Home International Uttarkashi Chardham Yatra Also Suspended Imd Red Alert Issued

ઉત્તરકાશીમા ભૂસ્ખલનમાં કેટલાક શ્રમિકો ગુમ : ચારધામ યાત્રા પણ સ્થગિત, વરસાદનું રેડ એલર્ટ

ઉત્તરકાશીમા ભૂસ્ખલનમાં કેટલાક શ્રમિકો ગુમ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 29, 2025, 06:17 AM IST

ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે જનજીવન પર અસર પડી છે. ઉત્તરકાશી જિલ્લાના બરકોટ તાલુકાના સિલાઈ બંધ વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટનામાં કેટલાક શ્રમિકો ગુમ થયાની વિગતો છે. હવામાન વિભાગે ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જારી કર્યા બાદ ચારધામ યાત્રા આગામી 24 કલાક માટે સ્થગિત કરવામાં આવી છે. બાગેશ્વર જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે ભૂસ્ખલન બાદ ઘણા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે પરિસ્થિતિ ગંભીર બની છે.
બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી
ઉત્તરકાશીના બારકોટમાં સિલાઈ બંધ વિસ્તારમાં વાદળ ફાટ્યું છે અને ભૂસ્ખલનથી સમગ્ર વિસ્તારમાં ભારે તબાહી મચી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, નિર્માણાધીન હોટલના સ્થળે કામ કરતા કેટલાક શ્રમિકો ગુમ થયા છે. ઘટનાની માહિતી મળતા જ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF), નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.


CM પુષ્કર સિંહ ટ્વીટ કરી
ઉત્તરકાશીના બારકોટ તાલુકામાં સિલાઈ બંધ વિસ્તારમાં ભૂસ્ખલન અંગે માહિતી આપતાં CM પુષ્કર સિંહ ધામીએ ટ્વિટર પર માહિતી આપતા લખ્યું છે, 'ઉત્તરકાશી જિલ્લાના બારકોટ તાલુકામાં સિલાઈ બંધ વિસ્તારમાં ભૂસ્ખલનની દુ:ખદ ઘટનામાં કેટલાક કામદારો ગુમ થયાના અહેવાલ છે'' મુખ્યમંત્રીએ કહ્યું, ''SDRF-NDRF અને અન્ય ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્ય કરી રહી છે. આ મામલે, હું સતત સંબંધિત અધિકારીઓના સંપર્કમાં છું અને દરેકની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરું છું.''


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now