Home International Video Landslide In Mandi Himachal Pradesh Former Cm Jairam Thakur Ran

VIDEO: હિમાચલમાં પહાડો વચ્ચે અચાનક ભૂસ્ખલન! : પૂર્વ CM જીવ બચાવી દોડ્યા

VIDEO: હિમાચલમાં પહાડો વચ્ચે અચાનક ભૂસ્ખલન!
Published by: OBS Bureau
Last Updated: Jul 13, 2025, 01:18 PM IST

દેશમાં ચોમાસાની શરૂઆત થતાં જ હિમાચલ પ્રદેશમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ભૂસ્ખલન તો ક્યાંક પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો કે, આ બધાની વચ્ચે એક વાયરલ વીડિયો સામે આવ્યો છે. જેમા જોઈ શકાય છે કે, હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના સરાજ વિસ્તારમાં પહાડોમાં અચાનક ભૂસ્ખલન થતાં પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરની ગાડી પર ઓચિંતા પથ્થર પડે છે.

પહાડોમાં અચાનક ભૂસ્ખલન
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરની ગાડી પર ઓચિંતા પથ્થર પડે છે તેમજ ભૂસ્ખલનના કારણે રસ્તા વચ્ચે મોટા મોટા પથ્થરો ધસી રહ્યાં છે, જ્યાં પૂર્વ CM રસ્તામાં દોડી રહ્યાં છે. અત્રે જણાવીએ કે, ચંડીગઢ-મનાલી રાજમાર્ગ પંડોહમાં પણ ભૂસ્ખલન થવાથી લગભગ 6.5 કિ.મી.ના રસ્તો બ્લોક થયો હતો. ત્યારબાદ જેસીબી મશીન બોલાવીને પથ્થરોને દૂર કરવામાં આવ્યા હતા.
હિમાચલમાં વરસાદી કહેર!
હિમાચલ પ્રદેશને અત્યાર સુધીમાં 751 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. રાજ્યના જાહેર બાંધકામ મંત્રી વિક્રમાદિત્ય સિંહે વરસાદથી ગંભીર રીતે પ્રભાવિત વિધાનસભા મતવિસ્તારો માટે 2 કરોડ રૂપિયા અને તમામ વિધાનસભા મતવિસ્તારોમાં રસ્તાઓ અને અન્ય માળખાગત સુવિધાઓના સમારકામ માટે 50 લાખ રૂપિયાની જાહેરાત કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video