Vijay CM Oath: આજે 10 મે 2026ને રવિવારના રોજ સવારે બરાબર 10 વાગ્યે થલાપતિ વિજય તમિલનાડુના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. લગભગ છ દાયકા બાદ પહેલીવાર તમિલનાડુ રાજ્યને કોઈ બિન-દ્રવિડ મુખ્યમંત્રીનું શાસન મળશે. કોંગ્રેસના સર્વેસર્વા કહેવાતા રાહુલ ગાંધી પણ વિજયની શપશવિધિ સમારોહમાં ભાગ લેવા માટે ચેન્નઈ પહોંચ્યા છે. ત્યારે સવાલ એ પણ થાય છેકે, બધુ જ 10ના આંકડા પર કેમ? શું વિજય જ્યોતિષમાં ખુબ માને છે? શું 10નો અંક તેનો લક્કી નંબર છે? જાણો શું છે આ તમામની પાછળનું રહસ્ય...અને વિજયના શપશ ગ્રહણ સમારોહની પળેપળની અપડેટ...
થલપતિ વિજયની ધો.10ની માર્કશીટ વાયરલ: ગણિતમાં ઓછા માર્ક્સ છતાં સફળતાની અનોખી કહાની
ચેન્નઈમાં શપથવિધિ પહેલા TVK વડા વિજય અને રાજકીય નેતાઓની બેઠક
તમિલનાડુની રાજનીતિમાં આજે ઐતિહાસિક ક્ષણ સર્જાવા જઈ રહી છે. અભિનેતા પરથી રાજકારણી બનેલા સી. જોસેફ વિજય આજે સવારે 10 વાગ્યે તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તમિલગા વેત્રી કઝગમ (TVK)ના વડા વિજય માટે આ માત્ર સત્તા સુધી પહોંચવાનો પ્રસંગ નથી, પરંતુ રાજ્યની લગભગ છ દાયકાની દ્રવિડ રાજનીતિને પડકારતી નવી રાજકીય શરૂઆત પણ માનવામાં આવી રહી છે. વિજયના શપથવિધિના સમયને લઈને પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા ગરમાઈ છે. ખાસ કરીને “10 તારીખે સવારે 10 વાગ્યે” શપથવિધિ રાખવામાં આવતાં સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું વિજય જ્યોતિષ અને શુભ મુહૂર્તમાં વિશ્વાસ રાખે છે? જોકે TVK તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ દક્ષિણ ભારતીય રાજકારણમાં જ્યોતિષ, અંકશાસ્ત્ર અને શુભ સમયને મહત્વ આપવાની લાંબી પરંપરા રહી છે.
આ 5 ફિલ્મ એક્ટર્સે CM બન્યા પછી અભિનય છોડ્યો: થલાપતિ વિજય મુખ્યમંત્રી બનશે તો ઈતિહાસનું થશે પુનરાવર્તન!
10 તારીખ અને 10 વાગ્યાનો સંયોગ કેમ ચર્ચામાં?
તમિલનાડુ સહિત દક્ષિણ ભારતના ઘણા રાજકારણીઓ મોટા નિર્ણયો પહેલા જ્યોતિષીય સલાહ લેતા હોવાના દાવા થતા રહ્યા છે. રાજકીય પક્ષોના ઓફિસ ઉદ્ઘાટનથી લઈને ઉમેદવારી ફોર્મ ભરવા સુધી અનેક પ્રસંગોમાં શુભ મુહૂર્ત જોવાની પરંપરા અહીં સામાન્ય માનવામાં આવે છે. વિજયની શપથવિધિ પણ ચોક્કસ 10 વાગ્યે રાખવામાં આવતા અનેક રાજકીય વિશ્લેષકો આને માત્ર પ્રોટોકોલ નહીં પરંતુ પ્રતીકાત્મક સંદેશા તરીકે પણ જોઈ રહ્યા છે. અંકશાસ્ત્રમાં “10”ને નેતૃત્વ, નવી શરૂઆત અને સત્તાનું પ્રતિક માનવામાં આવે છે. વિજયના નજીકના વર્તુળોમાં પણ લાંબા સમયથી એવી ચર્ચાઓ રહી છે કે તેઓ આધ્યાત્મિકતા અને શુભ સમય અંગે ગંભીરતા દાખવે છે. જોકે રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે આ સમયની પસંદગી પાછળ માત્ર જ્યોતિષ જ નહીં પરંતુ રાજકીય બ્રાન્ડિંગની વ્યૂહરચના પણ હોઈ શકે છે. કારણ કે વિજયની રાજનીતિ મોટા પ્રમાણમાં પ્રતીકો, ભાવનાત્મક જોડાણ અને યુવાનોમાં નવી આશા ઉભી કરવા પર આધારિત રહી છે.
