Home Utilities Vb G Ram G Scheme Mgnrega Job Card Update Gujarati

1 જુલાઈથી VB-G RAM G યોજના લાગુ : જૂના મનરેગા કાર્ડ હવે થશે બંધ? સરકારે જાહેર કર્યા મોટા નિયમો

VB-G RAM G Yojana
Image Credit: AI
Published by: Suman Dabhi
Last Updated: May 25, 2026, 05:39 AM IST

VB-G RAM G Yojana: દેશની સૌથી મોટી ગ્રામિણ રોજગાર યોજના મનરેગા (MGNREGA) હવે ઐતિહાસિક બદલાવ તરફ આગળ વધી રહી છે. કેન્દ્ર સરકારે “VB-G RAM G” એટલે કે “વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ)” યોજના માટેના ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા છે અને 1 જુલાઈ, 2026થી તેને દેશભરમાં લાગુ કરવાની તૈયારી શરૂ કરી છે. આ સાથે લાખો મનરેગા મજૂરોમાં સૌથી મોટો સવાલ ઊભો થયો છે - શું જૂના જોબ કાર્ડ બંધ થઈ જશે? અને જો હા, તો ક્યારે?

ભારત સરકારના નવા ડ્રાફ્ટ અનુસાર, હાલના e-KYC ચકાસાયેલ મનરેગા કાર્ડ તાત્કાલિક અમાન્ય નહીં બને, પરંતુ નવા “ગ્રામીણ રોજગાર ગેરંટી કાર્ડ” મળ્યા સુધી માન્ય રહેશે.

શું છે VB-G RAM G યોજના?

કેન્દ્ર સરકારે “Viksit Bharat – Guarantee for Rozgar and Ajeevika Mission (Gramin)” એટલે VB-G RAM G Act 2025 રજૂ કર્યો છે, જે હાલની મનરેગા યોજનાને બદલી દેશે. સરકારે આને “નેક્સ્ટ જનરેશન ગ્રામિણ રોજગાર મોડલ” તરીકે રજૂ કર્યું છે.

હાલની મનરેગા યોજના હેઠળ ગ્રામિણ પરિવારોને વર્ષમાં 100 દિવસ રોજગારની ગેરંટી આપવામાં આવે છે. નવી VB-G RAM G યોજના હેઠળ આ મર્યાદા વધારીને 125 દિવસ કરવામાં આવશે.

સરકારનો દાવો છે કે નવી યોજના માત્ર ખોદકામ કે મજૂરી પૂરતી સીમિત નહીં રહે, પરંતુ તેમાં ગ્રામિણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી સંરક્ષણ, આજીવિકા વિકાસ અને કૌશલ્ય આધારિત કાર્યોને પણ વધુ મહત્વ આપવામાં આવશે.

જૂના મનરેગા કાર્ડ ક્યારે નિષ્ક્રિય થશે?

આ સૌથી મહત્વનો સવાલ છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, 1 જુલાઈ 2026 પછી મનરેગા કાયદો સત્તાવાર રીતે રદ થઈ જશે અને VB-G RAM G Act અમલમાં આવશે.

પરંતુ તેનો અર્થ એ નથી કે લાખો મજૂરોના જોબ કાર્ડ તરત જ બંધ થઈ જશે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે:

e-KYC ચકાસાયેલ મનરેગા જોબ કાર્ડ નવા કાર્ડ આપવામાં આવે ત્યાં સુધી માન્ય રહેશે

ચાલુ તમામ કામો નવા માળખા હેઠળ ટ્રાન્સફર કરવામાં આવશે

મજૂરોના બાકી વેતન અથવા અધિકારો પર કોઈ અસર નહીં પડે

જે લોકો પાસે હજુ e-KYC નથી, તેઓને પણ કામથી વંચિત રાખવામાં નહીં આવે

અર્થાત્, જૂના કાર્ડ તબક્કાવાર રીતે બદલાશે અને સરકાર સંપૂર્ણ ડિજિટલ સિસ્ટમ તરફ આગળ વધી રહી છે.

નવી યોજનામાં શું બદલાશે?

1. 125 દિવસ કામની ગેરંટી

નવી યોજના હેઠળ ગ્રામિણ પરિવારોને 125 દિવસ સુધી રોજગાર મળશે. આ હાલની 100 દિવસ મર્યાદા કરતા 25 દિવસ વધારે છે.

