Home International Us Senate Passes Donald Trump One Big Beautiful Bill Act Bill

ટ્રમ્પના સૌથી મહત્વાકાંક્ષી બિલોમાંનું એક બિલ સેનેટમાં પાસ : જે.ડી. વાન્સના ટાઈ-બ્રેકિંગ મતથી મળી મંજૂરી! હવે શું થશે?

ટ્રમ્પના સૌથી મહત્વાકાંક્ષી બિલોમાંનું એક બિલ સેનેટમાં પાસ
Published by: OBS Bureau
Last Updated: Jul 02, 2025, 06:36 AM IST

યુએસ સેનેટ (સંસદનું ઉપલું ગૃહ)માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ તેના મહત્વાકાંક્ષી વન બિગ બ્યુટીફુલ બિલને પસાર કરી દીધું છે. રિપબ્લિકન સભ્યો તેમના ત્રણ સાથી સેનેટરો અને ડેમોક્રેટ સાંસદોના જોરદાર વિરોધ વચ્ચે 'વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટ' પસાર કરવામાં સફળ રહ્યા છે. બિલની તરફેણમાં અને વિરુદ્ધ 50-50 મત પડ્યા બાદ, ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે તેને મંજૂરી આપવા માટે પોતાનો ટાઈ બ્રેકિંગ વોટ આપ્યો હતો. બિલનો વિરોધ કરનારાઓમાં ત્રણ રિપબ્લિકન સાંસદોમાં થોમ થિલિસ, સુઝાન કોલિન્સ અને કેન્ટુકીના રેન્ડ પોલનો સમાવેશ થાય છે.

હંગામાભર્યા સત્ર દરમિયાન 'વન બિગ બ્યુટીફુલ બિલ' પાસ
સોમવારે મોડી રાત સુધી સેનેટમાં આ બિલ પર ગરમા ગરમ ચર્ચા ચાલી હતી. હંગામાભર્યા સત્ર દરમિયાન, રિપબ્લિકન સાંસદો આ બિલ માટે સમર્થન એકત્રિત કરતા જોવા મળ્યા હતા. તો વિપક્ષી ડેમોક્રેટ સભ્યો તેને હરાવવા માટે રજૂ કરાયેલા સુધારાઓને પસાર કરવાનો પ્રયાસ કરતા રહ્યા હતા. જે સ્થિતિમાં ગૃહમાં સતત હંગામો જોવા મળ્યો હતો.


સાઉથ ડાકોટાના રિપબ્લિકન સેનેટર જોન થુન તેમના પક્ષના સભ્યો વચ્ચે સમાધાન કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગતું હતું, જેમને ચિંતા હતી કે 'મેડિકેડ'માં પ્રસ્તાવિત કાપ લાખો લોકોને આરોગ્ય વીમાથી વંચિત રાખશે. ઘણા સભ્યો માનતા હતા કે વધતી જતી રાજકોષીય ખાધ ઘટાડવા માટે વધુ કર ઘટાડાની જરૂર છે.

બિલ નીચલા ગૃહમાં જશે!
સેનેટની મંજૂરી પછી આ બિલને મંજૂરી માટે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (સંસદનું નીચલું ગૃહ)માં પાછું મોકલવામાં આવશે. હવે યુએસ સંસદના બંને ગૃહોનું નિયંત્રણ ધરાવતા રિપબ્લિકન માટે આગામી પડકાર આ બિલને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પસાર કરાવવાનો છે. 940 પાનાનો 'વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટ' ટ્રમ્પના સૌથી મહત્વાકાંક્ષી બિલોમાંનો એક છે. રિપબ્લિકન કાયદા ઘડનારાઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પની રજાઓની સમયમર્યાદા એટલે કે શુક્રવાર પહેલા તેને મંજૂરી આપવા માંગે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video