Home International Vpn Services Banned In Doda District Decision Taken In View Of National Security

જમ્મુ કાશ્મીરમાં VPN સેવાઓ બંધ : શું હોય છે આ VPN?

જમ્મુ કાશ્મીરમાં  VPN સેવાઓ બંધ
Published by: OBS Bureau
Last Updated: May 03, 2025, 06:59 PM IST

જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં વહિવટીતંત્રે તાત્કાલિક અસરથી વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો કારણ કે ગુપ્તચર અહેવાલો દર્શાવે છે કે VPNનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા અને ભડકાઉ સામગ્રી ફેલાવવા માટે થઈ રહ્યો છે, જેનાથી પ્રદેશમાં અશાંતિ ફેલાઈ શકે છે.

તેનો ઉદ્દેશ્ય ડિજિટલ પ્લેટફોર્મના દુરુપયોગને રોકવાનો છે, જે જિલ્લામાં શાંતિ અને સ્થિરતાને ખલેલ પહોંચાડી શકે છે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરી શકે તેવી ઓનલાઈન પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઉ રાજૌરી અને પૂંછ જિલ્લામાં પણ VPN સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ડોડા જિલ્લામાં VPN સેવાઓ પરનો આ પ્રતિબંધ શાંતિ અને સુરક્ષા જાળવવા માટે વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું છે. અધિકારીઓએ જનતાને આ આદેશનું પાલન કરવા અને કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવા અપીલ કરી છે.

VPN શું કરે છે?

સાદી ભાષામાં કહીએ તો, VPN એ એક સુરક્ષિત કનેક્શન છે જે કમ્પ્યુટર કે મોબાઈલ અને ઈન્ટરનેટ વચ્ચેનું ડેટા ટ્રાફિક એન્ક્રિપ્ટ કરે છે. તેનો મુખ્ય હેતુ છે ઈન્ટરનેટ ઉપયોગને ખાનગી, સુરક્ષિત અને ગુપ્ત રાખવાનું છે.

ડેટા એન્ક્રિપ્શન

જ્યારે તમે VPN વાપરો છો, ત્યારે તમારા બધાં ડેટાને એન્ક્રિપ્ટ કરી દેવામાં આવે છે, જેથી હેકર્સ કે કોઈ થર્ડ પાર્ટી તેને વાંચી ન શકે.

IP એડ્રેસ છુપાવે છે

VPN તમને બીજું શહેર કે દેશ પસંદ કરવાની મંજૂરી આપે છે. તમે ભારતમાં બેસીને પણ યુએસએનું લોકેશન પસંદ કરી શકો છો, જેને કારણે તમારી મૂળ ઓળખ છૂપાઈ જાય છે.

રિસ્ટ્રિક્ટેડ કન્ટેન્ટમાં ઍક્સેસ આપે છે

Netflix, YouTube અથવા અન્ય વેબસાઇટ્સ પર જે કન્ટેન્ટ તમારા વિસ્તારમાં ઉપલબ્ધ નથી, તેને તમે VPN દ્વારા ઍક્સેસ કરી શકો છો.

ઓપન Wi-Fi પર પણ સુરક્ષા આપે છે

જાહેર Wi-Fi (જેમ કે રેલવે સ્ટેશન કે કેફેમાં) VPN વિના સુરક્ષિત નથી. VPN તમને ત્યાં પણ સુરક્ષિત બનાવી શકે છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video