Home Sports Virat Kohli Will Play Vijay Hazare Trophy Again In 2025 26 Know Complete Details

વિજય હજારે ટ્રોફી 2025-26 માં ફરી એક વખત રમશે Virat Kohli! : મેચ ક્યારે અને કઈ ટીમ સામે રમશે? જાણો સંપૂર્ણ માહિતી

વિજય હજારે ટ્રોફી 2025-26 માં ફરી એક વખત રમશે Virat Kohli!
Published by: OBS Bureau
Last Updated: Dec 29, 2025, 05:49 AM IST

Update on Virat Kohli in Virat Kohli in vijay hazare trophy 2026: ફેન્સ પાસે હવે એક જ પ્રશ્ન છે કે, વિરાટ કોહલી વિજય હજારે ટ્રોફીમાં દિલ્હી માટે તેની આગામી મેચ ક્યારે રમશે? વિરાટ કોહલી વિશે એક મોટી અપડેટ આવી છે. તેની મર્યાદિત ઉપલબ્ધતા હોવા છતાં, વિરાટ કોહલી વિજય હજારે ટ્રોફીમાં દિલ્હી માટે ઓછામાં ઓછી એક વધુ મેચ રમી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, કોહલી 6 જાન્યુઆરી, 2026 ના રોજ રેલ્વે સામે રમવાનો છે, જે ભારતની ન્યુઝીલેન્ડ સામેની ODI સીરિઝ પહેલા હશે. DDCA ના એક ટોપના અધિકારીએ ખાતરી આપી છે કે, વિરાટ કોહલી 6 જાન્યુઆરીએ અલુરમાં વિજય હજારે ટ્રોફીમાં રેલવે સામે રમશે. આ સમાચાર આવ્યા પછી ફેન્સ ખૂબ જ ખુશ છે. ક્રિકેટના ફેન્સ અણએ વિરાટ કોહલીના ફેન્સ વિરાટ કોહલીને ફરી એકવાર વિજય હજારે ટ્રોફીમાં રમતા જોઈ શકશે.

વિરાટ કોહલી ક્યારે રમશે મેચ?

6 જાન્યુઆરી 2026, એ દિલ્હી vs રેલ્વે (Alur માં)

વિરાટ કોહલીનું ધમાકેદાર ફોર્મ

વિરાટ કોહલી 24 ડિસેમ્બરે બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે આંધ્રપ્રદેશ સામે ડોમેસ્ટિક ક્રિકેટમાં પાછો ફર્યો હતો. 299 રનને ચેસ કરતા, કિંગ કોહલીએ 101 બોલમાં શાનદાર 131 રન બનાવ્યા, જેમાં ક્લાસિક શોટ અને એગ્રેસીવ ક્રિકેટનું કોમ્બિનેશન જોવા મળ્યું હતું. આ ઇનિંગે દિલ્હીને ચાર વિકેટથી શાનદાર જીત અપાવી, અને વિરાટ કોહલીએ List-A ક્રિકેટમાં 16,000 રનનો આંકડો પણ પૂર્ણ કર્યો. બીજી મેચમાં વિરાટ કોહલીએ 61 બોલમાં 77 રન બનાવ્યા અને બે મહત્વપૂર્ણ કેચ પણ પકડ્યા હતા, જેના કારણે દિલ્હીએ સાત રનથી જીત મેળવી. વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.

પહેલી ODI 11 જાન્યુઆરીએ રમાશે.

વિરાટ કોહલી જાન્યુઆરીમાં ન્યુઝીલેન્ડ સામેની ODI સીરિઝમાં રમશે. સીરિઝની પહેલી મેચ 11 જાન્યુઆરીએ રમાશે. આ સીરિઝમાં ત્રણ મેચનો સમાવેશ થશે. ODI સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની સ્કવોડ 3 અથવા 4 જાન્યુઆરીએ જાહેર થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now