Home Automobile Vayve Eva Solar Electric Car With 250km Range Unveil At Bharat Mobility Global Expo

ભારતની પ્રથમ સોલર ઈલેક્ટ્રીક કાર : Vayve EVA આપશે 250 KMની રેન્જ

ભારતની પ્રથમ સોલર ઈલેક્ટ્રીક કાર
Published by: OBS Bureau
Last Updated: Dec 30, 2024, 08:20 AM IST

ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં અદ્દભુત કાર્સ લોન્ચ થવા જઈ રહી છે. મહત્ત્વનું છે કે આ વખતે પૂણે સ્થિત સ્ટાર્ટઅપ કંપની Vayve Mobility પણ આ દરમિયાન તેની સોલર ઉર્જાથી ચાલતી ઇલેક્ટ્રિક કાર EVAનું અપગ્રેડેડ વર્ઝન લોન્ચ કરવા જઈ રહી છે. આ અંગે મળતી માહિતી મુજબ આ કારને સૌથી પહેલા ઓટો એક્સપો 2023માં રજૂ કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી ફાઈનલ પ્રોડક્શન મોડલ જાહેર કરવામાં આવ્યું નથી. આ ભારતની પ્રથમ સોલાર ઇલેક્ટ્રિક કાર છે. તો ચાલો જાણીએ તેમાં ઉપલબ્ધ સુવિધાઓ અને કેવો છે આ કારના ફિચર્સ.

હેવી ટ્રાફિકમાં પણ ઈઝી રાઈડ
કંપનીના જણાવ્યા અનુસાર, નવી સોલાર ઇલેક્ટ્રિક કારને મેટ્રો શહેરોને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવી છે. જે ઓછી જગ્યામાં પણ સરળતાથી ફિટ થઈ જાય છે. તેથી ભારે ટ્રાફિકમાં વાહન ચલાવવું ખુબ જ સરળ બની જશે. સાથે જ આ કાર કોઈ પણ જગ્યાએ સરળતાથી પાર્ક થઈ જશે.

ફુલ ચાર્જ પર તે કેટલો સમય ચાલશે?
આ નવી સોલર કાર અંગે કંપનીનો દાવો છે કે, આ કાર ફૂલ ચાર્જ પર 250 કિલોમીટર સુધીની રેન્જ આપી શકે છે, જ્યારે કારની છત પર લગાવવામાં આવેલી સોલાર પેનલની મદદથી આ કાર એક વર્ષમાં 3 હજાર KM સુધી ચાલી શકે છે. આ કાર અલ્ટ્રા ફાસ્ટ ચાર્જિંગ પણ સપોર્ટ કરે છે. જે માત્ર 5 મિનિટના ચાર્જમાં 50 કિલોમીટર સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપશે.

50 પૈસમાં એક KM ચાલશે કાર
ફીચર્સ વિશે વાત કરીએ તો આ ઇલેક્ટ્રિક કાર માત્ર 0.50 પૈસાના ખર્ચે એક કિલોમીટર ચાલશે. જે માત્ર 5 સેકન્ડમાં 0 થી 40 સુધીની ઝડપ પકડી શકે છે અને આ કારની ટોપ સ્પીડ 70kmph છે. આ કારની રનિંગ કોસ્ટ પણ ઘણી વધારે છે. જેમાં તમે તમારા સ્માર્ટફોનને સરળતાથી કનેક્ટ કરી શકો છો.

Vayve Solar કારની કિંમત
Vayve Solar કારની કિંમત લગભગ 10 લાખ રૂપિયા સુધી જઈ શકે છે. પરંતુ આ કાર વિશે કંપની તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હજુ સુધી, હવે જો આ કાર તેના ફાઈનલ પ્રોડક્શન મોડલમાં આવે છે અને તેની કિંમત બજેટ સેગમેન્ટને ટચ કરવામાં સફળ થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now