Home International Viral Sadhvi Harsha Is Getting Married Her Mother Has Shortlisted Grooms

સુંદર 'સાધ્વી'ની રોચક વાતો : વાયરલ સાધ્વી હર્ષા કરવાની છે લગ્ન, માતાએ જોઈ રાખ્યા છે છોકરા

સુંદર 'સાધ્વી'ની રોચક વાતો
Published by: OBS Bureau
Last Updated: Jan 16, 2025, 02:30 PM IST

આજકાલ ચારેકોર જેની ચર્ચા છે તેવી હર્ષા રિછારિયા, એટલે કે સાધ્વીનો વેશ જેણે ધારણ કર્યો હતો અને મેકઅપ કર્યો હોય એવો વીડિયો વાયરલ થયો હતો એ યુવતી. હર્ષા વિશે સૌ કોઈ જાણવા માંગે છે. ત્યારે તેના વિશે સૌથી મોટો ખુલાસો તેની માતાએ કર્યો છે. હર્ષો રિછારિયાની માતાએ કહ્યું છે, કે તેમની દીકરી લગ્ન કરવાની છે. તેમણે બે છોકરા પણ જોઈ રાખ્યા છે. જણાવી દઈએ કે માતા તેમની સિલાઈ કામ કરે છે અને પિતા કંડક્ટર છે.

મહાકુંભ દરમિયાન સંગમ નગરીમાં ગળામાં રૂદ્રાક્ષ, ફૂલની માળા, માથા પર તિલક અને સાધ્વીના કેસરિયા કપડામાં ફરતી સાધ્વી ખૂબ જ ચર્ચામાં રહી. તેની નામ હર્ષા છે અને તેના દાવા પ્રમાણે તેણે સંન્યાસ નથી લીધો. સૂકુન માટે પોતાની જાતમાં કેટલાક ફેરફારો કર્યા છે. આ વચ્ચે મીડિયાએ તેના માતા પિતા સાથે પણ વાત કરી. જેમાં તેમણે કહ્યું કે, અમને અમારી દીકરી પર ગર્વ છે.તે બાળપણથી જ આધ્યાત્મિક હતી. તે ખૂબ જ સામાન્ય છે અને ઘરના દરેક કામ કરે છે. તેના માતા પિતાએ તો ત્યાં સુધી કહ્યું કે, તેમની દીકરી લગ્ન કરવાની છે. છોકરાઓ પણ તેમના ધ્યાનમાં છે.

જણાવી દઈએ છે હર્ષાના ઘરની સ્થિતિ સામાન્ય છે. તેમની માતા સિલાઈ કામ કરે છે અને પિતા કંડક્ટરનું કામ કરે છે. હર્ષાએ બીબીએ કર્યું છે અને એન્કરિંગનો કોર્સ પણ કર્યો છે. હર્ષા આચાર્ય મહામંડલેશ્વની શિષ્યા છે અને મહાકુંભમાં તે નિરંજની અખાડા સાથે જોડાયેલી છે. જો કે, તે જ્યારે શોભાયાત્રા દરમિયાન રથમાં સવાર જોવા મળી ત્યારે તેનો અનેકવાર વિરોધ પણ થયો. જો કે, હર્ષા આ તમામ બાબતોને પાછળ છોડીને પોતાનું કામ કરવામાં માનતી હોય તેવું લાગી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક