Home Automobile Want To Buy Hyundai Creta Know How Much Emi Will Be After A Downpayment Of 2 Lakhs

Hyundai Creta ખરીદવી છે? : જાણો 2 લાખના ડાઉનપેમેન્ટ પછી કેટલી આવશે EMI?

Hyundai Creta ખરીદવી છે?
Published by: OBS Bureau
Last Updated: Jul 11, 2025, 06:36 AM IST

SUV પ્રેમીઓ માટે ખુશખબરી છે. Hyundai Creta, જે ભારતમાં મધ્યમ કદની SUV તરીકે અત્યંત લોકપ્રિય છે, તેનુ ડીઝલ એન્જિન વાળું બેઝ વેરિઅન્ટ બજારમાં ખરીદી માટે ઉપલબ્ધ છે. જો તમે 2 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરો છો, તો આ કારની ખરીદી માટે તમારું લોન અને EMI પ્લાન શું હશે, તે જાણવું જરૂરી છે.

Hyundai Creta ની કિંમત અને ઓન-રોડ ખર્ચ
Hyundai Creta નું ડીઝલ બેઝ વેરિઅન્ટ “E” વર્ઝનમાં ઉપલબ્ધ છે, જેનું એક્સ-શોરૂમ ભાવ ₹12.68 લાખ છે. દિલ્હીમાં રજિસ્ટ્રેશન, વીમો, TCS અને FasTag સહિત તમામ ખર્ચ ઉમેરો તો કારની ઓન-રોડ કિંમત ₹15.02 લાખ સુધી પહોંચી જાય છે.

EMI વિગતઃ 2 લાખ ડાઉન પેમેન્ટ પછી શું થશે લોન અને માસિક ભરતુ?
જો તમે ₹2 લાખનું ડાઉન પેમેન્ટ કરો છો, તો બાકીની ₹13.02 લાખની લોન 9% વ્યાજ દરે 7 વર્ષ માટે લેવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમારે દર મહિને ₹20,955 EMI ચૂકવવી પડશે. આ સમયગાળામાં કુલ વ્યાજ ₹4.57 લાખ જેટલું ભરવું પડશે. તેથી, કારની કુલ કિંમત વ્યાજ સહિત ₹19.60 લાખ થશે.

Hyundai Creta કોની સામે સ્પર્ધા કરે છે?
Hyundai Creta ને ભારતમાં મિડ-સાઇઝ SUV તરીકે પ્રભુત્વ ધરાવતી CAR તરીકે જોવામાં આવે છે. તેનું સીધું સ્પર્ધી મારુતિ ગ્રાન્ડ વિટારા, કિયા સેલ્ટોસ, ટોયોટા હાઈરાઇડર, એમજી હેક્ટર, હોન્ડા એલિવેટ અને મહિન્દ્રા સ્કોર્પિયો જેવી કારો છે.

ફાયનાન્સ પસંદ કરતાં પહેલાં આ બાબતોનો ધ્યાન રાખો
કાર ખરીદતી વખતે બેંકના વ્યાજ દરો વચ્ચે તુલના કરો. વધુ ડાઉન પેમેન્ટ કરવાથી વ્યાજનો ભાર ઓછો પડે છે. ઉપરાંત, એક્સ-શોરૂમ અને ઓન-રોડ ભાવ વચ્ચેના તફાવતને સમજવો પણ મહત્વપૂર્ણ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now