Home International Us Iran Deal Strait Of Hormuz Reopen Global Oil Impact Gujarati

મિડલ ઈસ્ટ યુદ્ધ પર મોટું અપડેટ! : અમેરિકાએ સ્વીકારી ઈરાનની આ શરત, હવે ખૂલશે હોર્મુઝ સ્ટ્રેટ

Iran Israel War
Published by: Viral Patel
Last Updated: May 27, 2026, 02:12 PM IST

Iran Israel War: ઈરાન સામે અમેરિકા અને ઈઝરાયતના સંઘર્ષને 2 મહિના પૂરા થઈ ગયા છે. આ દરમિયાન સમગ્ર વિશ્વ પર આ યુદ્ધની અસર જોવા મળી છે. ભારત સહિત ઘણા દેશોમાં ઈંધણની કટોકટીના કારણે મોંઘવારી ચરમસીમાએ પહોંચી ગઈ છે, પરંતુ હવે મિડલ ઈસ્ટ સંઘર્ષ પર એક મોટું અપડેટ સામે આવ્યું છે, જેને વિશ્વ માટે પોઝિટિવ ન્યૂઝ કહી શકાય. મળતી માહિતી મુજબ, અમેરિકા ઈરાનની મુખ્ય શરત માનવા માટે તૈયાર દેખાઈ રહ્યું છે, જેના કારણે હોર્મુઝની સામુદ્રધુની (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ) માં વ્યાપારી જહાજોની અવરજવર ફરી શરૂ થવાનો રસ્તો સાફ થઈ શકે છે.

ગુજરાતમાં ઉનાળુ વેકેશન લંબાવવા પ્રબળ માંગ : શાળા સંચાલક મહામંડળનો મુખ્યમંત્રીને પત્ર

ઈરાનની સરકારી મીડિયાનો દાવો

ઈરાનની સરકારી ટીવી ચેનલે દાવો કર્યો છે કે બંને દેશો વચ્ચે એક અનૌપચારિક સમજૂતી કરાર (MOU)નો પ્રારંભિક મુસદ્દો તૈયાર થઈ ગયો છે. આ મુસદ્દા અનુસાર, ઈરાન એક મહિનાની અંદર હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ પહેલાંની સ્થિતિ મુજબ કોમર્શિયલ શિપિંગ બહાલ કરી દેશે. તેના બદલામાં અમેરિકા ઈરાનની આસપાસના વિસ્તારમાંથી પોતાની સૈન્ય ટુકડીઓ હટાવવા અને નૌકાદળની નાકાબંધી ખતમ કરવા માટે સંમત થયું છે.

ગુજરાતમાં ઇબોલા વાયરસનો કોઈ કેસ નથી: પ્રફુલ પાનશેરિયા : કોંગોથી આવેલા શંકાસ્પદ યુવક સહિત 3 લોકોને માત્ર અગમચેતીના ભાગરૂપે કરાયા ક્વોરેન્ટાઇન

હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર

ઈરાની મીડિયાના જણાવ્યા અનુસાર, આ મુસદ્દો બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવને ઓછો કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. જો કે, આ ડ્રાફ્ટમાં કેટલાક મહત્વના મુદ્દાઓ હજી પણ વણઉકલ્યા છે. તેમાં યુદ્ધજહાજોની તૈનાતીમાં ફેરફારનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ સાથે જ, ઓમાન સાથે મળીને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવરના સંચાલનને લઈને હજી સુધી કોઈ સહમતી સધાઈ નથી. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ નક્કર વેરિફિકેશન (ચકાસણી) વિના તે કોઈ પગલું ભરશે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now