Home Gujarat Vadodara Police Drug Free Vadodara Drug Free Gujarat Program Dabhoi Mlas Resolve For Drug Free Gujarat

નશામુક્ત ગુજરાતનો સંકલ્પ : વડોદરા પોલીસ ‘નશામુક્ત વડોદરા – નશામુક્ત ગુજરાત’ના કાર્યક્રમમાં ડભોઇ ધારાસભ્યનો નશામુક્ત ગુજરાત માટે સંકલ્પ

નશામુક્ત ગુજરાતનો સંકલ્પ
Published by: OBS Bureau
Last Updated: Jan 17, 2026, 09:01 AM IST

Vadodara anti-drug initiative: વડોદરા પોલીસ દ્વારા આયોજિત ‘નશામુક્ત વડોદરા – નશામુક્ત ગુજરાત’ સંકલ્પ કાર્યક્રમમાં ડભોઇના ધારાસભ્યએ ડ્રગ્સના વધતા ઉપયોગ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમ એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે યોજાયો હતો અને તેમાં આરોગ્ય વિભાગ, સમાજસેવકો, વિદ્યાર્થીઓ અને નાગરિકોની મોટી સંખ્યામાં હાજરી રહી. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં, ખાસ કરીને વડોદરા જિલ્લામાં, ડ્રગ્સના બંધાણીની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. આ સ્થિતિ યુવાવર્ગ અને સમાજ માટે ગંભીર જોખમ ઉભું કરે છે. તેમણે કહ્યું કે વાઘોડિયા વિસ્તારમાં કેટલીક પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં નશાની બધી વધતી જોવા મળી રહી છે, અને બહારથી અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓનો વધારો કેટલાક તત્વો દ્વારા ગેરફાયદો ઉઠાવવામાં આવે છે.

ડ્રગ્સ સમગ્ર પરિવારને બરદબાદ કરે છે

ધારાસભ્યએ જણાવ્યું કે ડ્રગ્સ માત્ર વ્યક્તિના જીવનને જ નહીં, પરંતુ સમગ્ર પરિવાર અને સમાજને બરબાદ કરી દે છે. યુવાનો દેશનું ભવિષ્ય છે, અને જો તેઓ નશાની લતમાં ફસાય તો ગુજરાતના વિકાસ પર પણ ગંભીર અસર પડશે. તેમણે બહાર આપ્યો કે નશામુક્ત ગુજરાતનો સંકલ્પ માત્ર સરકાર કે પોલીસનો નહીં, પરંતુ દરેક નાગરિકનો હોવો જોઈએ. ડભોઇના ધારાસભ્યએ લોકોની જવાબદારી અંગે જણાવ્યું કે જ્યાં ક્યાંય પણ નશાની પ્રવૃત્તિઓ જોવા મળે, ત્યાં તરત જ પોલીસ અથવા સ્થાનિક આગેવાનોને જાણ કરવી જોઈએ. લોકસહભાગિતા વગર નશા સામે લડત સફળ નથી બની શકતી. તેમ તેમણે સ્પષ્ટ કર્યું કે સમાજના દરેક નાગરિકને આ લડતમાં સામેલ થવું જરૂરી છે.

નશા વિરોધી અભિયાન માટે વિશેષ કાર્યવાહી

આ પ્રસંગે વડોદરા પોલીસ દ્વારા નશા વિરોધી અભિયાન વધુ સક્રિય બનાવવા માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજવાની જાહેરાત કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન નાગરિકો, વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકરો દ્વારા નશામુક્ત સમાજ માટે સંકલ્પ લેવામાં આવ્યો અને ડ્રગ્સ સામે કડક પગલાં ભરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી. પ્રોગ્રામમાં હાજરી આપનાર આરોગ્ય વિભાગ અને સમાજસેવકોએ જણાવ્યું કે માત્ર કાયદા લાગુ કરવાથી સમસ્યા પૂર્ણ નહીં થાય, પરંતુ લોકોની જાગૃતિ અને યુવાઓમાં નશા વિરુદ્ધ શિક્ષણ જરૂરી છે. આવનારા દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વર્કશોપ, જાગૃતિ અભિયાન અને સ્કૂલ-કોલેજ સ્તરના સેમિનાર યોજવા માટે યોજના તૈયાર કરવામાં આવી છે. આ પ્રસંગે ડભોઇના ધારાસભ્ય અને વડોદરા પોલીસના અધિકારીઓએ એકલા નહી, પરંતુ સમગ્ર સમાજને નશા વિરુદ્ધ લડત માટે જોડાવાની અનુરોધ કર્યો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now