Unbreakable record in Test cricket : ક્રિકેટના મેદાન પર દરરોજ નવા રેકોર્ડ બને છે અને જૂના રેકોર્ડ તૂટે છે, પરંતુ રમત જગતમાં અમુક પરાક્રમો એવા હોય છે જે સદીઓ વીતવા છતાં અણનમ રહે છે. સામાન્ય રીતે જ્યારે પણ ટેસ્ટ મેચમાં 10 માં નંબરનો બેટ્સમેન મેદાનમાં આવે છે, ત્યારે પ્રેક્ષકો અને વિરોધી ટીમ એવું જ માની લેતા હોય છે કે, હવે ઇનિંગ પૂરી થવામાં જ છે. પરંતુ આજથી 142 વર્ષ પહેલા ક્રિકેટના ઇતિહાસમાં એક એવો ચમત્કાર થયો જેને આખી દુનિયાના ક્રિકેટ પ્રેમીઓને દંગ કરી દીધા હતા. ઈંગ્લેન્ડના એક ખેલાડીએ નીચલા ક્રમે આવીને એવી આક્રમક બેટિંગ કરી કે જેની કલ્પના પણ વિરોધી ટીમે કરી નહોતી.
વોલ્ટર વિલિયમ રીડનું ઐતિહાસિક તાંડવ
વાત છે વર્ષ 1884 ની, જ્યારે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રતિષ્ઠિત ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. આ મેચ દરમિયાન જ્યારે ઈંગ્લેન્ડની મુશ્કેલીઓ વધી રહી હતી, ત્યારે વોલ્ટર વિલિયમ રીડ 10 માં નંબરે બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યા. તેમણે ઓસ્ટ્રેલિયાના ધાકડ બોલરોનો સામનો કરતાં માત્ર 120 મિનિટમાં 117 રનની વિસ્ફોટક ઇનિંગ રમી નાખી. આ દરમિયાન તેમણે 155 બોલનો સામનો કર્યો અને મેદાનની ચારેબાજુ 20 શાનદાર ચોગ્ગા ફટકારીને બોલર્સને લાચાર બનાવી દીધા હતા. આ ઇનિંગ આજે પણ ટેસ્ટ ક્રિકેટમાં એક બેન્ચમાર્ક સમાન માનવામાં આવે છે.
142 વર્ષથી અતૂટ છે આ વર્લ્ડ રેકોર્ડ
વોલ્ટર રીડ દ્વારા બનાવવામાં આવેલો આ રેકોર્ડ છેલ્લા દોઢસો વર્ષ એટલે કે 142 વર્ષથી કોઈ તોડી શક્યું નથી. તે સમયે ક્રિકેટના સાધનો અને સુવિધાઓ અત્યાર જેવી આધુનિક નહોતી, છતાં તેમણે જે સાતત્ય બતાવ્યું તે પ્રશંસનીય છે. ટેસ્ટ ક્રિકેટના લાંબા ઇતિહાસમાં ઘણા દિગ્ગજ બેટ્સમેનો આવ્યા અને ગયા, પણ 10 માં ક્રમે બેટિંગ કરતાં આટલી મોટી ઇનિંગ રમવાનું સાહસ કોઈ કરી શક્યું નથી. નિષ્ણાતોનું માનવું છે કે, આગામી ઘણા વર્ષો સુધી આ રેકોર્ડ અકબંધ રહેશે, કારણ કે, નીચલા ક્રમે આવીને સેન્ચુરી ફટકારવી એ માનસિક અને શારીરિક ક્ષમતાની મોટી કસોટી હોય છે.
13 મેચ બાકી અને ટોપ 4 માટે 8 ટીમો દાવેદાર!: IPL માં હવે દર બોલ પર સસ્પેન્સ, કોણ જશે પ્લેઓફમાં અને કોનું તૂટશે સપનું?
કોણ હતા આ દિગ્ગજ ખેલાડી વોલ્ટર રીડ?
વોલ્ટર વિલિયમ રીડ ઈંગ્લેન્ડના એક પ્રતિભાશાળી જમણેરી બેટ્સમેન હતા. તેમણે 30 ડિસેમ્બર 1882 ના રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેમની કારકિર્દીમાં તેમણે 18 ટેસ્ટ મેચો રમી જેમાં 1 સેન્ચુરી અને 5 હાફ-સેન્ચુરીની મદદથી 720 રન બનાવ્યા હતા. જોકે, તેમની ખરી તાકાત ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં જોવા મળતી હતી. તેમણે 467 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 22,349 રન બનાવ્યા હતા જેમાં 38 સેન્ચુરી અને 112 હાફ-સેન્ચુરી સામેલ હતી. બેટિંગની સાથે તેઓ જરૂર પડ્યે બોલિંગ પણ કરતાં હતા અને ફર્સ્ટ ક્લાસમાં તેમણે 108 વિકેટ પણ ઝડપી હતી.
IPL પછી ટીમ ઈન્ડિયામાં આવશે મોટો બદલાવ!: શું 3 વર્ષ પછી 'લાલા' નું થશે કમબેક?
ટેસ્ટમાં 10 માં નંબરે સૌથી વધુ રન બનાવનાર ટોપ ખેલાડીઓ
ક્રિકેટના ઇતિહાસમાં વોલ્ટર રીડ બાદ અન્ય કેટલાક ખેલાડીઓ પણ છે જેઓ આ લિસ્ટમાં ટોપ પર આવે છે:
વોલ્ટર વિલિયમ રીડ (ઈંગ્લેન્ડ): 117 રન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (1884)
અબુલ હસન (બાંગ્લાદેશ): 113 રન વિરુદ્ધ વેસ્ટઇન્ડીઝ (2012)
પેટ્રિક લિયોનાર્ડ સિમકોક્સ (સાઉથ આફ્રિકા): 108 રન વિરુદ્ધ પાકિસ્તાન (1998)
રેગી ડફ (ઓસ્ટ્રેલિયા): 104 રન વિરુદ્ધ ઈંગ્લેન્ડ (1902)





