West Bengal New CM: પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ઐતિહાસિક ફેરફાર બાદ હવે સૌની નજર એક જ સવાલ પર છે. રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ બનશે? વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી મોટી જીત બાદ કોલકાતાથી લઈને દિલ્હી સુધી રાજકીય ચર્ચાઓનો માહોલ ગરમાયો હતો. જોકે હવે આતુરતાનો અંત આવ્યો છે, આજે અમિત શાહની ઉપસ્થિતિમાં મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં સુવેન્દુ અધિકારીને પ.બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરી લેવાયા હોવાની વાત સામે આવી છે. આ ઉપરાંત રૂપા ગાંગુલી સહિત કુલ બે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલાને અહીં અમલી કરાઈ છે. બીજા મુખ્યમંત્રી પુરુષ ચહેરો હશે, જે ઉત્તર બંગાળમાંથી હોઈ શકે છે. આજે સાંજે પાંચ વાગ્યે આ અંગેની સત્તાવાર જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવશે. આવતીકાલે પ.બંગાળના મુખ્યમંત્રીની સાથે બે ડેપ્યુટી સીએમ પણ શપથ લેશે. ત્યાર બાદ આગળના મંત્રી મંડળનું વિસ્તરણ નક્કી કરવામાં આવશે.
Offbeat Excusive Story Series Part 1 : બે બેઠકોના શૂન્યાવકાશથી સત્તાના શિખર સુધી : ભારતીય રાજકારણનો નકશો બદલી નાખનારી ભાજપની ઐતિહાસિક સફર
પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં મેળવેલી પ્રચંડ જીત બાદ સુવેન્દુ અધિકારીને પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. કોલકાતાના કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલી ધારાસભ્ય દળની મહત્વની બેઠકમાં સુવેન્દુ અધિકારીના નામ પર મહોર મારવામાં આવી હતી. બેઠક બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિધિવત રીતે તેમના નામની જાહેરાત કરી હતી.
બે નાયબ મુખ્યમંત્રીની વરણી
નવી સરકારમાં સત્તાનું સંતુલન જાળવવા માટે બે નાયબ મુખ્યમંત્રીની નિમણૂક કરવામાં આવશે. જેમાં જાણીતા મહિલા નેતા રૂપા ગાંગુલીના નામની જાહેરાત ડેપ્યુટી સીએમ તરીકે કરવામાં આવી છે, જ્યારે બીજા ડેપ્યુટી સીએમ તરીકે ઉત્તર બંગાળના કોઈ પુરુષ ધારાસભ્યની પસંદગી કરવામાં આવશે. મહત્વનું છે કે, મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પોતે ગૃહ વિભાગનો પ્રભાર સંભાળશે.
આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ
આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે કોલકાતાનું બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ સજ્જ થઈ ગયું છે. આવતીકાલે સવારે 10 વાગ્યે ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને NDAના અન્ય દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહેશે.
મમતા બેનર્જીને આપી મ્હાત
ઉલ્લેખનીય છે કે, સુવેન્દુ અધિકારીએ આ ચૂંટણીમાં મમતા બેનર્જીને તેમના ગઢ ભવાનીપુરથી હરાવીને મોટો ઉલટફેર કર્યો છે. આ સિવાય તેઓ નંદીગ્રામ બેઠક પરથી સતત બીજી વખત વિજયી થયા છે. ભાજપે આ વિધાનસભા ચૂંટણીમાં કુલ 207 બેઠકો જીતીને બહુમતી સાથે સત્તાના દ્વાર ખોલ્યા છે.
સુપરસ્ટાર વિજયના સમર્થકો માટે સૌથી મોટા સમાચાર: 32 વર્ષ જૂનો કોર્ટનો નિર્ણય ખોલી શકે છે થલપતિના સિંહાસનનો રસ્તો
સુવેન્દુ અધિકારી પર ભાજપે કેમ મુક્યો ભરોસો?
સુવેન્દુ અધિકારી છેલ્લા કેટલાક વર્ષોમાં બંગાળ BJPનો સૌથી આક્રમક અને પ્રભાવશાળી ચહેરો બનીને ઉભર્યા છે. તેઓ અગાઉ તૃણમૂલ કોંગ્રેસમાં મમતા બેનર્જીના વિશ્વાસુ નેતા હતા પરંતુ 2020માં BJPમાં જોડાયા બાદ રાજ્યની રાજનીતિમાં મોટો ફેરફાર લાવ્યો. 2021માં નંદીગ્રામમાં મમતા બેનર્જીને હરાવી તેઓ રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા હતા. આ વખતે પણ તેમણે મમતા બેનર્જીના ગઢમાં BJP માટે મજબૂત અભિયાન ચલાવ્યું હતું. રિપોર્ટ મુજબ BJPના કેન્દ્રીય નેતૃત્વે પહેલેથી જ સંકેત આપ્યો હતો કે બંગાળનો CM “બંગાળી ભાષા બોલતો અને રાજ્યની જમીન સાથે જોડાયેલો ચહેરો” હશે. આ માપદંડમાં સુવેન્દુ અધિકારીનું નામ સૌથી મજબૂત ગણાય છે. એજ કારણ છેકે, મોદી અને શાહની જોડીએ પ.બંગાળમાં સુવેન્દુને સુકાન સોંપવાનું નક્કી કર્યું છે.
