Home Gujarat Weather Expert Ambalal Patel Predications About Summer Gujarati News

ગુજરાતમાં આ તારીખ પછી 44ને પાર પહોંશે ગરમીનો પારો : હોળીની ઝાળ જોઈ અંબાલાલ પટેલે કરી ઘાતક આગાહી

ગુજરાતમાં આ તારીખ પછી 44ને પાર પહોંશે ગરમીનો પારો
Published by: OBS Bureau
Last Updated: Mar 03, 2026, 07:32 AM IST

Ambalal Patel Predications: ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વર્ષ 2026 માટે ભયાનક ગરમી, વાવાઝોડા અને ચોમાસાને લઈને અત્યંત મહત્વની આગાહી કરી છે. ગાંધીનગરના પાલજ ગામની પરંપરાગત હોળીની ઝાળ અને ગ્રહોની સ્થિતિનું વિશ્લેષણ કરીને તેમણે આગામી સમયના સંકેતો આપ્યા છે. જેમાં તેમણે જણાવ્યું છે કે,"પશ્ચિમી વિક્ષોભને કારણે ગરમી આવી શકે છે. આ માર્ચના સાતમી તારીખ સુધી તો ગરમી 37 -38 ડિગ્રીએ પહોંચી જશે. પરંતુ 20મી તારીખ સુધીમાં તો ધીરે ધીરે ગરમી વધશે અને કોઈક કોઈક ભાગમાં તો 44 ડિગ્રી સુધી પણ ગરમી આંબી શકે છે."

અંબાલાલ પટેલની મોટી આગાહી

માર્ચમાં જ પારો 44 ડિગ્રીએ પહોંચશે

2026માં કેવું રહેશે ચોમાસું અને યુદ્ધની સ્થિતિ?

માર્ચમાં જ દઝાડશે ગરમી: 44 ડિગ્રી સુધી પહોંચશે પારો

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આ વર્ષે ઉનાળાની શરૂઆત ખૂબ જ આક્રમક રહેશે. પશ્ચિમી વિક્ષોભ (Western Disturbance) ને કારણે તાપમાનમાં ઝડપથી વધારો થશે.

7 માર્ચ સુધી: તાપમાન 37 થી 38 ડિગ્રી આસપાસ રહેશે.

20 માર્ચ પછી: ગરમીનો પ્રકોપ વધશે અને રાજ્યના કેટલાક ભાગોમાં પારો 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

એપ્રિલ-મે: એપ્રિલમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીને કારણે તાપમાનમાં વધઘટ જોવા મળશે, પરંતુ 26 એપ્રિલ સુધી આકરો ઉનાળો યથાવત રહેશે.

ચોમાસું 2026: ક્યારે આવશે વરસાદ?

ખેડૂતો માટે રાહતના સમાચાર આપતા અંબાલાલ પટેલે જણાવ્યું કે પેસિફિક મહાસાગર ગરમ હોવા છતાં ભારતનું ચોમાસું સારું રહેવાની શક્યતા છે.

12-13 મે: આંદામાન નિકોબાર ટાપુઓ પર ચોમાસાનું આગમન થઈ શકે છે.

28-29 મે: આંદામાનમાં ભારે વરસાદની શક્યતા.

જૂન: 8 જૂનથી ગુજરાતના દરિયાકાંઠે સિસ્ટમો સક્રિય થતા ચક્રવાત અને વરસાદની શક્યતા છે.

વાવાઝોડા અને પ્રિ-મોન્સૂન એક્ટિવિટીઃ

અંબાલાલ પટેલના મતે, 17 મે પછી સમુદ્રમાં હલચલ વધશે અને નવી સિસ્ટમો બનશે. માર્ચ અને એપ્રિલ મહિનામાં જ રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં પલટા આવશે, જેની સીધી અસર ગરમી અને ખેતી પર જોવા મળશે.

યુદ્ધ અને વૈશ્વિક સ્થિતિ પર ગ્રહોની અસરઃ

હવામાનની સાથે અંબાલાલ પટેલે જ્યોતિષીય દ્રષ્ટિએ યુદ્ધ અને રાજકીય સ્થિતિ પર પણ મોટું નિવેદન આપ્યું છે. "કુંભ રાશિમાં રાહુ હોવાને કારણે મિડલ ઈસ્ટના મુસ્લિમ રાષ્ટ્રોમાં યુદ્ધનો ઉન્માદ વધી શકે છે. મિથુન રાશિનો ગુરુ અમેરિકાના ટ્રમ્પ શાસન માટે પડકારો લાવશે. જોકે, આ તમામ અશાંતિ વચ્ચે ટૂંક સમયમાં સુલેહ-શાંતિ થવાના સંકેતો પણ મળી રહ્યા છે." વર્ષ 2026 ગરમીના રેકોર્ડ તોડે તેવી શક્યતા છે, પરંતુ સામે ચોમાસું પણ આશાસ્પદ દેખાઈ રહ્યું છે. હોળીની ઝાળના આધારે કરાયેલી આ આગાહી આગામી દિવસોમાં કેટલી સચોટ ઠરે છે તે જોવું રહ્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now