Home National-International Venezuela Gold Price Cheaper Than Milk Bread Economic Crisis Analysis

દૂધ-બ્રેડ કરતા પણ સસ્તું સોનું! : જાણો આ દેશમાં કેમ ઓછી છે 24 કેરેટ સોનાની કિંમત

દૂધ-બ્રેડ કરતા પણ સસ્તું સોનું!
Published by: Offbeat Team
| Last Updated: Jan 09, 2026, 04:30 PM IST

સમગ્ર વિશ્વમાં સોનું એક સૌથી મૂલ્યવાન ધાતુ તરીકે ઓળખાય છે, પરંતુ દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં સ્થિતિ સાવ ઉલટી છે. અહીં સોનાના ભાવ જાણીને તમે ચોંકી જશો. હાલમાં વેનેઝુએલામાં 24-Carat Goldની કિંમત એક કપ ચા કે કોફી કરતા પણ ઓછી હોવાનું સામે આવ્યું છે. સોનાના આટલા નીચા ભાવ વેનેઝુએલાની ભાંગી પડેલી અર્થવ્યવસ્થા અને તેની ચલણી મુદ્રાના પતનની ચાડી ખાય છે.

ભારતમાં એક કપ ચાની કિંમતમાં ત્યાં મળે છે એક ગ્રામ સોનું

ભારતમાં જ્યાં સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે અને રેકોર્ડ તોડી રહ્યા છે, ત્યાં વેનેઝુએલાનું ગણિત સાવ અલગ છે. આંકડાઓ અનુસાર ભારતમાં 24-Carat Goldની કિંમત અંદાજે 13,800 રૂપિયા પ્રતિ ગ્રામની આસપાસ છે, જ્યારે વેનેઝુએલામાં આ જ સોનું ભારતીય ચલણ મુજબ માત્ર 181 રૂપિયા પ્રતિ ગ્રામમાં મળી રહ્યું છે. તેવી જ રીતે 22-Carat Goldના ભાવ પણ અંદાજે 166 રૂપિયા પ્રતિ ગ્રામની આસપાસ છે. આનો અર્થ એ થયો કે જેટલા પૈસામાં ભારતમાં દૂધ, બ્રેડ કે ચા મળે છે, તેટલી જ કિંમતમાં ત્યાં સોનું ખરીદી શકાય છે.

કેમ આટલું સસ્તું છે સોનું?

વેનેઝુએલામાં સોનું સસ્તું હોવા પાછળ કોઈ આર્થિક મજબૂતી નથી, પરંતુ ત્યાંની કરન્સી 'વેનેઝુએલન બોલિવર'નું ઐતિહાસિક ધોવાણ જવાબદાર છે. છેલ્લા લાંબા સમયથી વેનેઝુએલા ભયંકર મોંઘવારી અને આર્થિક બદહાલી સામે ઝઝૂમી રહ્યું છે. અહેવાલો મુજબ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની સરકાર દરમિયાન દેશનું સોનું મોટા પાયે વિદેશ મોકલવામાં આવ્યું હતું. વર્ષ 2013થી 2016 દરમિયાન આશરે 113 Metric Ton સોનું સ્વિટ્ઝર્લેન્ડ મોકલવામાં આવ્યું હોવાનો દાવો કરાય છે. દેવું ચૂકવવા અને અર્થતંત્ર ટકાવવા માટે Gold Reserveનો બેફામ ઉપયોગ થતા વર્ષ 2024 સુધીમાં વેનેઝુએલા પાસે માત્ર 161 Ton જેટલું સોનું જ બચ્યું છે.

સંસાધનો હોવા છતાં દેશની હાલત કફોડી

વેનેઝુએલા પાસે કુદરતી સંસાધનોની કોઈ અછત નથી. દુનિયામાં કાચા તેલના સૌથી મોટા ભંડારો પૈકીનો એક વેનેઝુએલામાં છે. વધુમાં ઓરિનોકો માઇનિંગ આર્ક વિસ્તારમાં 8,000 Ton સોનું અને અન્ય ખનિજો હોવાનું મનાય છે. આમ છતાં નબળી નીતિઓ, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટને કારણે આ દેશ આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે. આ જ કારણ છે કે સોનું આટલું સસ્તું હોવા છતાં સામાન્ય જનતા માટે પાયાની જરૂરિયાતો પૂરી કરવી પણ મુશ્કેલ બની ગઈ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

નાતાન્ઝ પરમાણુ પ્લાન્ટ પર અમેરિકા-ઇઝરાયલનો વિસ્ફોટક હુમલો: મધ્ય પૂર્વમાં યુદ્ધની આગ ભડકી! જાણો કેટલું નુકસાન

નાતાન્ઝ પરમાણુ પ્લાન્ટ પર અમેરિકા-ઇઝરાયલનો વિસ્ફોટક હુમલો

મથુરામાં ગૌરક્ષક સાધુના મોત બાદ મહાસંગ્રામ: હાઈવે પર પથ્થરમારો, પોલીસ વાહનોમાં તોડફોડ અને લાઠીચાર્જ; ગૌ-તસ્કરીના આરોપથી વાતાવરણ ગરમાયું

