Home Gujarat Vadodara Vadodara Election 2026 Evm Dispatch Bhavans School

વડોદરામાં 18 કેન્દ્રો પર 240 મતદાન મથકે ચૂંટણી સામગ્રીનું વિતરણ : પોલીસનો ગોઠવાયો ચુસ્બંત દોબસ્ત

ચૂંટણી સામગ્રીની છબી
Play Video
Published by: Niraj Chokshi
Last Updated: Apr 25, 2026, 06:53 AM IST

સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026ના રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે આવતીકાલે યોજાનાર મતદાનને લઈને વડોદરા જિલ્લા વહીવટી તંત્રસ આખરી ઓપ આપવામાં આવ્યો છે. આજે સવારથી જ જિલ્લાના નિર્ધારિત 18 ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટરો પરથી મતદાન ટીમોને EVM મશીન સહિતની જરૂરી સામગ્રી સોંપવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

ભવન્સ સ્કૂલ ખાતેથી વોર્ડ 16થી 19નું સંચાલન

મકરપુરા સ્થિત ભવન્સ સ્કૂલ ને મહત્વનું ડિસ્પેચ સેન્ટર બનાવવામાં આવ્યું છે. અહીંથી શહેરના વોર્ડ નં. 16, 17, 18 અને 19ના અંદાજે 240 મતદાન મથકો માટે સામગ્રી વિતરણની કામગીરી હાથ ધરાઈ છે. ડેપ્યુટી કલેક્ટર વિમલ બરોટના સીધા માર્ગદર્શન હેઠળ, વ્યવસ્થાને સુચારૂ બનાવવા માટે 14 અલગ-અલગ ટેબલો ની ફાળવણી કરવામાં આવી છે. દરેક ટેબલ પર ચૂંટણી અધિકારીઓએ ઝીણવટભરી તપાસ બાદ જ પ્રિસાઇડિંગ ઓફિસરોને EVM, VVPAT, મતદાર યાદી અને સ્ટેશનરીની કીટ સુપ્રત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: લોખંડી બંદોબસ્ત વચ્ચે સુરતમાં EVM-VVPAT રવાના : GPS ટ્રેકિંગ દ્વારા મતદાન મથકો પર રાખવામાં આવશે બાજ નજર

ચુસ્ત સુરક્ષા અને આયોજન

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સામગ્રીની હેરફેર સુરક્ષિત રીતે થાય તે માટે તમામ 18 કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલા સુવ્યવસ્થિત આયોજનને કારણે કેન્દ્રો પર બિનજરૂરી ભીડ ટળી હતી અને કર્મચારીઓ ઉત્સાહપૂર્વક પોતાની ફરજ પર રવાના થતા જોવા મળ્યા હતા. ડેપ્યુટી કલેક્ટર વિમલ બરોટે જાણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ્ય દરેક મતદાન મથક પર સમયસર અને સુરક્ષિત રીતે સામગ્રી પહોંચાડવાનો છે. ભવન્સ સ્કૂલ ખાતેથી 240 મથકોનું વિતરણ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: રાજ્યમાં આવતીકાલે 9274 બેઠકો પર યોજાશે ચૂંટણી : 25,551 ઉમેદવારનું ભવિષ્ય નક્કી કરશે મતદારો

મતદાન માટે તંત્ર સજ્જ

આવતીકાલે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને કોઈ અગવડ ન પડે અને પારદર્શક રીતે મતદાન થાય તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સાંજ સુધીમાં તમામ મતદાન ટીમો પોતપોતાના નિર્ધારિત બૂથ પર પહોંચી જશે અને મોક પોલ (Mock Poll) બાદ વિધિવત મતદાન શરૂ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now