Home Gujarat Vadodara Vadodara Voting 2026 Public Response Bhayli Issues

વડોદરામાં ઉજવાયો લોકશાહીનો પર્વ : રાજકિય દિગ્ગજોએ પરિવાર સાથે કર્યું મતદાન

રાજકિય દિગ્ગજોની છબી
Published by: Niraj Chokshi
Last Updated: Apr 26, 2026, 05:50 AM IST

સંસ્કારી નગરી વડોદરામાં આજે લોકશાહીના મહાપર્વ નિમિત્તે મતદાનનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં મતદારોની લાંબી કતારો જોવા મળી હતી, જેમાં યુવાનોથી લઈને વૃદ્ધો અને મહિલાઓમાં ભારે ઉત્સાહ વર્તાતો હતો..

સ્થાનિક મુદ્દાઓ પર ભાર

વોર્ડ નંબર 10માં આવતા ભાયલી ગામમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ મોટી સંખ્યામાં મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદારોના જણાવ્યા અનુસાર, "મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે." ભાયલીના રહેવાસીઓએ મુખ્યત્વે પાણી, સ્ટ્રીટ લાઈટ, કાંસની સફાઈ, રોડ-રસ્તા અને ડ્રેનેજ જેવી પાયાની સુવિધાઓ અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણની અપેક્ષા સાથે મતદાન કર્યું હતું.

આ પણ વાંચો: મતદાનના દિવસે વીજળી ગુલ, EVM અડચણ! : ગુજરાતમાં અનેક વિચિત્ર અને પ્રેરક ઘટનાઓ, જાણો કયાં કેવી સ્થિતિ

રાજકીય દિગ્ગજોએ કર્યું મતદાન

વડોદરામાં રાજકીય અગ્રણીઓએ પણ પરિવાર સાથે મતદાન મથકે પહોંચી આદર્શ નાગરિક તરીકેની ફરજ બજાવી હતી..

બાલકૃષ્ણ શુક્લ

રાવપુરા બેઠકના ધારાસભ્ય બાળકૃષ્ણ (બાળુ) શુક્લએ તેમના પત્ની સાથે માંજલપુર સ્થિત અંબે સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ તેમણે શહેરીજનોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી.

આ પણ વાંચો: "પહેલી વખત એકલી મતદાન કરવા આવી છું" : સ્વ. વિજય રૂપાણીને યાદ કરી ભાવુક થયા તેમના પત્ની, ઘણા રાજકીય દિગ્ગજોએ આપ્યો મત

સાંસદ ડો. હેમાંગ જોશી:

વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીએ પણ પરિવાર સાથે મતદાન મથકે પહોંચી વોટ આપ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા અને મીડિયા માધ્યમથી લોકોને અપીલ કરતા કહ્યું કે, "મેં મારા પરિવાર સાથે લોકશાહીને મજબૂત કરવા મતદાન કર્યું છે, તમે પણ અચૂક બહાર નીકળો અને મતદાન કરો."

ડો. જયપ્રકાશ સોની:

શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ માંજલપુરની કુબેર ઈશ્વર પ્રાથમિક શાળા ખાતે પરિવાર સાથે વોટિંગ કર્યું હતું અને મતદારોને જાગૃત કર્યા હતા.

આ સાથે વડોદરામાં મતદાન જાગૃતિનો એક અદભૂત કિસ્સો ફતેપુરા વિસ્તારમાં જોવા મળ્યો હતો. અહીં એક જાગૃત માતાએ પોતાના માત્ર 4 માસના માસૂમ બાળકને કેડમાં તેડીને મતદાન મથકની લાઈનમાં ઉભા રહીને વોટ આપ્યો હતો. આ દ્રશ્યે અનેક લોકોના દિલ જીતી લીધા હતા અને 'મતદાન જાગૃતિ'નો સચોટ સંદેશ પૂરો પાડ્યો હતો.

સમગ્ર વડોદરામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, જેમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓથી મતદારોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now