ શું તમે ક્યારેય તેમાં Opt Vikalp ને ધ્યાનમાં લીધું છે? શું તમે જાણો છો કે એપમાં તેનું કાર્ય શું છે? જો તમને ખબર નથી તો આજે અમે તમને તેના વિશે જણાવીશું, તે તમને કન્ફર્મ ટિકિટ મેળવવામાં કેવી રીતે મદદ કરી શકે છે.
કેવી રીતે મેળવવી કન્ફર્મ ટિકિટ ?
ભારતીય રેલવેની IRCTC એપ પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. તેને ડાઉનલોડ કર્યા પછી તમારે જે અંતરની ટિકિટ જોઈએ છે તે પસંદ કરો. આમાં તમારી પર્સનલ વિગતો ભર્યા પછી તમારે મુસાફરી સંબંધિત માહિતી ભરવાની રહેશે. ત્યારબાદ પેમેન્ટ ઓપ્શન દેખાશે. આટલું કર્યા પછી પણ ઘણી વખત ટિકિટ વેઈટિંગ જ રહે છે. Opt Vikalp નો ઉપયોગ આ સ્થિતિમાં જ થાય છે.
Opt Vikalp નો ઉપયોગ
IRCTC એપ પરથી ટિકિટ બુક કરાવ્યા પછી તમારા માય બુકિંગ પર જાઓ. ત્યાં બુક કરેલી ટ્રેનની ઉપર ત્રણ ડોટ્સ દેખાશે, જેના પર ક્લિક કર્યા પછી Opt Vikalp નો ચોથો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કર્યા પછી કેટલાક નિયમો અને શરતો દેખાશે, જેને સ્વીકારવાની રહેશે. પછી તમારી સ્ક્રીન પર ટ્રેનોનું લિસ્ટ ખુલશે.
જેમાંથી કોઈપણ 7 ટ્રેન પસંદ કરવાનો વિકલ્પ દેખાશે. આ એ જ ટ્રેનો હશે જેમાં તમારા રૂટની ટિકિટ હશે. આ પછી તમને આમાંથી કોઈપણ એક ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મળશે.





















