Home Automobile Volkswagen Virtus To Come With New Look And Adas In 2026

2026 માં નવા લુક અને ADAS સાથે આવશે Volkswagen Virtus! : નવી ડિઝાઇન અને હાઇ-ટેક ફીચર્સ સાથે સેડાન સેગમેન્ટમાં મચાવશે ધૂમ!

2026 માં નવા લુક અને ADAS સાથે આવશે Volkswagen Virtus!
Published by: OBS Bureau
Last Updated: Dec 22, 2025, 12:34 PM IST

Volkswagen Virtus facelift: ઇન્ટરનેટ પર લીક થયેલી images આવ્યા પછી, Volkswagen Virtus સેડાનના મિડ-લાઈફ facelift નું ઓફિશિયલ લોન્ચિંગ નજીક આવી રહ્યું છે. વધતા SUVs ટ્રેન્ડ વચ્ચે, Virtus હાલમાં ભારતમાં વેચાતી કેટલીક C-સેગમેન્ટ સેડાનમાંથી એક છે. તે ડ્રાઇવિંગ ઉત્સાહીઓ અને મજબૂત, જર્મન-એન્જિનિયર્ડ ફેમિલી કાર શોધી રહેલા લોકોમાં લોકપ્રિય પસંદગી છે. Virtus facelift માં આ પાંચ મુખ્ય અપડેટ્સની અપેક્ષા છે. તે 2026 ના અંત સુધીમાં લોન્ચ થવાની અપેક્ષિત છે.

નવી એક્સટિરિયર ડિઝાઇન

મિડ-લાઇફ અપડેટ હોવાથી, આ ફેસલિફ્ટમાં નવી એક્સટિરિયર ડિઝાઇન એલેમેન્ટ્સ સામેલ હશે. અપેક્ષિત છે કે, Virtus માં નવી LED હેડલાઇટ, આગળ અને પાછળ નવા ડિઝાઇન કરેલા બમ્પર અને નવી ટેલલાઇટ્સ ડિઝાઇન હશે. એલોય વ્હીલ ડિઝાઇનમાં પણ ફેરફાર થઈ શકે છે.

કેબિન લેઆઉટમાં ફેરફાર

Virtus ના ઇન્ટિરિયરમાં પણ નવી ડિઝાઇન અપડેટ્સ મળવાની અપેક્ષા છે. જ્યારે Volkswagen સામાન્ય રીતે કોન્સેપ્ટ મોડલ્સમાં અનોખી ઇન્ટિરિયર ડિઝાઇન ઓફર કરતું નથી, તેમ છતાં તેની ડિઝાઇન આકર્ષક લાગે છે.

360-ડિગ્રી પાર્કિંગ કેમેરા

Virtus માં હાલમાં જે ફીચરની કમી અનુભવાય છે. જે એક 360-ડિગ્રી કેમેરા ફીચર છે. જે નવા વર્ઝનમાં આપવામાં આવી શકે છે. આ ડ્રાઇવરોને રિવર્સિંગ અને પાર્કિંગ કરતી વખતે ખૂબ મદદરૂપ હોય છે. જે Virtus ને તેના કોમ્પિટિટરની નજીક લાવશે.

રીઅર ડિસ્ક બ્રેક્સ

જ્યારે મોટાભાગના કાર પ્રેમીઓ Virtus ની પર્ફોર્મન્સ ક્ષમતાઓની પ્રશંસા કરે છે, ત્યારે રીઅર ડિસ્ક બ્રેક્સનો અભાવ તેના ગ્રાહકો માટે એક મોટી ખામી રહી છે. Volkswagen facelift વર્ઝનમાં આ ખામીને દૂર કરશે તેવી અપેક્ષા છે.

લેવલ 2 ADAS સેફટી

સેફટી ફીચર્સની દ્રષ્ટિએ Virtus ની બીજી એક નોંધપાત્ર ખામી એ છે કે, Level 2 ADAS નથી. જ્યારે કોમ્પિટિટર પહેલેથી જ આ ફીચર્સ આપી રહ્યા છે, ત્યારે facelift Virtus માં Level 2 ADAS મળે તેવી શક્યતા છે. ADAS સેફ્ટી ફીચર્સ નવા Virtus ને તેનું 5-સ્ટાર ક્રેશ સેફટી રેટિંગ જાળવવામાં પણ મદદ કરશે.

નોંધ: જોકે Volkswagen ઈન્ડિયાએ હજુ સુધી Virtus ફેસલિફ્ટ અને તેના લોન્ચ અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી, રિપોર્ટ્સ અનુસાર, અપડેટેડ સેડાન 2026 ના બીજા ભાગમાં દેશમાં લોન્ચ થવાની અપેક્ષા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now