Home Gujarat Vadodara Dabhoi Husband Brutally Beats Wife To Dth

ડભોઈમાં પતિએ પત્નિને ક્રૂરતાથી માર્યો માર, અંતે સંબંધોનો 'અંત'! : શંકાએ વધુ એક પરિવાર તોડ્યો, પોલીસ કાર્યવાહી

ડભોઈમાં પતિએ પત્નિને ક્રૂરતાથી માર્યો માર, અંતે સંબંધોનો 'અંત'!
Published by: OBS Bureau
Last Updated: Jul 06, 2025, 10:53 AM IST

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ગોજાલી ગામમાં એક કરૂણ ઘટના બની છે. પ્રકાશ વસાવાએ પોતાની પત્ની રાધાબેન પર શંકા રાખી અને તેને ક્રૂરતાથી માર માર્યો હતો જેના પગલે તેનું મૃત્યું થયું છે. પ્રકાશને શંકા હતી કે તેની પત્ની રાધાબેનના કોઈ આડાં સંબંધો છે. આ શંકાએ પતિને એટલો અંધળો બનાવ્યો કે તેણે કેટલાક દિવસોથી રાધાબેન પર શારીરિક હિંસા શરૂ કરી હતી.


સારવાર વિના તડપતી રહી અને અંતે મોત
પ્રકાશે તેને વારંવાર માર્યો, અને રાધાબેન ચાર દિવસ સુધી સારવાર વિના તડપતી રહી અને અંતે ઘરમાંજ તેણે તડપતી હાલતમાં જીવ ગુમાવ્યો હતો. ઘટનાથી સમગ્ર ગામમાં ઉથલપાથલ મચી ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં શોક અને ગુસ્સાનો માહોલ છવાઈ ગયો છે.

પોલીસ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી
સ્થાનિક લોકોની જાણ પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડભોઇ રેફરલ હોસ્પિટલ ખસેડાયો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને પતિ પ્રકાશ વસાવા સામે હત્યાનો ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે. આ ઘટનાએ ફરી એકવાર બતાવી દીધું છે કે શંકા જેમ સંબંધીને કુરુતાં તરફ દોરી શકે છે તેમ સંબંધોનો અંત પણ લાવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now