Home Gujarat Vijay Rupanis Funeral Procession Started In Rajkot People Of Rajkot Bid Farewell To Rupani While Crying

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર : અશ્રુભીની આંખે રાજકોટે રૂપાણીને આપી અંતિમ વિદાય, અમિત શાહે પુષ્પાંજલિ અર્પી

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 16, 2025, 01:42 PM IST

રૂપાણી પરિવાર પાર્થિવદેહ લઈ પહોંચતાં રાજકોટ હીબકે ચડ્યું
અંતિમયાત્રા સમયે "વિજયભાઈ અમર રહો"ના નારા લાગ્યા
વિજય રૂપાણીના પુત્રને આખા રાજકોટે આપી સાંત્વના
અંતિમયાત્રામાં સામેલ રાજકોટના વેપારી બોલ્યા "અમે નોંધારા થઈ ગયા"

Vijay Rupani Funeral Updates:
આજે રંગીલુ રાજકોટ રોઈ રહ્યું છે. આજે દરેક રાજકોટવાસીઓની આંખોમાં આસું છે. આજે દરેક રાજકોટવાસી રસ્તા પર ઉતરીને તેના લાડકવાયા નેતાને અંતિમ વિદાય આપી રહ્યું છે. રાજકોટમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા નીકળી. વિજય રૂપાણીની અંતિમ યાત્રામાં હજારો લોકો સ્વયંભૂ ઉમટી પડ્યાં. રડતા-રડતા રાજકોટે વિજય રૂપાણીને અંતિમ વિદાય આપી. વીડિયો જોઈને તમારી આંખો પણ ભીની થઈ જશે.

વિજય રૂપાણીના પત્ની અંજલિબેન ભાંગી પડ્યાં
ન જોવા મળ્યું તિરંગામાં લપેટાયેલા વિજયભાઈનું મોં
રૂપાણીનું કોફિન આવતાં જ હજારો આંખો રડી પડી
કોફિન જોઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પણ હાથ ધ્રૂજી ગયા



રૂપાણીએ કરેલા કાર્યો અને તેમના સાદગી ભર્યા સ્વભાવને કારણે તેઓ હંમેશા સૌના પ્રિય રહ્યાં છે. ખાસ કરીને રાજકોટને રંગીલું બનાવવામાં તેમનો સિંહફાળો રહ્યો છે. તેઓ એક સમયે રાજકોટના મેયર પણ રહ્યાં હતાં. ત્યાર બાદ તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા. પછી તેમણે પાંચ વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સુપેરે નિભાવી. આમ વિજય રૂપાણીને અંતિમ વિદાય આપવા માટે આખું રાજકોટ શહેર રસ્તા પર ઉતરી આવ્યું હતું. રૂપાણીના પરિવારે પણ અંતિમ યાત્રા વખતે શ્રદ્ધાંજલિ આપવા ઉમટેલાં લોકોને વંદન કરીને પરસ્પર લાગણી વ્યક્ત કરી. વિજય રૂપાણીની અંતિમ યાત્રામાં ભાજપના રાજ્યકક્ષાથી લઈને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ પણ પદયાત્રા કરતા જોવા મળ્યાં.

રૂપાણીના સન્માનમાં આજે રાજકીય શોક જાહેરઃ
આજે રાજ્યમાં એક દિવસનો રાજકીય શોક પણ જાહેર કરાયો છે, જેથી રાજ્યની તમામ સરકારી બિલ્ડિંગો પર અડધી કાઠીએ દેશનો રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રામાં રાષ્ટ્રીય નેતાઓ પણ હાજર રહ્યાં. તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ગુજરાત મંત્રી મંડળના સભ્યો હાજરી આપી. તો મંગળવારે રાજકોટમાં અને બુધવારે ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રીની પ્રાર્થનાસભા રાખવામાં આવશે.

રૂપાણીને અપાયું ગાર્ડ ઓફ ઓનરઃ
ધ્યાન શંકર પ્રગટેશ્વર મહાદેવના પ્રાંગણમાં પૂર્વ મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો. રાજકોટ ખાતે તેમના અંતિમ દર્શન અને અંતિમયાત્રા કાઢવામાં આવી. માટે તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. સવારે ૧૧.૩૦ કલાકે તેમના પર પરિવારજનોને મૃતદેહ સોંપાઈ જશે.

રૂપાણીના સન્માનમાં ત્રણ શોકસભાનું આયોજનઃ

17 જુન, 2025 મંગળવારે સાંજે 3.00 થી 6.00
પ્રાર્થના સભા સ્થળ : રેસકોર્ષ મેદાન, રાજકોટ

19 જુન, 2025 ગુરુવારના રોજ સવારે 9.00 થી 12.00
પ્રાર્થના સભા સ્થળ : હૉલ નં. | એક્ઝિબિશન સેન્ટર, હેલીપેડ ગ્રાઉન્ડ, સેક્ટર-૧૭, ગાંધીનગર

ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા પ્રાર્થનાસભા, ગાંધીનગર
20 જુન, 2025 શુક્રવારે સાંજે સાંજે 4.00 થી 6,00
પ્રાર્થના સભા સ્થળ : કમલમ, કોબા, ગાંધીનગર

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now