Home Gujarat Ahmedabad Vet Sangam 2026 Ahmedabad Emri Green Health Services 1962 Animal Emergency

વેટ સંગમ 2026 : અમદાવાદમાં યોજાયો વેટરનરી ડોક્ટરોનો ‘મહાકુંભ’, 16 વરિષ્ઠ અધિકારીઓનું કરાયું ગૌરવપૂર્ણ સન્માન

Vet Sangam 2026, World Veterinary Day
Published by: Nirali Gohil
Last Updated: Apr 30, 2026, 06:45 AM IST

અમદાવાદ: વિશ્વ પશુચિકિત્સા દિવસના પાવન અવસરે ગુજરાતમાં પશુ સારવાર ક્ષેત્રે કાર્યરત EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. અમદાવાદના નરોડા કેમ્પસ ખાતે 'વેટ સંગમ – એક્સચેન્જ ધ એક્સપિરિયન્સ' કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રાજ્યના નિવૃત્ત વરિષ્ઠ પશુચિકિત્સકોના બહોળા અનુભવ અને જ્ઞાનનો લાભ લઈને રાજ્યની પશુચિકિત્સા સેવાઓ, ખાસ કરીને 1962 એનિમલ હેલ્પલાઇનને વધુ આધુનિક અને કાર્યક્ષમ બનાવવાનો છે. રાજ્યભરમાંથી પધારેલા વરિષ્ઠ વેટરનરી ડોક્ટરોએ આ મંચ પરથી પશુપાલન ક્ષેત્રે વર્તમાન સમયમાં આવી રહેલા પડકારો અને ઇમરજન્સી સેવાઓમાં થઈ શકતા સુધારાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. અનુભવી ડોક્ટરો અને આધુનિક ટેકનોલોજી સાથે જોડાયેલી નવી પેઢીના તબીબો વચ્ચેનો આ વિચાર-વિમર્શ ગુજરાતના પશુપાલન વ્યવસાય માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય

આ ગરિમાપૂર્ણ કાર્યક્રમનો પ્રારંભ મુખ્ય અતિથિ વિશેષ પશુપાલન વિભાગના ડાયરેક્ટર ફાલ્ગુની ઠાકરની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગર્વ (GARVA) ના પ્રેસિડેન્ટ ડૉ. ડી.કે. પટેલ, નિવૃત્ત ડીન ડૉ. ડી.વી. જોશી તેમજ વરિષ્ઠ નિષ્ણાતો ડૉ. સંજય ડાભી અને ડૉ. ભગીરથ પટેલે હાજર રહીને દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. સંસ્થાના સી.ઓ.ઓ. જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે નિવૃત્ત ડોક્ટરોના વર્ષોના અનુભવને સંસ્થાના વિઝન સાથે જોડીને પશુ સેવાઓને નવી ઊંચાઈએ લઈ જવામાં આવશે.

આ પણ વાંચો: 1992ના જૂના હત્યા કેસનો મામલો : ખોદેલા ખાડામાંથી મળી આવ્યું માનવ કંકાલ, FSL તપાસથી ખુલશે હત્યારાના નામ

વરિષ્ઠ પશુચિકિત્સકોનું સન્માન અને કેમ્પસ મુલાકાત

સંસ્થાના પ્રોજેક્ટ હેડ મુકેશ ચાવડા અને એચ.આર. હેડ આશિષ ધોમસેના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સમારોહમાં 16 જેટલા નિવૃત્ત વરિષ્ઠ વેટરનરી ઓફિસરનું તેઓની સેવા બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. ભૌમિક પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે આ મિલન પાછળના ઉદ્દેશ્યો વિશે મહેમાનોને માહિતગાર કર્યા હતા.

1962 સેવાઓની કાર્યપ્રણાલીનું નિરીક્ષણ

કાર્યક્રમના અંતિમ ચરણમાં તમામ મહેમાનોએ કેક કટિંગ કરી વિશ્વ પશુચિકિત્સા દિવસની ઉજવણી કરી હતી. ત્યારબાદ મહાનુભાવોએ EMRI GHS કેમ્પસની મુલાકાત લીધી હતી અને રાજ્યમાં કાર્યરત '૧૯૬૨ પશુ ઇમરજન્સી સેવાઓ' કેવી રીતે કાર્ય કરે છે તેનું જીવંત નિરીક્ષણ કર્યું હતું. પશુ સારવાર ક્ષેત્રે અનુભવ અને આધુનિક ટેકનોલોજીનો આ સમન્વય આગામી સમયમાં પશુપાલકો માટે વધુ રાહતદાયક પરિ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now