Home International Visit These 5 Indian Cities To Get Best View Of Snowfall

આ છે ધરતી પરના સ્વર્ગ : સ્નોફોલની મજા લેવા માટે આ 5 સ્થળો છે બેસ્ટ, તમે પણ લો મુલાકાત

આ છે ધરતી પરના સ્વર્ગ
Published by: OBS Bureau
Last Updated: Jan 17, 2025, 04:23 PM IST

શિયાળાની સિઝન આવતાની સાથે જ લોકોને બરફની યાદ આવે છે. બરફવર્ષા થતાની સાથે જ ધરતી પણ જાણે સ્વર્ગ હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. તમે પણ જો આ નજારાનો આનંદ લેવા માંગો છો તો, તમે આ જગ્યાઓની મુલાકાત લઈ શકો છો. બરફથી ઢંકાયેલા પહાડો અને શાંત વાતાવરણનો અનુભવ કરવા માટે આ સ્થાને તમે જઈ શકો છો.

જમ્મૂ-કાશ્મીર
કાશ્મીરના પૃથ્વી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે. એમાં પણ ખાસ કરીને ગુલમર્ગ તો તેમાં શિરમોર સમાન છે. તે જ્યારે બરફથી ઢંકાઈ જાય છે ત્યારે નજારો એકદમ સ્વર્ગ જેવો જ લાગે છે. અહીં તમે વિવિધ એક્ટિવિટીઝ પણ કરી શકો છો.

હિમાચલ પ્રદેશ
શિમલા હિમાચલ પ્રદેશની રાજધાની છે અને એક પ્રખ્યાત હિલ સ્ટેશન છે. શિમલામાં પણ શિયાળામાં હિમવર્ષા થાય છે. અહીં તમે મોલ રોડ પર ફરી શકો છો, શિમલા ક્રિસમસ ટ્રી જોઈ શકો છો અને શિમલાની આસપાસના પર્વતોમાં ટ્રેકિંગ કરી શકો છો. તો મનાલી પણ હિમાચલનો મહત્વનો હિસ્સો છે. અહીં તમે રોહતાંગ જઈને બરફવર્ષાનો આનંદ લઈ શકો છો.

ઉત્તરાખંડ
દેવોની ભૂમિ કહેવાતા ઉત્તરાખંડની અનેક જગ્યાઓ અત્યંત ખૂબસૂરત છે. ઔલી ઉત્તરાખંડનો એક સ્કીઈંગ રિસોર્ટ છે. જ્યાં તમને બેસ્ટ સ્કીઈંગ રિસોર્ટ મળશે.

લદ્દાખ, લેહ-લદાખ
હિમવર્ષાનો આનંદ માણવા માટે લદ્દાખ ભારતના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. અહીં તમે ટ્રેકિંગ પર જઈ શકો છો. રોજના ઘોંઘાટથી શાંતિ મેળવવા માટે તમે લદ્દાખ પણ જઈ શકો છો. અહીંના સુંદર અને શાંતિપૂર્ણ નજારા તમને માનસિક શાંતિનો અહેસાસ પણ કરાવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક