Home Sports Viral Unusual Bowling Action Local Cricket India

આ બોલરે તો ગામ ગજવ્યું...! : બુમરાહ અને મલિંગા કરતાં પણ ખતરનાક છે આ બોલર!

Cricket
Image Credit: Google
Published by: Aryan Shah
Last Updated: Apr 28, 2026, 04:58 AM IST

Cricket : ભારતમાં હાલમાં IPL 2026 નો ક્રેઝ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. જ્યારે મોટા સ્ટેડિયમોમાં દિગ્ગજ વિરાટ કોહલી, રોહિત શર્મા, શ્રેયસ ઐયર અને કે. એલ રાહુલ જેવા ખેલાડીઓની સાથે યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા અને પ્રિયાંશ આર્યા જેવા યુવા ખેલાડીઓ પણ રેકોર્ડ્સ બનાવી રહ્યા છે અને તોડી રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયા પર ગલી ક્રિકેટ અને લોકલ ટુર્નામેન્ટના વીડિયો પણ લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. કહેવાય છે કે, ભારત ક્રિકેટના ટેલેન્ટની ખાણ છે અને અહીં ગલીએ ગલીએ અનોખા ખેલાડીઓ જોવા મળે છે. આવો જ એક અનોખો કિસ્સો હાલમાં સામે આવ્યો છે, જેમાં એક બોલરે પોતાની બોલિંગ એક્શનથી ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.

બિહારની નાઇટ મેચ અને ભોજપુરી સ્વાદ

વાયરલ થઈ રહેલો આ વીડિયો કોઈ હાઇ-પ્રોફાઈલ લીગનો નથી, પરંતુ એક નાનકડા ગામમાં રમાતી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો હોય તેવું લાગી રહ્યું છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં સંભળાતી કોમેન્ટ્રી ભોજપુરી ભાષામાં છે, જેનાથી અંદાજ લગાવી શકાય છે કે, આ વીડિયો બિહાર અથવા તેની આસપાસના વિસ્તારનો છે. ફ્લડ લાઈટ્સના અજવાળામાં રમાતી આ મેચમાં જ્યારે આ બોલર બોલ ફેંકવા માટે દોડે છે, ત્યારે મેદાનમાં હાજર રહેલા તમામ લોકોના શ્વાસ અધ્ધર થઈ જાય છે.

ભલભલા બેટ્સમેનને ચક્કર ખવડાવે તેવી સ્ટાઇલ

આ બોલરની ખાસિયત તેની બોલિંગ કરવાની પદ્ધતિ છે. સામાન્ય રીતે બોલર ખભા ઉપરથી કે સાઈડ આર્મ બોલિંગ કરતા હોય છે, પરંતુ આ યુવાન બોલ ફેંકતી વખતે પોતાનો હાથ પીઠ પાછળથી ફેરવીને ખૂબ જ હળવા હાથે રજૂ કરે છે. તેની એક્શન એટલી અટપટી છે કે બેટ્સમેન માટે એ સમજવું મુશ્કેલ બની જાય છે કે, બોલ કઈ દિશામાં અને કઈ ગતિએ આવશે. પહેલી નજરે જોતા તો એવું લાગે કે, જાણે તે કોઈ જાદુ કરી રહ્યો હોય. સોશિયલ મીડિયા પર લોકો તેની સરખામણી જસપ્રીત બુમરાહ અને લસિથ મલિંગા સાથે કરી રહ્યા છે.

નેટિઝન્સની રમુજી અને આશ્ચર્યજનક પ્રતિક્રિયાઓ

આ વીડિયો 'Nightmare of Haters' નામના એક્સ (ટ્વીટર) હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે અને તેને જોનારાઓની સંખ્યા લાખોમાં પહોંચી ગઈ છે. યુઝર્સ આ વીડિયો પર જુદી-જુદી કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે આ બોલર તો બુમરાહ અને મલિંગાનું મિક્સ વર્ઝન છે અને તેને 'ગુમરાહ' નામ આપવું જોઈએ. તો વળી બીજા એક યુઝરે રમૂજમાં ટિપ્પણી કરી કે, આની એક્શન જોઈને તો બેટ્સમેન પહેલા અમ્પાયર પણ કન્ફ્યૂઝ થઈ જાય કે આ બોલ વેલિડ છે કે નહીં. આ વીડિયો દર્શાવે છે કે ભારતના ખૂણે ખૂણે હજુ પણ કેટલું અજાણ્યું ટેલેન્ટ છુપાયેલું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now