મથુરામાં ગૌરક્ષક સાધુના મોત બાદ મહાસંગ્રામ

ઈતિહાસમાં પ્રથમવાર: 60 વર્ષ પછી ઈદ પર અલ-અક્સા મસ્જિદને લાગ્યા તાળા, UAE, કતાર અને કુવૈતમાં ખુલ્લા મેદાનમાં નમાઝ પર પ્રતિબંધ

ઈતિહાસમાં પ્રથમવાર

Eid-Ul-Fitr 2026: શું છે ઝકાત-ઉલ-ફિત્ર?: જેના વગર અધૂરો ગણાય છે ઈદનો તહેવાર, કેવી રીતે મનાવવામાં આવે છે?

Eid-Ul-Fitr 2026: શું છે ઝકાત-ઉલ-ફિત્ર?

ગુજરાતીઓ હવે ગેસના બાટલાની ચિંતા ના કરતા!: LPG પર સૌથી મોટા ખુશખબર; ભારતીય ઝંડાવાળા વધુ 2 જહાજ પાર કરશે હોર્મુઝ સ્ટ્રેટની 'સાંકડી ગલી'!

ગુજરાતીઓ હવે ગેસના બાટલાની ચિંતા ના કરતા!

Iran Missile Attack: ઈરાનનું આ હથિયાર છે દુનિયા માટે ખતરો! યુએસ-યુકેને બનાવ્યું નિશાન- જાણો આગળ શું?

Iran Missile Attack

RAYMOND ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાનો અકસ્માત: મુંબઈની હોસ્પિટલમાં કરાયા દાખલ

RAYMOND ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાનો અકસ્માત

ઈરાન-અમેરિકા જંગ વચ્ચે શ્રીલંકાનો ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો: અમેરિકી ફાઈટર જેટ્સને લેન્ડિંગની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર

ઈરાન-અમેરિકા જંગ વચ્ચે શ્રીલંકાનો ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો

USS Tripoli સાથે અમેરિકાની હોર્મુઝ તરફ આગેકૂચ: શું ઈરાન સામે જમીન પર યુદ્ધ થશે? જાણો સંપૂર્ણ માહિતી

USS Tripoli સાથે અમેરિકાની હોર્મુઝ તરફ આગેકૂચ

અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ: અમે વાત કરવા માગીએ છીએ પણ...: ટ્રમ્પ

અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ

હવામાન વિભાગની મોટી આગાહી: 17 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાનું સંકટ, ગુજરાતની શું છે આગાહી

હવામાન વિભાગની મોટી આગાહી

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવથી ભારત ચિંતામાં: બહેરીનના રાજા સાથે પીએમ મોદીની મહત્વપૂર્ણ ચર્ચા

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવથી ભારત ચિંતામાં

અફઘાનિસ્તાન પર પાકિસ્તાની હુમલા બાદ ભારતની મોટી મદદ: કાબુલના મેડિકલ સેન્ટર માટે દવાઓનો જથ્થો રવાના

અફઘાનિસ્તાન પર પાકિસ્તાની હુમલા બાદ ભારતની મોટી મદદ

ચોંકાવનારો ખુલાસો: ગુજરાતમાં ભરઉનાળે કેમ પડી રહ્યો છે આટલો ભયાનક વરસાદ? 1000 KM લાંબી સિસ્ટમ પાછળ શું છે હકીકત?

ચોંકાવનારો ખુલાસો

આ કેન્દ્રીય મંત્રીને અપાઇ મારી નાખવાની ધમકી!: પશ્ચિમ બંગાળથી આવ્યો કોલ, જાસૂસી અને હત્યાની ધમકીથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ

આ કેન્દ્રીય મંત્રીને અપાઇ મારી નાખવાની ધમકી!

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!: અજાણી વ્યક્તિની આપેલી વસ્તુ ખાધી તો લૂંટાઈ જશો

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!
Play Video

બીમારીનું કહી લેડી ડોક્ટરોને ગુપ્તાંગ બતાવી તપાસવાનું કહેતો!: રૂપાળી મહિલા તબીબને ટાર્ગેટ બનાવતો યુવક, ક્લિનિકમાં જતા જ બધા કપડાં ઉતારી દેતો

બીમારીનું કહી લેડી ડોક્ટરોને ગુપ્તાંગ બતાવી તપાસવાનું કહેતો!

ભારતમાં ભૂકંપના બે જોરદાર ઝટકા: લોકો ઘર છોડીને ભાગ્યા, જાણો હવે શું થશે?

ભારતમાં ભૂકંપના બે જોરદાર ઝટકા

"પ્લીઝ પાણી આપી દો...": સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનની UNમાં વિનંતી, ભારતે પાકિસ્તાનને આતંકવાદ પર લગાવી ફટકાર

"પ્લીઝ પાણી આપી દો..."

President Droupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજના લીધા આશીર્વાદ, 'રાધે-રાધે' ના નાદ સાથે થયું ભવ્ય સ્વાગત

President Droupadi Murmu
Play Video