Home International Nebula Next 01 Jet Edition Rocket Electric Supercar

આ કારમાં આપવામાં આવી છે રોકેટની ટેકનોલોજી! : માત્ર 0.9 સેકન્ડમાં 100 કિમીની રફ્તાર પકડતી દુનિયાની સૌથી ફાસ્ટ કાર

Nebula Next 01 Jet Edition
Image Credit: Google
Published by: Aryan Shah
Last Updated: Apr 29, 2026, 06:31 AM IST

આજની ઓટોમોબાઈલ દુનિયા અકલ્પનીય ગતિએ બદલાઈ રહી છે. પહેલા આપણે માત્ર પેટ્રોલ અને ડીઝલ એન્જિન પર નિર્ભર હતા, ત્યારબાદ ઈલેક્ટ્રિક કારો આવી, પણ હવે ચીની ટેક જાયન્ટ ડ્રીમ (Dreame) એ હદ વટાવી દીધી છે. કંપનીએ તેની નવી સુપરકાર 'નેબ્યુલા નેક્સ્ટ 01 જેટ એડિશન' (Nebula Next 01 Jet Edition) રજૂ કરીને દુનિયાભરના ઓટો એક્સપર્ટ્સને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ કાર માત્ર વીજળીથી જ નથી ચાલતી, પણ તેમાં રોકેટમાં વપરાતી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તેને સામાન્ય કાર કરતાં ઘણી અલગ બનાવે છે.

અદભૂત રોકેટ બૂસ્ટર સિસ્ટમ

આ સુપરકારની સૌથી મોટી અને આકર્ષક વિશેષતા તેનું 'ડ્યુઅલ સોલિડ રોકેટ બૂસ્ટર સિસ્ટમ' છે. સામાન્ય રીતે સુપરકારમાં વધુ હોર્સપાવર માટે મોટા એન્જિન કે પાવરફૂલ મોટર્સ હોય છે, પરંતુ ડ્રીમે કારની પાછળના ભાગમાં બે નાના રોકેટ બૂસ્ટર લગાવ્યા છે. આ બૂસ્ટર જ્યારે એક્ટિવ થાય છે, ત્યારે કારને વધારાનો થ્રસ્ટ (ધક્કો) પૂરો પાડે છે. આ ટેકનોલોજીના કારણે જ આ કાર માત્ર 0.9 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરી લે છે, જે હાલની કોઈપણ પ્રોડક્શન કાર કરતાં અનેકગણી વધારે છે.

ઝડપી રિસ્પોન્સ અને કામગીરી

રોકેટ બૂસ્ટર સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તે સમજવું પણ રસપ્રદ છે. ડ્રીમની આ સિસ્ટમ માત્ર 150 મિલિસેકન્ડમાં એક્ટિવ થઈ જાય છે. જ્યારે ડ્રાઇવર રસ્તા પર અચાનક પાવરની જરૂરિયાત અનુભવે અને એક્સિલરેટર દબાવે, ત્યારે સેન્સર તરત જ મેસેજ મોકલે છે અને રોકેટ બૂસ્ટર લોન્ચિંગ જેવી પાવર જનરેટ કરે છે. આ સિસ્ટમ ખાસ કરીને હાઇ-પરફોર્મન્સ ડ્રાઇવિંગ અને રેસિંગ ટ્રેક માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેથી કારને પળવારમાં ટોપ સ્પીડ પર લઈ જઈ શકાય.

સોલિડ-સ્ટેટ બેટરી પાવર

માત્ર સ્પીડ જ નહીં, પણ કારની રેન્જ અને સેફ્ટી માટે પણ ડ્રીમે નવી ટેકનોલોજીનો સહારો લીધો છે. નેબ્યુલા નેક્સ્ટ 01 માં નવી જનરેશનની સોલિડ-સ્ટેટ બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાલની મોટાભાગની ઇલેક્ટ્રિક કારોમાં લિથિયમ-આયન બેટરી હોય છે, જે ગરમ થવાનો ભય રહે છે, પરંતુ સોલિડ-સ્ટેટ બેટરી વધુ પાવરફુલ હોવાની સાથે અત્યંત સુરક્ષિત પણ છે. તે કારને લાંબી ડ્રાઇવિંગ રેન્જ આપે છે અને ખૂબ જ ઝડપથી ચાર્જ પણ થઈ જાય છે, જે આ સુપરકારને પ્રેક્ટિકલ બનાવે છે.

ડિઝાઇન અને ફ્યુચર પ્લાન

આ કારને જોઈને લાગે છે કે, તે ભવિષ્યમાંથી આવી છે. તેની બોડીને એરોડાયનેમિક રીતે ડિઝાઇન કરવામાં આવી છે જેથી તે હવાના અવરોધને ચીરીને આગળ વધી શકે. કારમાં એડવાન્સ LiDAR સેન્સર્સ અને સ્માર્ટ ડ્રાઇવિંગ ફીચર્સ આપવામાં આવ્યા છે, જે ભવિષ્યમાં સેલ્ફ-ડ્રાઇવિંગમાં મદદરૂપ થશે. હાલમાં આ એક કોન્સેપ્ટ મોડલ છે, જેનો અર્થ છે કે, કંપની હજુ તેના પર પરીક્ષણ કરી રહી છે. ડ્રીમ કંપનીનું લક્ષ્ય છે કે, વર્ષ 2027 સુધીમાં તેનું પ્રોડક્શન મોડલ તૈયાર થઈ જશે અને તે વેચાણ માટે ઉપલબ્ધ હશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now