Home Sports Vaibhav Suryavanshi Ipl 2026 Controversy Record

"વૈભવના બેટમાં AI ચિપ છે... લેબ ટેસ્ટ કરો!" : IPL માં સૂર્યવંશીના 'વૈભવ' પરફોર્મન્સથી પાકિસ્તાનીઓ રઘવાયા!

Vaibhav Suryavanshi
Image Credit: IPL/BCCI
Published by: Aryan Shah
Last Updated: Apr 28, 2026, 06:40 AM IST

Vaibhav Suryavanshi : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં દરરોજ નવા રેકોર્ડ્સ બની રહ્યા છે, પરંતુ આ સિઝન જે ખેલાડીના નામે લખાઈ રહી હોય તેવું લાગે છે, તે છે 15 વર્ષીય યુવા વૈભવ સૂર્યવંશી. રાજસ્થાન રોયલ્સના આ ઓપનરે પોતાની વિસ્ફોટક બેટિંગથી માત્ર ભારતીય ચાહકોના જ દિલ નથી જીત્યા, પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ખળભળાટ મચાવી દીધો છે. પાકિસ્તાની ક્રિકેટ જગતમાં હાલમાં માત્ર આ કિશોરની જ ચર્ચા થઈ રહી છે, જ્યાં કેટલાક તેની પ્રશંસા કરી રહ્યા છે, તો કેટલાક તેની ક્ષમતા જોઈને એટલા ડઘાઈ ગયા છે કે વિચિત્ર આરોપો લગાવવા પર ઉતરી આવ્યા છે.

નૌમાન નિયાઝનો હાસ્યાસ્પદ દાવો : બેટમાં AI ચિપ?

સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્રખ્યાત પાકિસ્તાની ક્રિકેટ એક્સપર્ટ નૌમાન નિયાઝ એક શો દરમિયાન વૈભવની બેટિંગ પર ટિપ્પણી કરી રહ્યા છે. તેમણે એક અત્યંત વિચિત્ર અને હાસ્યાસ્પદ દાવો કરતા કહ્યું કે, "આ છોકરો કેવો માણસ છે? જેમ WADA (વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી) ખેલાડીઓનું ડોપ ટેસ્ટ કરે છે, તેવી જ રીતે તેના બેટને પણ લેબમાં મોકલીને ચેક કરાવવું જોઈએ. મને તો લાગે છે કે, કદાચ તેના બેટમાં કોઈ AI ચિપ ઇમ્પ્લાન્ટ કરવામાં આવી હોય, જેના કારણે તે આટલા સચોટ શોટ્સ રમે છે." નિયાઝે મજાક અને આશ્ચર્યના મિશ્રણ સાથે કહ્યું કે તેની અપેક્ષાઓ આ ખેલાડી પાસેથી હવે ઘણી વધી ગઈ છે.

તબીબી પાસું અને શારીરિક ક્ષમતા પર સવાલ

નૌમાન નિયાઝે માત્ર બેટ પર જ નહીં, પણ વૈભવની ફિઝિકલ સ્ટ્રેન્થ પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું. તેમણે તબીબી પાસાઓ સમજાવતા કહ્યું કે, "સામાન્ય રીતે જ્યારે કોઈ બાળક 18 વર્ષનું થાય ત્યારે તેના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધે છે, સ્નાયુઓ અને બાયસેપ્સ-ટ્રાઇસેપ્સ આકાર લે છે અને કોર મજબૂત બને છે. પરંતુ આ છોકરો તો હજી 15-16 વર્ષનો છે. જ્યારે વિરાટ કોહલી વર્લ્ડ ચેમ્પિયન બન્યો ત્યારે તો આનો જન્મ થયો હતો!" તેમણે આગળ ઉમેર્યું કે વૈભવ પાસે કદાચ બહુ મોટી ટેકનિક નથી, પણ તેના કાંડાની શક્તિ અને બેટિંગ આર્ક તેને બીજા કરતાં અલગ અને અત્યંત ખતરનાક બનાવે છે.

આ પણ ખાસ વાંચો : આ બોલરે તો ગામ ગજવ્યું...! : બુમરાહ અને મલિંગા કરતાં પણ ખતરનાક છે આ બોલર!

ઐતિહાસિક સેન્ચુરી : 36 બોલમાં મચાવ્યો તરખાટ

વૈભવ સૂર્યવંશીએ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે રમેલી ઇનિંગ્સે પાકિસ્તાનીઓને રઘવાયા કરી દીધા છે. તેને માત્ર 36 બોલમાં સદી ફટકારી હતી, જે IPL ઇતિહાસની ત્રીજી સૌથી ઝડપી સદી છે. તેની આ રમત જોઈને પાકિસ્તાની નિષ્ણાતોએ મજાકમાં ત્યાં સુધી કહી દીધું કે, તેનો સ્ટ્રાઇક રેટ 300 નો હોવો જોઈએ. આટલી નાની ઉંમરે વિશ્વના શ્રેષ્ઠ બોલરો સામે જે આત્મવિશ્વાસથી વૈભવ રમે છે, તે સાચે જ અકલ્પનીય છે અને તેના કારણે જ તે હાલમાં ટુર્નામેન્ટના સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની લિસ્ટમાં ટોપ-3 માં સામેલ છે.

આ પણ ખાસ વાંચો : “એક ફોટા માટે 100 રૂપિયા ચાર્જ છે” : RR ના 15 વર્ષીય યુવા વૈભવ સૂર્યવંશીએ કેમ આવું કહ્યું?

વૈભવ સૂર્યવંશીના આંકડા આપી રહ્યા છે સાક્ષી

જો આપણે IPL 2026 માં અત્યાર સુધીના તેના પરફોર્મન્સ પર નજર કરીએ, તો તેના આંકડા કોઈ દિગ્ગજ બેટ્સમેન જેવા છે. તેને અત્યાર સુધી રમાયેલી 8 મેચોમાં 44.63 ની શાનદાર એવરેજથી 357 રન બનાવ્યા છે. સૌથી મહત્વની વાત તેનો સ્ટ્રાઇક રેટ છે, જે 234 થી પણ વધુનો છે. પોતાની ટૂંકી કરિયરમાં તેને અત્યાર સુધીમાં 2 સેન્ચુરી અને 3 હાફ-સેન્ચુરી ફટકારીને સાબિત કરી દીધું છે કે, તે આવનારા સમયનો સુપરસ્ટાર છે. ભલે પાકિસ્તાની નિષ્ણાતો તેના બેટ કે ટેકનિક પર સવાલ ઉઠાવે, પણ આ યુવા સ્ટાર મેદાન પર પોતાના બેટથી જ જડબાતોડ જવાબ આપી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now