Home Gujarat Vadodara Police Detain Three Accused Who Threw Eggs On Ganesha Idol

ગણેશ પ્રતિમા પર ઈંડા ફેંકનાર સકંજામાં : સગીર સહીત ત્રણ આરોપીઓને શોધી કાઢતી વડોદરા પોલીસ

ગણેશ પ્રતિમા પર ઈંડા ફેંકનાર  સકંજામાં
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Aug 26, 2025, 07:43 PM IST

વડોદરા શહેરમાં પાણીગેટ-માંડવી માર્ગ પરથી પસાર થઈ રહેલી માંજલપુરની શ્રીજી સવારી પર ઈંડા ફેકવાની ઘટના બાદ તાત્કાલિક  એક્શનમાં આવેલી વડોદરા શહેર પોલીસની સંખ્યાબંધ ટીમોએ સગીર સહીત ત્રણ આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.

માંજલપુરના નિર્મળ પાર્ક ગણેશ મંડળની ગણેશ પ્રતિમા સાથેની સવારી મંગળવારે મધ્ય રાત્રીએ ત્રણ વાગ્યાના અરસામાં પાણીગેટ-માંડવી રોડ પરથી પસાર થઇ રહી હતી ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા ઈંડા ફેંકવામાં આવતા આ વિસ્તારમાં તંગદીલી વ્યાપી ગઈ હતી.પરંતુ અગાઉથીજ બંદોબસ્તમાં તૈનાત પોલીસ ટુકડીઓ, અને ઈંડા ફેંકવાની ઘટનાની જાણ થતા દોડી આવેલ ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલાએ પરિસ્થિતિ સંભાળી  લીધી હતી.

પોલીસ કમિશ્નર દ્વારા ટીમો બનાવાઈ

વડોદરા પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમરે તાત્કાલિક ટીમોની રચના કરી ગણેશ પ્રતિમા પર ઈંડા ફેંકનાર ગુનેગારોને શોધી કાઢવા સુચના આપી હતી જેને પગલે સીટી પોલીસ સ્ટેશનની ટીમ ઉપરાંત DCP ઝોન- 3,DCP ઝોન-4, ક્રાઈમ બ્રાંચ,PCB સહીતની એજન્સીઓની જુદી જુદી સંખ્યાબંધ ટીમોએ વિવિધ દિશાઓમાં જુદા જુદા એન્ગલથી તપાસ શરુ કરી દીધી હતી. ફલશ્રુતિ રૂપે ઈંડા ફેંકનાર ત્રણેય આરોપીઓને સાંજ સુધીમાં ઓળખી કાઢી અટકાયતમાં લઇ લેવામાં આવ્યા હતા.

સગીર વિરુદ્ધ અલગથી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

ઝડપાયેલા ત્રણમાં એક સગીર વિરુદ્ધ અલગ થી કાર્યવાહી થશે

વડોદરા પોલીસના એડીશનલ પોલીસ કમિશ્નર લીના પાટીલે આ મામલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે હ્યુમન ઈન્ટેલીજન્સ અને ટેકનીકલ એનાલીસીસના આધારે અમે ત્રણ આરોપીઓનું પગેરું મેળવવામાં સફળ રહ્યા જેમાં એક સગીર છે જયારે અન્ય બે આરોપીઓ સુફીયાન ઉર્ફે ગામા મન્સૂરી અને શાહનવાઝ ઉર્ફે બડબડ મોહમ્મદ ઈર્શાદ કુરેશી પુખ્ત વયના છે.. સીટી પોલીસ મથકે નોંધાયેલ ગુના સંદર્ભે સુફીયાન શાહનવાઝની ધરપકડ કરવામાં આવશે. આ બંને વડોદરાના ખાનકા મોહલ્લાના રહેવાસી છે. જયારે ત્રીજો આરોપી સગીર હોવાથી તેની વિરુદ્ધ અલગથી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

ગુનામાં વધુ કલમો ઉમેરવામાં આવશે

એડીશનલ પોલીસ કમિશ્નર લીના પાટીલે મીડિયાને સંબોધતા જણાયું હતું કે આ ત્રણેયની પૂછપરછ તથા તપાસ દરમ્યાન જે હકીકતો ખુલશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે અને જો જરૂર જણાશે તો વધુ કલમો પણ ઉમેરવામાં આવશે. ત્રણેયની પૂછપરછ તથા તપાસ દરમ્યાન અન્ય કોઈની ભૂમિકા બહાર આવશે તો તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.

