Home National Viral Social Media War Lockdown Message Fact Check

War Lockdown Notice Fact Check : ‘યુદ્ધ-લોકડાઉન’ મેસેજ વાયરલ, શું ખરેખર આવશે ઇમરજન્સી? જાણો સત્ય

વાયરલ ‘યુદ્ધ-લોકડાઉન’ નોટિસ ફેક
Published by: Vishal Dave
Last Updated: Apr 01, 2026, 12:15 PM IST

War Lockdown Notice Fact Check: ‘યુદ્ધ અને લોકડાઉન’ની નોટિસ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ત્યારે સવાલ એ થાય છેકે, શું ખરેખર વૈશ્વિક સ્તર પર યુદ્ધની સ્થિતિને કારણે ભારતમાં પણ લાગી શકે છે વોર-લોકડાઉન? કેમ આ મેસેજ હાલ વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે? શું છે આ મેસેજ વાયરલ થવા પાછળની સાચી હકીકત? શું કોઈ સોશિયલ મીડિયા પર જાણી જોઈને ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાવી રહ્યું છે? આવા અનેક સવાલો હાલ ઉઠી રહ્યાં છે. ત્યારે જાણો શું છે સમગ્ર મામલાની સાચી હકીકત અને સરકારે શું આપ્યો છે જવાબ.

સોશિયલ મીડિયા પર ફરી એકવાર ગેરમાર્ગે દોરતી માહિતી ઝડપથી ફેલાઈ રહી છે. હાલમાં એક ‘નોટિસ’ વાયરલ થઈ રહી છે જેમાં દેશભરમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાવાની અને તેની અસર તરીકે લોકડાઉન લાગવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ મેસેજમાં લોકોને જરૂરી સામાન સંગ્રહ કરવાની સલાહ પણ આપવામાં આવી રહી છે, જેના કારણે અનેક લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. પરંતુ ફેક્ટચેકમાં આ દાવા સંપૂર્ણપણે ખોટા સાબિત થયા છે. કોઈપણ સરકારી વિભાગ અથવા સત્તાવાર એજન્સી દ્વારા આવી કોઈ નોટિસ જાહેર કરવામાં આવી નથી. આ મેસેજ માત્ર ગેરમાર્ગે દોરતો અને ખોટો છે.

શું છે વાયરલ મેસેજમાં?

વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશભરમાં તણાવ વધતા યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે અને સરકાર લોકડાઉન જાહેર કરી શકે છે. મેસેજમાં લોકોને ખાદ્ય સામગ્રી, દવાઓ અને અન્ય જરૂરી વસ્તુઓનો જથ્થો ભેગો કરવાની સલાહ આપવામાં આવી છે. આ મેસેજ ખાસ કરીને વોટ્સએપ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ પર ઝડપથી ફેલાયો છે, જ્યાં લોકો તેને સાચું માનીને આગળ ફોરવર્ડ કરી રહ્યા છે.

ફેક્ટચેકમાં શું સામે આવ્યું?

ફેક્ટચેક એજન્સીઓ અને વિશ્વસનીય મીડિયા રિપોર્ટ્સ મુજબ આ નોટિસ સંપૂર્ણપણે ફેક છે. કોઈપણ સરકારી સ્તરે લોકડાઉન અથવા યુદ્ધ અંગે આવી જાહેરાત કરવામાં આવી નથી. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ, આવી અફવાઓ સામાન્ય રીતે લોકોમાં ભય અને ગેરસમજ ફેલાવવા માટે બનાવવામાં આવે છે. ખાસ કરીને એપ્રિલ મહિનાની શરૂઆતમાં આવી મેસેજો વધુ જોવા મળે છે, કારણ કે ઘણા લોકો ‘એપ્રિલ ફૂલ’ના નામે મજાક કરે છે.

સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝનો ખતરો:

આ ઘટનાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝના વધતા ખતરાને ઉજાગર કર્યો છે. કોઈપણ માહિતી ચકાસ્યા વગર ફોરવર્ડ કરવી એ ગેરસમજ ફેલાવવાનો મુખ્ય કારણ બને છે. વિશેષજ્ઞો સલાહ આપે છે કે લોકો કોઈપણ સંવેદનશીલ અથવા ડરાવનારી માહિતી મળ્યા પછી પહેલા તેની સત્તાવાર સ્ત્રોતોથી પુષ્ટિ કરે.

કેવી રીતે ઓળખશો ફેક ન્યૂઝ?

ફેક ન્યૂઝને ઓળખવા માટે કેટલીક સરળ રીતો અપનાવી શકાય:

સત્તાવાર વેબસાઈટ અથવા સરકારી જાહેરાત ચકાસો

મેસેજમાં દર્શાવેલ સ્ત્રોત વિશ્વસનીય છે કે નહીં તે જુઓ

ખૂબ જ ભયજનક અથવા તાત્કાલિક કાર્યવાહી માટે દબાણ કરતો મેસેજ હોય તો સાવધાન રહો

ફેક્ટચેક વેબસાઈટ્સનો ઉપયોગ કરો


છેલ્લા પાના પર છુપાયેલા હતો અસલી ખેલ:

આમ તો આ મેસેજ વાયરલ થયો, અમુક લોકોએ તેને ઓપન કર્યું અને ત્યારે જતાં હકીકત સામે આવી. આ લાંબી એવી પીડીએફ ફાઈલમાં છેલ્લે એક નાનું એવું ટ્વિસ્ટ હતું. ત્યાં કોઈ યુદ્ધની ચેતવણી નહોતી, પણ હસવાનું એક ઈમોજી અને એપ્રિલ ફુલનો મેસેજ હતો. એટલે કે જે નોટિસને જોઈ લોકો ડરી ગયા હતા, તે ખાલી 1 એપ્રિલની મોજ મસ્તી માટે બનાવેલી એક મજાક હતી. જેણે પણ તૈયાર કર્યો, તેણે લોકોને ડરને હથિયાર બનાવીને તેમને બેવકૂફ બનાવવાની કોશિશ કરી.

આજના ડિજિટલ યુગમાં માહિતી ઝડપથી ફેલાય છે, પરંતુ દરેક માહિતી સત્ય હોય તે જરૂરી નથી. ‘યુદ્ધ અને લોકડાઉન’ જેવી અફવાઓ લોકોમાં અનાવશ્યક ભય પેદા કરી શકે છે અને સામાજિક અશાંતિ ફેલાવી શકે છે. આથી, જવાબદાર નાગરિક તરીકે દરેક વ્યક્તિએ માહિતી શેર કરતા પહેલા તેની સાચી ખાતરી કરવી ખૂબ જરૂરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ચંદીગઢમાં પંજાબ BJP કાર્યાલય બહાર ધડાકો
PM મોદીનો હુંકાર! 'કોંગ્રેસના રાજકુમારની હારની સેન્ચ્યુરી પાકી'
Play Video
LGP Shortage; FY27 ની શરૂઆતમાં જ મોંઘવારીનો માર!
Play Video
જમ્મુ-કાશ્મીરમાં સેનાનો મોટો સપાટો