Home International Pok Protests Jaac Leader Pakistan Army Allegations

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વિરોધ વધુ ઉગ્ર : JAAC નેતા નો પાકિસ્તાની સેનાને લઈને ગંભીર આક્ષેપ

pok-protests-jaac-leader-pakistan-army
Image Credit: ai
Published by: OBS Bureau
Last Updated: Jul 02, 2026, 06:59 PM IST

ઇસ્લામાબાદ/મુઝફ્ફરાબાદ: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલા સરકાર વિરોધી આંદોલન વચ્ચે જમ્મુ-કાશ્મીર જૉઇન્ટ અવામી એક્શન કમિટી (JAAC)ના એક નેતાએ પાકિસ્તાની સેના સામે ગંભીર આક્ષેપો કર્યા છે. રાવલાકોટમાં યોજાયેલી સભા દરમિયાન JAACના નેતા સરદાર અમન ખાને દાવો કર્યો હતો કે ભૂતકાળમાં કાશ્મીરીઓને હથિયારો પાકિસ્તાની સેનાએ જ આપ્યા હતા, જ્યારે હવે વિરોધ કરનારાઓને આતંકવાદી ગણાવવામાં આવી રહ્યા છે. જોકે, આ દાવાની પાકિસ્તાની સત્તાવાળાઓ તરફથી સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

JAAC દ્વારા મુઝફ્ફરાબાદ તરફ કૂચ કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. સંગઠનનો આરોપ છે કે સ્થાનિક લોકોના રાજકીય અધિકારો, પ્રતિનિધિત્વ અને અન્ય મુદ્દાઓને લઈને સરકાર દ્વારા કરાયેલા વચનોનું સંપૂર્ણ પાલન થયું નથી. બીજી તરફ, પાકિસ્તાન પ્રશાસને JAAC પર જાહેર વ્યવસ્થા ભંગ કરવાનો આરોપ લગાવી સંગઠન સામે કાર્યવાહી શરૂ કરી છે.

ટ્રમ્પનો ભારત માટે મોટો નિર્ણય!: ટ્રેડ ડીલ પહેલાં 4 ભારતીય કંપનીઓ પરથી હટાવ્યા અમેરિકી પ્રતિબંધ

છેલ્લા કેટલાક અઠવાડિયાથી સતત વિરોધ

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય પ્રતિનિધિત્વ, અનામત બેઠકો, મોંઘવારી, વીજળી અને ઘઉંની સબસિડી સહિતના મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. તાજેતરના વિરોધ દરમિયાન હિંસક અથડામણો પણ થઈ હતી, જેમાં જાનહાનિ અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયાના અહેવાલો સામે આવ્યા હતા. ત્યારબાદ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી હતી.

અહેવાલો મુજબ, JAACના કેટલાક નેતાઓ સામે રાજદ્રોહ સહિતના ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને સંગઠન પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં જ JAAC સાથે સંકળાયેલા એક અગ્રણીએ ધરપકડ કરવામાં આવી હતી.

ટ્રમ્પની આગાહી સાચી પડી!: ક્રૂડ ઓઈલમાં મોટો ઘટાડો, હોર્મુઝ સંપૂર્ણ ખુલ્યા પહેલાં જ 70 ડોલર સુધી પહોંચ્યા ભાવ

રાજકીય તણાવ યથાવત

વિરોધ પ્રદર્શન અને સરકારી કાર્યવાહી વચ્ચે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રાજકીય તણાવ યથાવત છે. સ્થાનિક સંગઠનો સરકાર પર દબાણ વધારી રહ્યા છે, જ્યારે પ્રશાસન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરી રહ્યું છે. આગામી દિવસોમાં આ મુદ્દે સ્થિતિ કેવી રીતે આગળ વધે છે તેના પર સૌની નજર છે.

ચીનમાં લાગુ થયો ‘યુનિફોર્મ સિવિલ કોડ’ જેવો કાયદો?: શી જિનપિંગના નવા નિર્ણયથી દુનિયામાં ચર્ચા

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now