Home International Weather Clouds Camp In Delhi Red Alert For Rain In 15 States Of The Country

દેશના 15 રાજ્યોમાં વરસાદનું રેડ એલર્ટ : દિલ્હીમાં ઘેરાયા વાદળ, UPના 30 જિલ્લામાં યલો એલર્ટ, ગુજરાતમાં પણ...

દેશના 15 રાજ્યોમાં વરસાદનું રેડ એલર્ટ
Published by: OBS Bureau
Last Updated: Jul 06, 2025, 04:37 AM IST

દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મેદાની વિસ્તારોમાં ચોમાસાના વરસાદથી મોટી રાહત મળી રહી છે, જ્યારે પહાડી રાજ્યોમાં આફત જેવો વરસાદ વરસી રહ્યો છે. ઓરેન્જ એલર્ટ વચ્ચે શનિવારે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પડેલા વરસાદે મુશ્કેલીઓ વધારી દીધી છે. 20 જૂનથી 4 જુલાઈ વચ્ચે માત્ર 15 દિવસમાં ભારે વરસાદ, ભૂસ્ખલન, વાદળ ફાટવના કારણે માર્ગ અને અન્ય અકસ્માતોને કારણે બંને રાજ્યોમાં મૃત્યુઆંક 77 પર પહોંચી ગયો છે. જેમાં હિમાચલમાં 75 અને ઉત્તરાખંડમાં 2 લોકોના મોતનો સમાવેશ થાય છે. 300થી વધુ લોકો ઘાયલ થયા છે અને 30થી વધુ લોકો હજુ પણ ગુમ છે. આગામી સાત દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને ઉત્તર, પૂર્વ ભારતમાં ચોમાસાના વરસાદ યથવાત રહેવાની આગાહી કરવામાં આવી છે.
યુપીના 30 જિલ્લાઓમાં યલો એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ કે, ઉત્તરાખંડને અડીને આવેલા જિલ્લાઓ જેમ કે મુરાદાબાદ, રામપુર, બિજનૌર, સહારનપુર, મુઝફ્ફરનગર અને મેરઠ અને મધ્યપ્રદેશને અડીને આવેલા જિલ્લાઓ જેમ કે પ્રયાગરાજ, બાંદા, ચિત્રકૂટ, સોનભદ્ર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. બાકીના જિલ્લાઓમાં વાદળોની ગતિવિધિ વચ્ચે ઝરમર અને હળવો વરસાદ પડશે
હિમાચલમાં 'આકાશી' આફત
પ્રદેશના સ્ટેટ ડિઝાસ્ટર ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આ ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 45 લોકો અને માર્ગ અકસ્માતો, ઇલેક્ટ્રિક શોક અને ગેસ વિસ્ફોટમાં 30 લોકો જીવ ગુમાવ્યા છે. વરસાદને કારણે વાહનો લપસી જવાથી અને ભૂસ્ખલન નીચે દટાઈ જવાથી પણ માર્ગ અકસ્માતો થયા છે. એકલા મંડી જિલ્લામાં 16 થી વધુ લોકોના મોત થયા છે. ઘણા પશુઓએ પણ જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં 260 રસ્તાઓ બંધ છે. 300 ટ્રાન્સફોર્મર અને 281 પાણી પુરવઠા યોજનાઓ પણ ઠપ્પ થઈ ગઈ છે. શનિવારે પણ રાજ્યભરમાં ભારે વરસાદ પડ્યો હતો. રવિવારે ત્રણ જિલ્લાઓમાં મુશળધાર વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
દિલ્હીમાં વરસાદ!
દિલ્હીમાં આજે પણ વાદળછાયું વાતાવરણ છે. દિવસ દરમિયાન વિવિધ સ્થળોએ વરસાદની શક્યતા છે. ચોમાસાના આગમન પછી, હજુ સુધી સમગ્ર દિલ્હીમાં ભારે વરસાદ પડ્યો નથી, પરંતુ ત્યાં ઝરમર વરસાદ ચાલુ છે.
આજે 15 રાજ્યોમાં રેડ અને ઓરેજ એલર્ટ
IMDએ 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. હિમાચલ પ્રદેશ અને મધ્ય મહારાષ્ટ્રના વિવિધ સ્થળોએ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ગુજરાત, પશ્ચિમ રાજસ્થાન, ગોવા અને કોંકણ, પૂર્વી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સિક્કિમ સિવાય યુપી સહિત દેશના અન્ય ભાગોમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
યુદ્ધ વચ્ચે US માં' No Kings Protest'
ટ્રમ્પની મોટી વ્યૂહરચના?
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર