bulandshahr case: ઉત્તર પ્રદેશમાં બુલંદશહેર સ્યાના હિંસા કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોર્ટે હિંસાના 39 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. હવે આ આરોપીઓને 1 ઓગસ્ટે સજા સંભળાવવામાં આવશે. આ આખો મામલો ઇન્સ્પેક્ટર સુબોધ સિંહની હત્યા સાથે સંબંધિત છે. 3 ડિસેમ્બર 2018 ના રોજ સ્યાનામાં હિંસા દરમિયાન ટોળાએ ઇન્સ્પેક્ટર સુબોધ સિંહની હત્યા કરી હતી.
બુલંદશહેરના સ્યાનામાં શું બન્યું હતું?
3 ડિસેમ્બર 2018ના રોજ બુલંદશહેરના સ્યાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાવ ગામમાં ગાયોના અવશેષો મળી આવ્યા બાદ હિન્દુ સંગઠનો અને ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન સ્યાના કોતવાલીના ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને હોબાળો મચાવનારા લોકોને સમજાવ્યા હતા. એવો આરોપ છે કે હિન્દુ સંગઠન સાથે જોડાયેલા યોગેશ રાજે લોકોને ઉશ્કેર્યા હતા.
ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહની હત્યા
આ ભીડ ગાયોના અવશેષોને ટ્રેક્ટર-ટ્રોલીમાં મૂકીને હાઇવે પર ચિંગરાવતી પોલીસ ચોકી પર પહોંચી ગયા ગતા. જ્યારે પોલીસે સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે લોકો ગુસ્સે થયા. એવો આરોપ છે કે ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો. હિંસા દરમિયાન ટોળાએ ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહની હત્યા કરી દીધી. આ ઘટનામાં ચિંગરાવતી નિવાસી સુમિતનું પણ ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું.






