Vivo X Fold 6 : સ્માર્ટફોનની દુનિયામાં અત્યારે ફોલ્ડેબલ એટલે કે વળી શકે તેવા ફોનનો ક્રેઝ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. પ્રીમિયમ સ્માર્ટફોન બનાવતી અગ્રણી કંપની Vivo આ રેસમાં આગળ રહેવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. કંપની ટૂંક સમયમાં જ પોતાનો નવો ફ્લેગશિપ ફોલ્ડેબલ સ્માર્ટફોન Vivo X Fold 6 લોન્ચ કરવા જઈ રહી છે. આ નવો સ્માર્ટફોન લેટેસ્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફીચર્સ અને તદ્દન નવા યુઝર ઇન્ટરફેસ સાથે માર્કેટમાં ધૂમ મચાવશે. તે ગયા વર્ષે લોન્ચ થયેલા Vivo X Fold 5 નું અપગ્રેડેડ વર્ઝન છે, જેમાં પહેલા કરતાં ઘણા મોટા અને આધુનિક ફેરફારો જોવા મળશે.
લોન્ચિંગ અને ટક્કર
આ સ્માર્ટફોનના લોન્ચિંગ અંગે સોશિયલ મીડિયા પર Vivo ના પ્રોડક્ટ મેનેજરે એક પોસ્ટ શેર કરીને મહત્વના સંકેત આપ્યા છે. આ બુક-સ્ટાઇલ ફોલ્ડેબલ સ્માર્ટફોન આ જ મહિનામાં ચીનની માર્કેટમાં સત્તાવાર રીતે લોન્ચ થઈ શકે છે. જોકે કંપનીએ હજી સુધી તેની ચોક્કસ લોન્ચ તારીખ જાહેર કરી નથી. આ પ્રીમિયમ ફોન માર્કેટમાં આવતાની સાથે જ સેમસંગના વર્ચસ્વને પડકારશે અને સાથે જ પ્રીમિયમ સેગમેન્ટમાં ઉપલબ્ધ Oppo Find N6 અને Honor Magic V6 જેવા શાનદાર સ્માર્ટફોન સાથે તેની સીધી અને જોરદાર ટક્કર થશે.
શું હવે Instagram ફ્રીમાં વાપરવા નહીં મળે?: Metaના નવા Plus પ્લાનથી જાણો તમને શું મળશે
પાવરફુલ પ્રોસેસર
ફોનની સ્પીડ અને પરફોર્મન્સને સુપરફાસ્ટ બનાવવા માટે Vivoએ આ વખતે પ્રોસેસર પર ખાસ ધ્યાન આપ્યું છે. લીક્સ અને અહેવાલો મુજબ, Vivo X Fold 6માં પ્રોસેસર તરીકે પાવરફુલ MediaTek Dimensity 9500 ચિપસેટ આપવામાં આવી શકે છે. આ પ્રોસેસર હેવી ગેમિંગ, હાઈ-ગ્રાફિક્સ એડિટિંગ અને મલ્ટિટાસ્કિંગ જેવા અઘરા કામોને પણ ખૂબ જ સરળ અને સ્મૂધ બનાવી દેશે. આ ચિપસેટની મદદથી યુઝર્સને ફોન ગરમ થયા વગર કે હેંગ થયા વગર લાંબો સમય સુધી બેસ્ટ પરફોર્મન્સનો અનુભવ મળશે.
નવું ઓપરેટિંગ સિસ્ટમ અને AI
આજના આધુનિક સમય પ્રમાણે આ સ્માર્ટફોનમાં યુઝર્સને એડવાન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો અદ્ભુત અનુભવ મળશે, જે રોજિંદા કામોને વધુ સ્માર્ટ બનાવશે. સોફ્ટવેરની વાત કરીએ તો, આ ફોન કંપનીના નવા કસ્ટમ યુઝર ઇન્ટરફેસ OriginOS 6 Fold પર ચાલશે, જે લેટેસ્ટ Android 16 ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત હોઈ શકે છે. આ નવા ઇન્ટરફેસમાં ખાસ 'Atomic Workbench' ફીચર આપવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ મોટી સ્ક્રીનનો પૂરો ફાયદો ઉઠાવી શકશે અને એક સાથે ઘણી બધી એન્ડ્રોઇડ એપ્સ ઓપન કરીને કમ્પ્યુટરની જેમ કામ કરી શકશે.
ઓફિસ કે મુસાફરીમાં કામ આવશે WhatsAppની આ ટ્રિક: હવે વોઇસ નોટ્સ બની જશે ટેક્સ્ટ, જાણો કેવી રીતે
દમદાર બેટરી બેકઅપ
ફોલ્ડેબલ ફોનમાં મોટી ડિસ્પ્લે હોવાના કારણે બેટરી બેકઅપ હંમેશા ચિંતાનો વિષય હોય છે, પરંતુ Vivo એ તેનો પણ ઈલાજ શોધી લીધો છે. ચીનના 3C સર્ટિફિકેશન પ્લેટફોર્મ પર થયેલા લિસ્ટિંગ અનુસાર, Vivo X Fold 6માં ડ્યુઅલ-સેલ બેટરી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 2,807mAh અને 3,863mAh ની બે અલગ-અલગ બેટરી ફિટ કરવામાં આવી છે. આ બંને સેલ મળીને ફોનની કુલ સામાન્ય બેટરી ક્ષમતા 6,900mAh ની બનાવે છે. આટલી મોટી બેટરીના કારણે યુઝર્સ આખો દિવસ ભારે વપરાશ કરવા છતાં પણ ફોનને વારંવાર ચાર્જ કરવાની માથાકૂટમાંથી મુક્ત રહેશે.
અદભુત કેમેરા અને સિક્યોરિટી
ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીના શોખીનો માટે આ ફોન બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. આ સ્માર્ટફોનના પાછળના ભાગમાં એક શાનદાર પ્રીમિયમ ટ્રિપલ કેમેરા સેટઅપ જોવા મળી શકે છે. જેમાં 200mp નો મુખ્ય કેમેરો હશે, જે ક્રિસ્ટલ ક્લિયર ફોટા પાડશે. આ સિવાય વાઇડ-એંગલ શોર્ટ્સ માટે 50mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો અને દૂરની વસ્તુઓને ક્વોલિટી બગાડ્યા વગર ઝૂમ કરવા માટે 50mp નો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરો સામેલ હોઈ શકે છે. સાથે જ, સુરક્ષા માટે ફોનની સાઇડમાં ફાસ્ટ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવશે.





