Home International Washington Firing Trump Reaction Media Controversy

"બકવાસ બંધ કરો...!" મહિલા પત્રકાર પર કેમ ભડક્યા ટ્રમ્પ? : સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે આ Video

Donald Trump reaction on tv
Published by: Vishal Dave
Last Updated: Apr 27, 2026, 08:34 AM IST

Trump vs Nora O’Donnell: વિશ્વની મહાસત્તા કહેવાતા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની સુરક્ષા સામે પણ ઉઠી રહ્યાં છે સવાલો. અમેરિકાના વોશિંગ્ટનમાં બનેલી ઘટનાએ દુનિયાભરમાં હડકંપ મચાવી દીધો છે. અમેરિકાના વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગની ઘટના સામે આવી. જેમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પ પર ગોળીબાર કરવામાં આવ્યો. આ મામલામાં સૌથી વધુ ચર્ચા જેફરી એપસ્ટિન સાથે જોડાયેલા વિવાદની થઈ રહી છે. આરોપીની ચિઠ્ઠી અને મીડિયા ઇન્ટરવ્યુથી વિવાદ ગરમાયો છે.

ઉલ્લેખનીય છેકે, હુમલો કરનાર યુવક કોલ ટોમસ એલને ગોળીબાર કરતા પહેલા તેના પરિવારને એક પત્ર મોકલ્યો હતો. આ પત્રમાં તેણે 'પેડોફાઇલ એટલેકે, બાળકોનું શોષણ કરનાર, રેપિસ્ટ અને ગદ્દાર' જેવા ગંભીર શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ ઘટના બાદ જ્યારે જાણીતા પત્રકાર નોરા ઓ ડોનલે એક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પને આ પત્ર વિશે પૂછ્યું હતું. ત્યારે અંકલ સેમ ચાલુ ઈન્ટરવ્યૂમાં ભડકી ઉઠ્યા હતાં.

અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં થયેલી ગોળીબારીની ઘટનાએ હવે નવો વળાંક લીધો છે. ઘટનાના આરોપી સાથે જોડાયેલી એક ચિઠ્ઠી સામે આવતાં અને તેના આધારે લેવાયેલા ઇન્ટરવ્યુને લઈને રાજકીય અને મીડિયા જગતમાં ભારે ચર્ચા ઉભી થઈ છે. ખાસ કરીને, આ ઇન્ટરવ્યુ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તીવ્ર પ્રતિક્રિયા આપી છે, જેના કારણે મુદ્દો વધુ ગરમાયો છે.

પ્રાપ્ત અહેવાલો મુજબ, ગોળીબારીના આરોપીએ પોતાની માનસિક સ્થિતિ અને ઘટનાના કારણો અંગે લખેલી ચિઠ્ઠી બહાર આવી છે. આ ચિઠ્ઠી પર આધારિત એક મીડિયા ઇન્ટરવ્યુ પ્રસારિત કરવામાં આવ્યું હતું, જે બાદ સુરક્ષા, મીડિયા નૈતિકતા અને રાજકીય પ્રતિક્રિયાઓ વચ્ચે ભારે વિવાદ ઊભો થયો છે.

ટ્રમ્પની કટુ પ્રતિક્રિયા અને રાજકીય તણાવ

ડોનાલ્ડ ટ્રમ્પે આ ઇન્ટરવ્યુની ટીકા કરતાં કહ્યું કે આવા આરોપીઓને મંચ આપવો યોગ્ય નથી અને તેનાથી સમાજમાં ખોટો સંદેશ જાય છે. તેમણે મીડિયાની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે આવા સંવેદનશીલ મુદ્દાઓને સંભાળવામાં વધુ જવાબદારી જરૂરી છે. ટ્રમ્પની આ પ્રતિક્રિયા પછી રાજકીય ચર્ચાઓ વધુ તેજ થઈ ગઈ છે. કેટલાક નેતાઓ ટ્રમ્પના નિવેદનને સમર્થન આપી રહ્યા છે, જ્યારે અન્યોએ તેને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય સાથે જોડીને જુદો દૃષ્ટિકોણ રજૂ કર્યો છે.

મીડિયા નૈતિકતા અને જાહેર સુરક્ષા પર ચર્ચા

આ ઘટનાએ ફરી એકવાર પ્રશ્ન ઉભો કર્યો છે કે ગંભીર ગુનાઓના આરોપીઓને મીડિયા પ્લેટફોર્મ આપવું કેટલું યોગ્ય છે. નિષ્ણાતો માને છે કે એક તરફ લોકોને સત્ય જાણવાનો અધિકાર છે, પરંતુ બીજી તરફ આવી કવરેજથી અસામાજિક તત્વોને પ્રોત્સાહન મળવાની ભીતિ પણ રહે છે. જાહેર સુરક્ષા દૃષ્ટિએ પણ આ મુદ્દો મહત્વપૂર્ણ બની જાય છે. ગોળીબારી જેવી ઘટનાઓ બાદ આરોપીની વિચારસરણીને જાહેર કરવાથી તેની નકલ થવાની શક્યતા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલમાં તપાસ એજન્સીઓ ઘટના સંબંધિત તમામ પાસાઓની તપાસ કરી રહી છે. આરોપીની ચિઠ્ઠી અને તેની પૃષ્ઠભૂમિ અંગે વધુ માહિતી બહાર આવે તેવી શક્યતા છે. સાથે જ, મીડિયા હાઉસ પર પણ આ પ્રકારની કવરેજ માટે દબાણ વધી શકે છે. આ સમગ્ર ઘટનાક્રમ માત્ર એક ક્રાઈમ સ્ટોરી નથી, પરંતુ તે અમેરિકાના રાજકારણ, મીડિયા જવાબદારી અને જાહેર સુરક્ષા વચ્ચેના સંવેદનશીલ સંતુલનને ઉજાગર કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now