ઝોન-3 અને  ઝોન-4 ના વિસ્તારોમાં મોટા પાયે કોમ્બિંગ

ગણેશ પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટના બાદ વડોદરા શહેર પોલીસના ઝોન-3 અને  ઝોન-4 ના વિસ્તારોમાં સધન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઝોન ૩ માં આવેલ વાડી પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ વિસ્તાર એવા દૂધવાળા મોહલ્લા, ખાનકહા મોહલ્લા,મદાર માર્કેટ તેમજ શહેર પોલીસ ઝોન-4ના વિસ્તારમાં પણ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

16-16 પોલીસની 5 ટીમો દ્વારા સામુહિક કોમ્બિંગ

વડોદરા શહેર પોલીસના ઝોન-3 ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું કે  બંને  ઝોનના DCP દ્વારા 5 PI, 5PSI એમ 5 ટીમ બનાવવામાં આવી હતી દરેક ટીમમાં 16ના સ્ટાફ સાથે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. ઝોન 3 અને 4 ઉપરાંત વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઘરે ઘરે પોલીસની ટીમો દ્વારા ઘરના સભ્યોની પૂછપરછ સાથે દસ્તાવેજોની ચકાસણી કરી હતી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો ધડાકો: અમરાઇવાડીમાં ₹2 કરોડની નકલી નોટો સાથે 6 શખ્સો ઝડપાયા!

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો ધડાકો

સુરતમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ!: કપોદ્રા ભરતનગરમાં સિલિન્ડરના વિસ્ફોટમાં 2 ના મોત

સુરતમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ!

40 કિ.મી.ની ઝડપે પવન સાથે વાવાઝોડાનું સ્વરૂપ લઈ તૂટી પડ્યો વરસાદ: જાણો ગુજરાતમાં ક્યાં ઝાડ પડ્યાં, ક્યાં દુકાનોના શેડ ધરાશાયી થયા અને ક્યાં ઉડી સોલારની પ્લેટો

40 કિ.મી.ની ઝડપે પવન સાથે વાવાઝોડાનું સ્વરૂપ લઈ તૂટી પડ્યો વરસાદ

Gujarat Weather; ગુજરાતમાં ફૂંકાયું વાવાઝોડું: આ 13 જિલ્લામાં કડાકા-ભડાકા સાથે તોફાન મચાવશે વરસાદ, ફરી સાચા પડ્યા અંબાલાલ

Gujarat Weather; ગુજરાતમાં ફૂંકાયું વાવાઝોડું

બનાસકાંઠાના ઉણ ગામે ટોળાનો હિંસક હુમલો: રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડે સંભાળ્યો મોરચો, 35ની અટકાયત

બનાસકાંઠાના ઉણ ગામે ટોળાનો હિંસક હુમલો
Play Video

વડોદરામાં ભયાનક આગથી મોટી દુર્ઘટના ટળી!: સમા-ચેતક બ્રિજ પાસે ગેસ લાઈનમાં બ્લાસ્ટ જેવો માહોલ, આકાશમાં ઉંચે સુધી જ્વાળાઓ દેખાઈ

વડોદરામાં ભયાનક આગથી મોટી દુર્ઘટના ટળી!

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગુજરાતમાં ભાજપનો શંખનાદ: ‘કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ભાજપાની મહત્વની બેઠક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગુજરાતમાં ભાજપનો શંખનાદ

જાણો કોને મળ્યું સ્થાન અને શું છે સમીકરણો?: ગાંધીનગર: પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતની સૌથી પાવરફૂલ 'કોર ગ્રુપ'ની જાહેરાત

જાણો કોને મળ્યું સ્થાન અને શું છે સમીકરણો?

