Putin to visit India : ભારત અને રશિયા વચ્ચે નોંધપાત્ર રાજદ્વારી ગતિવિધિઓ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને રશિયા બંને દેશો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતની તારીખોને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે. પુતિનની મુલાકાત 5-6 ડિસેમ્બરે થવાની સંભાવના છે.
રશિયા-યુક્રેન સંઘર્ષ પછી ભારતની પહેલી મુલાકાત
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ડિસેમ્બરમાં 23મી ભારત-રશિયા સમિટ માટે ભારતની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ પુતિનની મુલાકાત પહેલા રશિયન વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવ પણ ભારતની મુલાકાત લે તેવી અપેક્ષા છે. ફેબ્રુઆરી 2022 માં રશિયા-યુક્રેન સંઘર્ષ શરૂ થયા પછી પુતિનની આ પહેલી ભારત મુલાકાત હશે.
સેર્ગેઈ લવરોવે શું કહ્યું?
રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવે તાજેતરમાં જાહેરાત કરી હતી કે, પુતિન ડિસેમ્બરમાં ભારતની મુલાકાત લેશે. તેમણે એમ પણ કહ્યું કે આ વર્ષે, ભારતના વિદેશ પ્રધાન અને મારા સાથી જયશંકર રશિયાની મુલાકાત લેશે, અને હું ભારતની મુલાકાત લઈશ. અમે નિયમિતપણે વિચારોનું આદાન-પ્રદાન કરીએ છીએ.