તમિલનાડુમાં ખેલાશે 'મહાભારત' : જો DMK-AIADMK સાથે આવશે તો વિજયના 107 ધારાસભ્યો આપશે રાજીનામું!
BJP અપનાવશે 2 ડેપ્યુટી CM મોડલ?
છેલ્લાં કેટલાક રાજ્યોમાં BJPએ CM સાથે બે ડેપ્યુટી CMની વ્યૂહરચના અપનાવી છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને બિહારમાં પાર્ટીએ આ મોડલ અમલમાં મૂક્યું હતું. હવે પશ્ચિમ બંગાળમાં પણ તે જ ફોર્મ્યુલા અપનાવવામાં આવશે. રાજકીય વિશ્લેષકો માને છે કે બંગાળ જેવી સામાજિક અને રાજકીય રીતે જટિલ રાજ્યમાં વિવિધ વર્ગો અને વિસ્તારોનું પ્રતિનિધિત્વ આપવા BJP બે ડેપ્યુટી CM બનાવી શકે છે. આથી પાર્ટી સંગઠન અને સરકાર બંનેમાં સંતુલન જાળવી શકે છે. રૂપા ગાંગુલી અને ઉત્તર બંગાળમાંથી બીજું નામ ડેપ્યુટી સીએમ પદ માટે નક્કી કરવામાં આવશે.
ડેપ્યુટી CM માટે કયા નામ ચર્ચામાં?
જો સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી બને છે તો ડેપ્યુટી CM માટે અનેક મોટા નામોની ચર્ચા થઈ રહી છે. તેમાં સૌથી વધુ ચર્ચામાં રૂપા ગાંગુલીનું નામ ફાઈનલ માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત દિલીપ ઘોષ, અને સમીક ભટ્ટાચાર્યના નામ છે. અગ્નિમિત્રા પોલ BJPની ફાયરબ્રાન્ડ મહિલા નેતા તરીકે ઓળખાય છે. ફેશન ડિઝાઇનરથી રાજકારણમાં આવેલી અગ્નિમિત્રાએ આસનસોલ દક્ષિણમાંથી મોટી જીત મેળવી હતી. મહિલા ચહેરા તરીકે તેઓ BJP માટે મહત્વપૂર્ણ બની શકે છે.
દિલીપ ઘોષને બંગાળ BJPના સંગઠનનો મજબૂત આધાર માનવામાં આવે છે. રાજ્યમાં BJPને મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભું કરવાનું મોટું શ્રેય તેમને આપવામાં આવે છે. તેમની ગ્રાઉન્ડ કનેક્ટ અને સંગઠન પરની પકડને કારણે તેઓ પણ મજબૂત દાવેદાર છે. રૂપા ગાંગુલીનું નામ પણ ચર્ચામાં છે. ‘મહાભારત’માં દ્રૌપદીના પાત્રથી જાણીતી બનેલી રૂપા ગાંગુલી ઘણા વર્ષોથી BJP સાથે જોડાયેલા છે અને મહિલા મુદ્દાઓ પર સક્રિય અવાજ ઉઠાવતા રહ્યા છે. તે ઉપરાંત રાજ્ય BJP પ્રમુખ સમીક ભટ્ટાચાર્યનું નામ પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. તેઓ સંગઠનાત્મક રીતે મજબૂત નેતા ગણાય છે અને RSS પૃષ્ઠભૂમિ ધરાવે છે.
આજે થઈ શકે છે સત્તાવાર જાહેરાત
રિપોર્ટ્સ મુજબ આજે BJP વિધાનમંડળ દળની બેઠક બાદ સાંજે પાંચ વાગ્યે આ નામોની જાહેરાત કરવામાં આવશે. કેન્દ્રીય નેતૃત્વ તરફથી અમિત શાહ અને અન્ય નિરીક્ષકો કોલકાતા પહોંચી ચૂક્યા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. બેઠક બાદ સત્તાવાર જાહેરાત થઈ શકે છે. પશ્ચિમ બંગાળની રાજનીતિમાં આ બદલાવ માત્ર સત્તા પરિવર્તન નથી, પરંતુ રાજ્યના રાજકીય સમીકરણોમાં મોટું પરિવર્તન માનવામાં આવી રહ્યું છે.






