Home Sports What Did The Teams Head Coach Say About Retiring Harleen Deol

Harleen Deol ને રિટાયર્ડ આઉટ કરવાના મુદ્દે ટીમના હેડ કોચએ શું કહ્યું? : મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં કર્યું કમબેક!

Harleen Deol ને રિટાયર્ડ આઉટ કરવાના મુદ્દે ટીમના હેડ કોચએ શું કહ્યું?
Published by: OBS Bureau
Last Updated: Jan 16, 2026, 08:07 AM IST

Women's Premier League 2026: મહિલા પ્રીમિયર લીગ (WPL) 2026 ની સીઝનમાં ક્રિકેટના મેદાન પર ડ્રામા, ઇમોશન અને રોમાંચની કોઈ કમી નથી. હાલમાં યુપી વોરિયર્સ (UPW) ની સ્ટાર બેટ્સમેન હરલીન દેઓલ સાથે જે બન્યું, તેને ક્રિકેટ જગતમાં નવી ચર્ચા જગાવી છે. અપમાનજનક સ્થિતિમાંથી બહાર આવીને હરલીન દેઓલએ જે રીતે વળતો પ્રહાર કર્યો છે, તે કોઈપણ ખેલાડી માટે શીખ સમાન છે.

આઘાતજનક નિર્ણય અને વિવાદ

દિલ્હી કેપિટલ્સ (DC) સામેની મેચ દરમિયાન હરલીન દેઓલ એક વિચિત્ર અને આઘાતજનક સ્થિતિમાં મુકાઈ હતી. તે 47 રન પર રમી રહી હતી અને પોતાની હાફ-સેન્ચુરીની નજીક હતી, ત્યારે ટીમના હેડ કોચ અભિષેક નાયરે તેને 'રિટાયર્ડ આઉટ' થઈને પેવેલિયન પરત ફરવાનું કહ્યું. આ નિર્ણય પાછળનું કારણ તેનો ધીમો સ્ટ્રાઈક રેટ હોવાનું જણાવાયું હતું. કોઈપણ ખેલાડી માટે મેદાન પર રમી રહ્યા હોવા છતાં બહાર બોલવું એ માનસિક રીતે તોડી નાખનારી ક્ષણ હોય છે.

ટીમના નિર્ણયની વિપરીત અસર

ઝડપી રન બનાવવાની લાલચમાં લેવાયેલો કોચનો આ નિર્ણય યુપી વોરિયર્સ માટે ઉલટો પડ્યો. હરલીન દેઓલના ગયા પછી ટીમની બેટિંગ લાઇન-અપ પત્તાના મહેલની જેમ તૂટી પડી અને ઇનિંગ્સ ખરાબ રીતે લથડી ગઈ. સોશિયલ મીડિયા અને ક્રિકેટ પંડિતોમાં આ નિર્ણયની ભારે ટીકા થઈ, કારણ કે તે હરલીન દેઓલની ક્ષમતા પર જાહેરમાં પ્રશ્નાર્થ ચિહ્ન લગાવવા જેવું હતું.

બેટથી આપ્યો જવાબ

ખરાબ અનુભવના માત્ર થોડા જ દિવસો પછી, 15 જાન્યુઆરીના રોજ મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામેની મેચમાં હરલીને મેદાનમાં ઉતરીને બધાના મોઢા બંધ કરી દીધા. ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે હરલીન દેઓલએ માત્ર 39 બોલમાં 64 રનની (નોટઆઉટ) ઇનિંગ રમી, જેમાં 12 શાનદાર ચોગ્ગા સામેલ હતા. 162 રનના મુશ્કેલ લક્ષ્યને હરલીન દેઓલએ પોતાની બેટિંગથી સરળ બનાવી દીધું અને યુપીને 7 વિકેટે જીત અપાવી.

હરલીન દેઓલનું નિવેદન

જીત મેળવ્યા પછી પણ હરલીન દેઓલએ કોઈ આક્રમક ઉજવણી કરી ન હતી. તેને શાંત રહીને સાબિત કર્યું કે, તેનામાં કેટલો આત્મવિશ્વાસ છે. મેચ પછી તેણે કહ્યું કે, "મેં કંઈ ખાસ બદલ્યું નથી, બસ બોલ પર ધ્યાન આપ્યું અને ટાઈમિંગ જાળવી રાખ્યું." આ નિવેદન દર્શાવે છે કે, તે વિવાદોને બદલે રમત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં માને છે.

હરમનપ્રીત કૌરની પ્રશંસા

હરલીન દેઓલની આ હિંમત જોઈને વિરોધી ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પણ પ્રભાવિત થઈ હતી. તેને હરલીન દેઓલની માનસિકતાના વખાણ કરતા કહ્યું કે, "રિટાયર્ડ આઉટ થવું એ મુશ્કેલ છે, પરંતુ હરલીન દેઓલએ જે રીતે કમબેક કર્યું તે પ્રશંસનીય છે." આ પર્ફોમન્સે યુપી વોરિયર્સના ડ્રેસિંગ રૂમમાં ફરી એકવાર ઉત્સાહ ભરી દીધો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now