Home Gujarat What Did Ranjana Desai Chairman Of The Uniform Civil Code Committee Say

''હવે UCC અંગે કમિટી ને કોઈ એક્સ્ટેન્શનની જરૂર નથી'' : કમિટીના ચેરમેન રંજના દેસાઈએ શું કહ્યું? શું છે યુનિફોર્મ સિવિલ કોડ ?

''હવે UCC અંગે કમિટી ને કોઈ એક્સ્ટેન્શનની જરૂર નથી''
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 05, 2025, 10:47 AM IST

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે આજે UCC કમિટીના ચેરમેન રંજના દેસાઈએ મુખ્યમંત્રી સાથે ઔપચારિક બેઠક કરી હતી. બેઠક બાદ તેમણે જણાવ્યું કે, ''હવે UCC અંગે કમિટી ને કોઈ એક્સ્ટેન્શનની જરૂર નથી. કમિટી દ્વારા પ્રત્યેક બેઠકના રેકોર્ડ સંભાળીને રાખવામાં આવ્યા છે, રાજ્યના દરેક જિલ્લામાં યોજાયેલ બેઠકનો વિગતવાર રેકોર્ડ ઉપલબ્ધ છે, ત્યારે અમે સમય મર્યાદામાં જ અમારું કાર્ય પૂર્ણ કરીશું.


''આ મહિનામાં થઈ શકે''

UCC કમિટીના ચેરમેન રંજના દેસાઈએ કહ્યું કે, ''રિપોર્ટ જમા થવાની કોઈ તારીખ નક્કી નથી પરંતુ આ મહિનામાં થઈ શકે છે, આ મુદ્દે વધુ વિગતો આજે બતાવી શકાશે નહી પરંતુ રિપોર્ટ જમા થયા પછી આ બાબતે વધુ ચર્ચા કરી શકાશે


''કમિટી માટે 45 દિવસનો સમયમર્યાદા નક્કી કરવામાં આવ્યો''

આ મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ બેઠક બાદ જણાવ્યું કે, “UCC અંગેનું અંતિમ રિપોર્ટ અંદાજે એક મહિનામાં રજૂ થશે, કમિટી માટે 45 દિવસનો સમયમર્યાદા નક્કી કરવામાં આવ્યો, જેમ કે કેટલાક મુદ્દાઓ પર નિષ્કર્ષ પર આવવામાં સમય લાગ્યો છે, તેથી રિપોર્ટમાં થોડી વિલંબતા થઈ છે. જ્યારે રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે, ત્યારબાદ જ UCC લાગુ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. ગુજરાતમાં UCC અંગે ચાલી રહેલી પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં છે અને આગામી દિવસોમાં મોટી જાહેરાતની શક્યતા છે.


યુનિફોર્મ સિવિલ કોડ શું છે?

સમાન નાગરિક સંહિતા સમગ્ર દેશ માટે એક કાયદો સુનિશ્ચિત કરાશે, જે તમામ ધાર્મિક અને આદિવાસી સમુદાયોને તેમની વ્યક્તિગત બાબતો જેમ કે મિલકત, લગ્ન, વારસો અને દત્તક વગેરેમાં લાગુ પડશે. જેનો અર્થ એ થયો કે ધર્મ પર આધારિત હાલના અંગત કાયદાઓ, જેમ કે હિંદુ મેરેજ એક્ટ (1955), હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ (1956) અને મુસ્લિમ પર્સનલ લો એપ્લિકેશન એક્ટ (1937) લાગુ રહેશે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now