ભારે વરસાદ અને વાદળ ફાટવાથી જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું છે. કટરા ખાતે માતા વૈષ્ણોદેવી મંદિર પાસે ભૂસ્ખલન થયું છે, જેમાં મૃત્યુઆંક 35ની નજીક પહોંચી ગયો છે. જોકે, મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, મૃત્યુઆંક 33 પર પહોંચી ગયો છે.
મૃત્યુઆંક 33 પર પહોંચી ગયો
જમ્મુમાં 26 ઓગસ્ટના રોજ વાદળ ફાટ્યા બાદ નદીઓ પૂરમાં છે, મોટા ખડકો, વૃક્ષો અને પથ્થરો પડી ગયા છે, ઘણા ઘરો તેની ઝપેટમાં આવ્યા છે અને વૈષ્ણોદેવી મંદિર માર્ગ પર ભૂસ્ખલન થયું છે. પહેલા મૃત્યુઆંક 6ની આસપાસ હતો પરંતુ નવીનતમ અપડેટ મુજબ, મૃત્યુઆંક 33 પર પહોંચી ગયો છે.
99 વર્ષમાં સૌથી વધુ વરસાદ
SSP રિયાસી પરમવીર સિંહે જણાવ્યું હતું કે, ''જમ્મુ-કાશ્મીરના કટરા ખાતે વૈષ્ણોદેવી મંદિર પાસે ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં 31લોકોના મોત થયા. મંગળવારે જમ્મુમાં 248 મીમી વરસાદ નોંધાયો, જે 1926 પછીનો સૌથી વધારે છે. તાવી નદી ભયના નિશાનની નજીક વહી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે.
ટ્રેનો અને ફ્લાઇટ્સ પર અસર
જમ્મુ-દિલ્હી રેલ્વે લાઇન પર માજરા (ધાંગુ) વિસ્તારમાં ચક્કી ખાડ બ્રિજને નુકસાન થવાને કારણે ટ્રાફિક રોકવામાં આવ્યું છે. વંદે ભારત સહિત 15 ટ્રેનો રદ કરવામાં આવી છે. મુસાફરોને પોતાની ટ્રેનોની સ્થિતિ તપાસવા અપીલ કરાઈ છે.જમ્મુ-શ્રીનગર અને જમ્મુ-પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ અવરોધિત થયો છે. હવાઈ સેવાઓ પર પણ અસર થઈ છે – 10માંથી 4 ફ્લાઇટ્સ રદ થઈ છે.