2. સંપૂર્ણ ડિજિટલ સિસ્ટમ

સરકાર ગામ સ્તરેથી લઈને કેન્દ્ર સુધી સંપૂર્ણ ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ બનાવશે. પ્રોજેક્ટ ટ્રેકિંગ, પેમેન્ટ અને ફરિયાદ વ્યવસ્થા ઓનલાઈન થશે.

3. સમયસર વેતન ચુકવણી

નવી ડ્રાફ્ટ રૂલ્સમાં વેતન ચુકવણી માટે કડક સમય મર્યાદા નક્કી કરવાની વાત છે જેથી મજૂરોને લાંબી રાહ જોવી ન પડે.

4. બેરોજગારી ભથ્થું

જો યોગ્ય અરજી છતાં સમયસર કામ આપવામાં નહીં આવે તો મજૂરોના બેંક ખાતામાં સીધું બેરોજગારી ભથ્થું જમા કરાશે.

5. ફરિયાદ નિવારણ વ્યવસ્થા

નવી યોજનામાં મજબૂત ફરિયાદ નિવારણ સિસ્ટમ બનાવવામાં આવશે જેથી મજૂરોને સ્થાનિક સ્તરે જ સમસ્યાનો ઉકેલ મળી શકે.

સરકાર કેમ લાવી રહી છે આ મોટો ફેરફાર?

કેન્દ્ર સરકારનું કહેવું છે કે ગ્રામિણ અર્થતંત્રમાં હવે માત્ર મજૂરી આધારિત મોડલ પૂરતું નથી. ગામડાંઓમાં ટકાઉ વિકાસ, પાણી સંરક્ષણ, ડિજિટલ ટ્રેકિંગ અને આજીવિકા વિકાસ પર ભાર મૂકવાની જરૂર છે.

નવી યોજના “વિકસિત ભારત 2047” વિઝન સાથે જોડાયેલી હોવાનું પણ સરકાર કહી રહી છે. તેમાં ગ્રામ પંચાયતને વધુ સશક્ત બનાવવાની અને સ્થાનિક સ્તરે વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપવાની યોજના છે.

શું મજૂરો માટે ચિંતાનો વિષય પણ છે?

જ્યાં સરકાર આને સુધારાત્મક પગલું કહી રહી છે, ત્યાં કેટલાક સંગઠનો અને સામાજિક કાર્યકરો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે નવી વ્યવસ્થામાં ગરીબ મજૂરો માટે પ્રક્રિયા વધુ ડિજિટલ અને જટિલ બની શકે છે. કેટલાક વર્ગોનું કહેવું છે કે e-KYC અને ડિજિટલ સિસ્ટમના કારણે દૂરના ગામડાંઓમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.

હાલ સરકાર જાહેર પરામર્શ દ્વારા રાજ્યો, નિષ્ણાતો અને સામાન્ય નાગરિકોના સૂચનો લઈ રહી છે.

આ પણ વાંચો: UPI પેમેન્ટમાં મોટો બદલાવ! : હવે દુકાનમાં નહીં દેખાય અનેક QR અને સાઉન્ડબોક્સ, જાણો NPCIનો નવો સ્માર્ટ પ્લાન

હવે મજૂરોએ શું કરવું?

જો તમે મનરેગા જોબ કાર્ડધારક છો તો નીચેની બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે:

તમારું e-KYC વહેલી તકે પૂર્ણ કરો

બેંક ખાતું આધાર સાથે લિંક રાખો

ગ્રામ પંચાયત પાસે નવી સૂચનાઓ અંગે માહિતી મેળવો

મોબાઇલ નંબર અપડેટ રાખો

જૂનું કાર્ડ સાચવી રાખો જ્યાં સુધી નવું કાર્ડ ન મળે

ગ્રામિણ અર્થતંત્રનો આધારસ્તંભ

મનરેગા છેલ્લા લગભગ બે દાયકાથી ભારતના ગ્રામિણ અર્થતંત્રનો આધારસ્તંભ રહી છે. હવે તેની જગ્યાએ નવી યોજના આવવી એ માત્ર નામ બદલાવ નહીં પરંતુ સમગ્ર ગ્રામિણ રોજગાર માળખામાં મોટો નીતિગત ફેરફાર માનવામાં આવી રહ્યો છે. કરોડો ગ્રામિણ પરિવારોની આવક, રોજગાર અને જીવન પર તેની સીધી અસર પડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now