Home Gujarat Verdict In The Murder Case Of Pankaj Trivedi Of The Swadhyay Parivar

પંકજ ત્રિવેદી હત્યા કેસમાં ચુકાદો : અમદાવાદ સેસન્સ કોર્ટે 10 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી

પંકજ ત્રિવેદી હત્યા કેસમાં ચુકાદો
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2025, 02:57 PM IST

15 જૂન 2006ના રોજ અમદાવાદમાં સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. પંકજ ત્રિવેદી મૂળ NRI હતા અને સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા હતા. તેઓએ સ્વાધ્યાય પરિવારની ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવ્યો હતો, જેના કારણે તેમના પર હુમલો થયો હતો.

એલિસબ્રિજ જીમખાના નજીક 15 જૂન, 2006ના રોજ તેમને નિષ્ઠુર રીતે માર મારી હત્યા કરવામાં આવી. આ કેસમાં 2009માં ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન સ્વાધ્યાય પરિવારના સંકળાયેલા કેટલાક લોકો સામે આરોપ મુકાયો.

16 વર્ષ સુધી ચાલેલી કાનૂની પ્રક્રિયાના અંતે, અમદાવાદ સેશન્સ કોર્ટે 10 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે. આ કેસ ગુજરાત અને ભારતભરમાં ભારે ચર્ચાનું કેન્દ્ર રહ્યો હતો. સ્વાધ્યાય પરિવાર, જે સામાન્ય રીતે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત છે, તેવા જૂથ સાથે જોડાયેલા લોકો પર હત્યાનો આરોપ લાગવો ચોકાવનારો હતો.


સજા પામનાર આરોપીઓનાં નામ
ચંદ્રસિંહ જાડેજા
હિતેશસિંહ ચૂડાસમા
દક્ષેશ શાહ
ભૂપતસિંહ જાડેજા
ભરતસિંહ જાડેજા
ચંદ્રકાંત ડાકી
જશુ જાડેજા
માનસિંહ વાઢેર
ઘનશ્યામસિંહ ચૂડાસમા
ભરતભાઈ તટે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now