રાત્રે ડોક્ટરે મૃત જાહેર કર્યા, સવારે ઉભા થયા માજી: અંતિમ યાત્રાની તૈયારીઓ થઈ તો ધીરેધીરે હલવા લાગ્યા વૃદ્ધાના પગ! પછી તો ગાંડું થયું ગામ
60 વર્ષ બાદ તમિલનાડુમાં બિન-દ્રવિડ મુખ્યમંત્રી
વિજયની તાજપોશીનું સૌથી મોટું રાજકીય મહત્વ એ છે કે 1967 બાદ પ્રથમ વખત તમિલનાડુમાં બિન-દ્રવિડ પક્ષનો મુખ્યમંત્રી બનવા જઈ રહ્યો છે. છેલ્લા લગભગ છ દાયકાથી રાજ્યની રાજનીતિ DMK અને AIADMK જેવી દ્રવિડ વિચારધારાવાળી પાર્ટીઓ આસપાસ જ ફરે છે. 1963થી 1967 દરમિયાન કોંગ્રેસના એમ. ભક્તવત્સલમ છેલ્લાં બિન-દ્રવિડ મુખ્યમંત્રી રહ્યા હતા. ત્યારબાદ દ્રવિડ ચળવળે રાજ્યની રાજકીય દિશા સંપૂર્ણપણે બદલી નાખી. ભાષા, પ્રાદેશિક ઓળખ અને સામાજિક ન્યાયના મુદ્દાઓએ દ્રવિડ પક્ષોને સતત સત્તામાં રાખ્યા. પરંતુ આ વખતે TVKએ માત્ર બે વર્ષ જૂની પાર્ટી હોવા છતાં પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 108 બેઠકો જીતીને રાજકીય ઇતિહાસ રચ્યો છે. કોંગ્રેસ, CPI, CPM, VCK અને IUML જેવા પક્ષોના સમર્થન સાથે વિજય પાસે 121 ધારાસભ્યોનું સમર્થન છે, જ્યારે બહુમતી માટે 118 બેઠકો જરૂરી હતી.
ફિલ્મ સ્ટારથી મુખ્યમંત્રી સુધીનો વિજયનો સફર
દક્ષિણ ભારતીય રાજકારણમાં ફિલ્મ સ્ટાર્સનો પ્રભાવ નવો નથી. એમજીઆર, જયલલિતા અને કરુણાનિધિ પછી હવે વિજય પણ એ જ રાજકીય પરંપરાનો નવો ચહેરો બની રહ્યા છે. જોકે વિજયે પોતાની રાજનીતિને માત્ર સ્ટારડમ સુધી મર્યાદિત રાખી નથી. છેલ્લાં બે વર્ષમાં તેમણે સતત યુવાનો, રોજગાર, શિક્ષણ અને ભ્રષ્ટાચાર વિરોધી મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને અભિયાન ચલાવ્યું હતું. તેમની સભાઓમાં મોટી સંખ્યામાં પ્રથમ વખત મતદાન કરનારા યુવાનો જોડાયા હતા. TVKએ સોશિયલ મીડિયા અને ગ્રાઉન્ડ કનેક્ટ બંનેમાં આક્રમક વ્યૂહરચના અપનાવી હતી. વિજયે પોતાને પરંપરાગત દ્રવિડ રાજનીતિના વિકલ્પ તરીકે રજૂ કર્યા. તેમની ભાષણશૈલીમાં તમિલ ગૌરવ સાથે વિકાસ અને પારદર્શક શાસનની વાતો વધુ જોવા મળી હતી. રાજકીય વિશ્લેષકો માને છે કે રાજ્યમાં લાંબા સમયથી ચાલતા દ્રવિડ વર્સેસ દ્રવિડ રાજકારણથી કંટાળેલા મતદારોના એક વર્ગે નવા વિકલ્પ તરીકે TVK તરફ વળવાનું પસંદ કર્યું.
રાહુલ ગાંધીની હાજરીનું રાજકીય મહત્વ
વિજયના શપથ સમારોહમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું ચેન્નઈ પહોંચવું પણ રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કોંગ્રેસે TVKને સમર્થન આપીને દક્ષિણ ભારતમાં પોતાની રાજકીય હાજરી મજબૂત કરવાની કોશિશ કરી છે. રાહુલ ગાંધીની હાજરી એ સંકેત પણ આપે છે કે ભવિષ્યમાં રાષ્ટ્રીય સ્તરે ભાજપ વિરોધી ગઠબંધનમાં વિજયની ભૂમિકા વધી શકે છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં કોંગ્રેસ માટે મજબૂત પ્રાદેશિક સાથીઓ ખૂબ મહત્વના બની રહ્યા છે.
વિજય સામેના પડકારો પણ ઓછા નથી
જોકે ચૂંટણી જીતવી એક બાબત છે, પરંતુ તમિલનાડુ જેવા રાજકીય રીતે જાગૃત રાજ્યમાં સરકાર ચલાવવી વિજય માટે મોટો પડકાર રહેશે. રાજ્યમાં દ્રવિડ વિચારધારાનું પ્રભુત્વ હજુ પણ મજબૂત છે અને DMK-AIADMK જેવી પાર્ટીઓ મજબૂત સંગઠન ધરાવે છે. વિજય સામે સૌથી મોટો પડકાર પોતાના સ્ટાર ઇમેજને અસરકારક શાસનમાં પરિવર્તિત કરવાનો રહેશે. રોજગાર, ઔદ્યોગિક વિકાસ, કેન્દ્ર-રાજ્ય સંબંધો અને ભાષાકીય રાજકારણ જેવા મુદ્દાઓ પર તેમની સરકારની કામગીરી પર સૌની નજર રહેશે. તે ઉપરાંત ગઠબંધન સરકારમાં વિવિધ પક્ષોની અપેક્ષાઓ સંતુલિત રાખવી પણ સરળ નહીં બને. કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સાથેનું સમીકરણ લાંબા ગાળે કેવી રીતે આગળ વધે છે તે પણ મહત્વપૂર્ણ રહેશે.