'ગાડા નીચે કૂતરૂ ચાલે તો તેને એમ જ લાગે કે ગાડું હું હંકારું છું': કોંગી મહિલા નેતા જેની ઠુમ્મરના ભાજપ અધ્યક્ષ પર આકરા પ્રહારો

'ગાડા નીચે કૂતરૂ ચાલે તો તેને એમ જ લાગે કે ગાડું હું હંકારું છું'

પરિવર્તનનો શંખનાદ: ભાજપના 'ભાગલા પાડો'ની નીતિ સામે કોંગ્રેસનો હુંકાર; અનેક અગ્રણીઓ પંજા સાથે જોડાયા!

પરિવર્તનનો શંખનાદ

ભેળસેળ કરનારા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલ આંખ: હિંમતનગરના રાયગઢમાં ફૂડ વિભાગના દરોડા, મોટા પાયે નકલી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયું

ભેળસેળ કરનારા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલ આંખ

મોટી ઈવેન્ટ્સ અને ભીડભાડવાળા વિસ્તારોમાં જતાં પહેલા સાવધાન!: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: મોબાઈલ ચોર ગેંગના 4 સાગરીતો ઝડપાયા, 105 ફોન રિકવર

મોટી ઈવેન્ટ્સ અને ભીડભાડવાળા વિસ્તારોમાં જતાં પહેલા સાવધાન!
Play Video

બરોડા ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર: પરિવર્તનના પવન વચ્ચે ચાર ઝોનમાં નવા ચહેરાઓનો વિજય, દિગ્ગજોની હાર

બરોડા ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર
Play Video

જામનગર અને અમરેલી પંથકમાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ: કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો, વાતાવરણમાં ઠંડક, પણ ખેડૂતોમાં ફફડાટ

જામનગર અને અમરેલી પંથકમાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ
Play Video

ગુજરાતમાં ઐતિહાસિક UCC બિલને કેબિનેટની લીલી ઝંડી: લગ્ન, વારસો અને લિવ-ઈન માટે આવશે નવા કડક નિયમો!

ગુજરાતમાં ઐતિહાસિક UCC બિલને કેબિનેટની લીલી ઝંડી

ગુજરાત પોલીસ વિભાગમાં 9 PI ના ટ્રાન્સફર: જાણો કયા અધિકારીને ક્યાં મુકાયા?

ગુજરાત પોલીસ વિભાગમાં 9 PI ના  ટ્રાન્સફર

પાટણના ઝીલિયા ગેંગવોર મામલે પોલીસ એક્શન મોડમાં!: 18 આરોપીઓનું જાહેરમાં રિકન્સ્ટ્રક્શન, ગુંડાઓમાં ફફડાટ

પાટણના ઝીલિયા ગેંગવોર મામલે પોલીસ એક્શન મોડમાં!
Play Video

કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદ બાદ બે સમાજમાં ફાટી નીકળ્યું ગૃહયુદ્ધ!: બનાસકાંઠાના આ ગામે રબારી અને ચૌધરી સમાજ વચ્ચે હિંસક અથડામણ, 20થી વધુ વાહનોમાં તોડફોડ

કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદ બાદ બે સમાજમાં ફાટી નીકળ્યું ગૃહયુદ્ધ!

સમગ્ર ઘટના CCTVમાં કેદ: દિયોદરમાં ધોરણ-12ની પરીક્ષા આપી બહાર નીકળેલા વિદ્યાર્થી પર છરી વડે હિંસક હુમલો

સમગ્ર ઘટના CCTVમાં કેદ

અમદાવાદમાં ગરમીનો પ્રકોપ: ટ્રાફિક પોલીસ માટે 'કૂલિંગ જેકેટ્સ' ની નવી વ્યવસ્થા

અમદાવાદમાં ગરમીનો પ્રકોપ