વર્ષ 2018માં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરી છેલ્લા 8 વર્ષથી ફરાર રહેલા આરોપી ગણેશ ઉર્ફે પિન્ટુ કાંતિભાઈ મીણાને ઝડપી લેવાયો છે. ગાંધીનગરના રાયસણ રોડ પર આવેલી દેવ આશિષ નામની કન્સ્ટ્રક્શન સાઈટ પર મજૂરી કામ કરી રહ્યો હતો અને ત્યાં જ રહેતો હતો. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સ્થળ પર ખાનગી વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછ અને ખાતરી તપાસ દરમિયાન આરોપી રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ તેમજ જાહેર નાસતો ફરતો આરોપી હોવાનું બહાર આવ્યું હતું. આરોપીને વધુ તપાસ માટે રાવપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
તા. 15 માર્ચ 2018ના રોજ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપી ગણેશ ઉર્ફે પિન્ટુ મીણા સગીરાને લાલચ આપીને ભગાડી લઈ ગયા હતા. ત્યારબાદ પોતાના વતનમાં લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ગુનો નોંધાયા બાદ સગીરા મળી આવી હતી જ્યારે આરોપીઓ ફરાર થઈ ગયો હતો. જેમાં ગણેશ ઉર્ફે પિન્ટુ મીણા છેલ્લા આઠ વર્ષથી નાસતો ફરતો હતો જે ઝડપાયો છે. આરોપી પીન્ટુ રાજસ્થાનનાં પાંચાપાડલા ગામમાં રહેતો હતો.
આ પણ વાંચો: 'ડ્રાય સ્ટેટ' માં દેશી દારૂ પીવાથી 2ના મોત : રાજકોટમાં શંકાસ્પદ લઠ્ઠાકાંડની આશંકા, પરિવારે કાવતરાનો આક્ષેપ
પોલીસની કાર્યવાહી
આ કેસમાં પોલીસ દ્વારા પોક્સો કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે, જે સગરા સામેના ગુનાઓ માટે કડક જોગવાઈઓ ધરાવે છે. આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પોલીસની તરફથી ખાતરી આપવામાં આવી છે.
કાનૂની પ્રક્રિયા
હાલમાં પોલીસ દ્વારા પીડિતાની મેડિકલ તપાસ તેમજ આરોપીનું સ્ટેટમેન્ટ લેવામાં આવી રહ્યું છે. કેસની સંવેદનશીલતા ધ્યાનમાં રાખીને તપાસ ગુપ્ત રાખવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, તમામ પુરાવાઓ એકત્રિત કરીને કોર્ટમાં મજબૂત કેસ રજૂ કરવામાં આવશે જેથી પીડિતાને ન્યાય મળી શકે. સમાજમાં જાગૃતિ, પરિવારનું માર્ગદર્શન અને સ્થાનિક સ્તરે સુરક્ષા વ્યવસ્થાઓ મજબૂત કરવી પણ એટલી જ જરૂરી છે. પોલીસ દ્વારા આ કેસમાં ઝડપી અને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.





