West Bengal election results 2026: પશ્ચિમ બંગાળમાં આઝાદી પછી પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. એક્ઝિટ પોલના તારણો મુજબ જ અસલી પરિણામો આવ્યા છે અને હવે એ નક્કી થઈ ગયું છે કે પશ્ચિમ બંગાળમાં પણ ભગવો લહેરાઈ ગયો છે. ભાજપની આ જીત પર 21 રાજ્યો (જ્યાં ભાજપ કે NDAની સરકાર છે) ના નેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ કડીમાં ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમએ પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીને યાદ કરતા તેમની પંક્તિઓ દેશવાસીઓને યાદ અપાવી છે.
'અંધકાર છંટાશે, સૂરજ નીકળશે, કમળ ખીલશે'
આજથી આશરે 46 વર્ષ પહેલાં, 6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના બાદ પાર્ટીનું પ્રથમ અધિવેશન ડિસેમ્બર 1980માં મુંબઈમાં યોજાયું હતું. આ અધિવેશનમાં ભાજપના પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ અટલ બિહારી વાજપેયીએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે ભાજપનું અધ્યક્ષ પદ કોઈ અલંકારની વસ્તુ નથી. આ પદ નથી, જવાબદારી છે. પ્રતિષ્ઠા નથી, પરીક્ષા છે. આ સન્માન નથી, પડકાર છે. મને વિશ્વાસ છે કે તમારા સહયોગથી અને દેશની જનતાના સમર્થનથી હું આ જવાબદારી યોગ્ય રીતે નિભાવી શકીશ."
આ પણ વાંચો: શ્યામા પ્રસાદ મુખર્જીનું સપનું કેવી રીતે મોદી-શાહે સાકાર કર્યું? : 66 વર્ષ પછી બદલાઈ ગયો ઈતિહાસ
પોતાના ભાષણના અંતે તેમણે કહ્યું હતું, "ભારતના પશ્ચિમ ઘાટને મંડિત કરનારા મહાસાગરના કિનારે ઊભા રહીને હું આ ભવિષ્યવાણી કરવાનું સાહસ કરું છું કે- અંધકાર છંટાશે, સૂરજ નીકળશે, કમળ ખીલશે." અટલજીની આ ભવિષ્યવાણી આજે સાચી સાબિત થઈ છે અને આજે દેશના રાજ્યોમાં ભાજપ કે ગઠબંધન (NDA) નો દબદબો જોવા મળી રહ્યો છે.
બંગાળ વિજય પર કેશવ પ્રસાદ મૌર્યનું નિવેદન
યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ જણાવ્યું કે, "અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે અરબ સાગરથી ગંગા સાગર સુધી કમળનું ફૂલ ખીલશે, આજે તેમના આશીર્વાદ સત્ય સાબિત થયા છે. અરબ સાગર એટલે કે મહારાષ્ટ્રમાં પણ અને ગંગા સાગર એટલે કે પશ્ચિમ બંગાળમાં પણ હવે કમળ ખીલી ગયું છે."
આ પણ વાંચો: મોદી 'મેજિક'થી બંગાળમાં દીદીનો દબદબો ખતમ : જાણો જીત બાદ ‘સોનાર બંગલા’ માટે શું છે ભાજપની યોજના
કયા-કયા રાજ્યોમાં ભાજપ કે NDAની સરકાર?
બંગાળના વિજય સાથે હવે દેશના 22 રાજ્યોમાં ભાજપ અથવા ભાજપની આગેવાની હેઠળના NDA ગઠબંધનની સરકારો છે. ભાજપ શાસિત રાજ્યો ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા, ઉત્તરાખંડ, આસામ, ગોવા, મણિપુર, પુડુચેરી, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા અને હવે પશ્ચિમ બંગાળ. ભાજપ ગઠબંધન (NDA) સરકાર: બિહાર, આંધ્ર પ્રદેશ, સિક્કિમ, નાગાલેન્ડ અને મેઘાલય.





